1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Updated : શનિવાર, 6 એપ્રિલ 2024 (16:33 IST)

Video - હાર્દિક પંડ્યા પહોંચ્યો સોમનાથ મંદિર, ફેંસ બોલ્યા ભગવાન ક્યારેય સાથ છોડતા નથી

hardik pandya
hardik pandya
IPL 2024 માં ખરાબ શરૂઆત અને મુંબઈ ઈંડિયંસના કપ્તાન બન્યા પછી ફેંસના ભારે વિરોધનો સામનો કરી રહેલ  હાર્દિક પંડ્યા ખૂબ દબાવમાં જોવા મળી રહ્યા છે.  અ સીજનતેમના પ્રદર્શન પર પણ અસર જોવા મળી રહી છે. આ દરમિયાન હાર્દિક પડ્યા ગુજરાતના સોમનાથ મંદિર ભગવાન શિવના દર્શન માટે પહોચ્યા. સોમનાથ મંદિર ટ્ર્સ્ટે એક વીડિયો શેયર કર્યો છે. જેમા પાંડ્યા દર્શન કરતા જોવા મળી રહ્યા છે. એક એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સે પોતાની હાર પછી મુંબઈ ઈંડિયંસની ટીમ એક લાંબા બ્રેક પર છે.  મુંબઈને 7 એપ્રિલના રોજ પોતાના ઘરેલુ મેદાન પર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ રમવાની છે આ મેચમાં હાર્દિક પંડ્યા દમદાર કમબેક કરવાની કોશિશ કરશે. 
 
પડ્યા સામે અનેક પડકાર 
આઈપીએલ 2024 માટે મુંબઈ ઈંડિયંસે હાર્દિક પડ્યાને ગુજરાત ટાઈટંસમાંથી ટ્રેડ કર્યો હતો અને તેમને રોહિત શર્માના સ્થાન પર ટીમમાં કપ્તાન બનાવવામાં આવ્યા. પાંડ્યા સામે હવે ખૂબ મોટો પડકાર છે. તેમના પર કપ્તાનીના બોઝ સાથે મુંબઈ ઈંડિયંસના ફેંસની નિરાશાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.  આ દરમિયાન મુંબઈ ઈંડિયંસના ખેલાડી પણ રેસ્ટ પર છે અને એક સારો સમય વીતાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટીમ અત્યાર સુધી રમાયેલ પોતાની બધી મેચ હારી ચુકી છે અને આ સીજનના પોઈંટ ટેબલમાં અંતિમ સ્થાન પર છે. આવામા ખેલાડીઓને એક કરવા અને તેમને રિફ્રેશ કરવા માટે મેનેજમેંટે આ નિર્ણય લીધો છે. 
 
ફેંસ આપી રહ્યા છે જુદા જુદા રિએક્શન 
હાર્દિક પડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદથી ફેંસ જુદા જુદા પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક ફેંસનુ માનવુ છે કે જીવનમાં જ્યારે કશુ પણ તમારા હકમાં ન ચાલી રહ્યુ હોય ત્યારે ભગવાન તમારો સાથ આપે છે. હાર્દિક પંડ્યા આ સીજન ખુદને ખૂબ શાંત રાખવાની કોશિશ કરતા જોવા મળી રહ્યા છે.  જ્યારે પોતાના જ દેશના ફેંસ કોઈ ખેલાડીને ટ્રોલ કરે છે તો એ ખેલાડી પર શુ વીતી રહી હોય તેને શબ્દોમાં લખવુ મુશ્કેલ છે. બસ આશા એ જ કરી શકાય છે કે પંડ્યા જલ્દી કમબેક કરે અને એમઆઈની ટીમ એકવાર ફરીથી જીતના ટ્રેક પર ઉતરી શકે.