ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: રવિવાર, 24 માર્ચ 2024 (00:39 IST)

SRH vs KKR મેચમાં બને ટીમોની તોફાની બેટિંગ, 400થી વધુ રન બન્યા, પણ હૈદરાબાદ 4 રનથી હાર્યું

Andre Russell
IPL 2024 KKR vs SRH: IPL 2024ની ત્રીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો વચ્ચે રમાઈ. આ એક હાઈ સ્કોરિંગ મેચ હતી, જેમાં ફેંસને ખૂબ ચોગ્ગા અને છગ્ગા જોવા મળ્યા. આ મેચમાં બંને ટીમોએ 200+ રન બનાવ્યા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી આન્દ્રે રસેલે તોફાની ઈનિંગ્સ રમી હતી.  સાથે જ  હેનરિક ક્લાસે SRH માટે મોટા શોટ રમ્યા. પરંતુ અંતે KKR આ મેચ જીતી ગયું.
 
હેનરિક ક્લાસેનની રમત પાણીમાં 
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર રમત બતાવી હતી, પરંતુ તેઓ આ લક્ષ્યનો પીછો કરવાથી 4 રન દૂર રહ્યા હતા. આ લક્ષ્યના જવાબમાં SRHએ 20 ઓવરમાં 7 વિકેટે 204 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. તેણે 29 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 8 સિક્સર ફટકારી હતી.
 
આન્દ્રે રસેલે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વિકેટકીપર બેટ્સમેન ફિલ સોલ્ટે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 54 રન બનાવ્યા હતા. આ પછી, આન્દ્રે રસેલના તોફાની 25 બોલમાં અણનમ 64 રનની મદદથી, KKR મેચમાં ધીમી શરૂઆતથી કમબેક કર્યું અને બોર્ડ પર મોટો સ્કોર મૂક્યો.  જ્યારે રિંકુ સિંહે 15 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 23 રનનું યોગદાન આપ્યું હતું. રસેલ અને રિંકુ સિંહે 33 બોલમાં 81 રનની ભાગીદારી કરી હતી કારણ કે કેકેઆરે છેલ્લી પાંચ ઓવરમાં 85 રન ઉમેર્યા હતા. રસેલે આ ઇનિંગમાં 3 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

 
ફિલ સોલ્ટે આપી  સારી શરૂઆત  
ફિલ સોલ્ટ આઇપીએલની હરાજીમાં વેચાયો ન હતો, પરંતુ તેને જેસન રોયની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. બેટિંગ માટે આમંત્રિત કર્યા પછી, ફિલ સોલ્ટે શરૂઆતના આંચકા પછી ધીરજપૂર્વક રમવાનું ચાલુ રાખ્યું અને માત્ર 38 બોલમાં IPLમાં તેની ત્રીજી અડધી સદી ફટકારી. ફિલ સોલ્ટની આ ઇનિંગના કારણે કેકેઆરએ મેચમાં વાપસી કરી હતી.