1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Updated : બુધવાર, 20 માર્ચ 2024 (13:30 IST)

વિરાટ કોહલીનો RCB ના ફેંસ માટે મેસેજ, બોલ્યા - મને એ નામથી ન બોલાવશો, હુ શરમ અનુભવ છુ

virat
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હંમેશા ઈંડિયન પ્રીમિયર લીગ ફ્રેંચાઈજી રોયલ ચેલેંજર્સ બેંગલુરુના પર્યાય બન્યા રહેશે. મંગળવાર 19 માર્ચના રોજ તેમણે આરસીબીના એક ઈવેંટમાં પોતાનો અને ટીમના પ્રશંસકોને આશ્વાસન આપ્યુ કે તેઓ હંમેશા આરસીબી સાથે બન્યા રહેશે અને એ ટીમનો ભાગ બનશે જે પહેલીવાર બેંગલુરુ માટે આઈપીએલ જીતશે.  આરસીબીની મહિલા ટીમે આ વખતે WPL નો ખિતાબ જીત્યો છે. પણ 16 સીજનમાં આરસીબી આઈપીએલ જીતી નથી. 

 
આરસીબી દ્વારા શેયર કરેલ આ વીડિયોમાં વિરાટ કોહલીએ કહ્યુ, જેવુ કે બધા જાણે છે, હુ હંમેશા એ સમુહનો ભાગ બનવા માટે અહી રહીશ જે પહેલીવાર ખિતાબ જીતશે. હુ પ્રશંસકો અને ફ્રેંચાઈજીના માટે મારુ સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરીશ. આ જાણવુ મારુ પણ એક સપનુ છે કે  આઈપીએલ જીતવુ કેવુ લાગે છે - આશા છે આ વર્ષે. વિરાટ કોહલીએ મહિલા ટીમની પ્રશંસા કરી અને મંગળવારે આરસીબીના અનબોક્સ ઈવેંટમાં સ્મૃતિ મંઘાના એંડ કંપનીને સલામી આપી. 
 
કોહલીએ કહ્યુ - બિલકુલ અદ્દભૂત જ્યારે તેઓ જીત્યા અમે બધા એ જોઈ રહ્યા હતા અને એ સમયે તમને ફૈન બેસની ભાવનાનુ  પૂર્ણ શુદ્ધતમ રૂપનો એહસાસ થાય છે.  હુ આવુ એટલા માટે કહી રહ્યો છુ કારણ કે એવુ લાગ્યુ કે શહેર જીતી ગયુ. જો તમે આરસીબી મહિલા ટીમ દ્વારા રમાયેલ બધી મેચો દરમિયાન પ્રશંસકોની હાજરી જોશો તો ઈમાનદારીથી કહુ તો બાકી ટીમોના મુકાબલે તેની કોઈ તુલના નહોતી.  આરસીબી માટે સૌથી વધુ દર્શક મેચ જોવા પહોચ્યા હતા. 
 
આ ઈવેંટમાં વિરાટ કોહલીએ ફેંસને એ પણ અનુરોધ કર્યો કે તેમને કિંગ કહીને ના બોલાવે. તેમણે કહ્યુ, 'પરત આવવુ સુખદ છે, મિત્રો અમે ખૂબ જલ્દી ચેન્નઈ પહોચવાનુ છે. અમારી ચાર્ટર ફ્લાઈટ દ્વારા ત્યા જવાનુ છે. તેથી અમારી પાસે વધુ સમય નથી. અને સૌથી પહેલા તમારે મને એ શબ્દ(કિંગ)થી બોલાવવુ બંધ કરવુ પડશે. હુ શરમ અનુભવુ છુ જ્યારે તમે મને આવુ કહો છો અને તેઓ આ રીતે પ્રતિક્રિયા કરે છે. હવેથી મને બસ વિરાટ કહીને બોલાવો, એ શબ્દનો ઉપયોગ ન કરશો.