સોમવાર, 21 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2025
Written By
Last Modified: મંગળવાર, 15 એપ્રિલ 2025 (17:52 IST)

આ ખેલાડી બન્યો છે ખુદની ટીમ માટે મુસીબત, કરોડોમાં વેચાયો છતા પણ નકામો

આઈપીએલ દરમિયાન આ વર્ષે ખેલાડી ખૂબ સારુ પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. જો કે આ દરમિયાન કેટલાક ખેલાડી એવા પણ છે જે પોતાની ટીમના માટે મુસીબત બની છે. ટીમો નીલામી દરમિયાન ખેલાડીઓને ખૂબ મોંઘા દામ પર ખરીદે છે. પણ જ્યારે તેમની સાથે રમતનો વારો આવે છે તો એકદમ ફ્લોપ થઈ જાય છે.  અમે વાત કરી રહ્યા છે મેક્સવેલની જે આ વખતે પંજાબ કિંગ્સ માટે રમી રહ્યા છે.  તે કહેવા ખાતર રમી રહ્યા છે. જો કે હજુ સુધી   કરી શકયા નથી. 
 
પંજાબ કિંગ્સની ટીમ આ સમયે અંક તાલિકામાં છઠ્ઠા સ્થાન પર  
પંજાબ કિંગ્સની કપ્તાનીવાળી પંજાબ કિંગ્સની ટીમ આ વખતના આઈપીએલમાં અત્યાર સુધી સારુ રમતી જોવા મળી રહી છે. ખુદ કપ્તાન શ્રેયસ ઐયરની શાનદાર રમત રમી રહ્યા છે.  ટીમે અત્યાર સુધી પાંચમાંથી ત્રણ મુકાબલા પોતાને નામ કર્યા છે. જ્યારે કે બે માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.  ટીમ પાસે હાલ છ અંક છે અને ટીમ છઠ્ઠા સ્થાન પર છે. ટીમ હજુ થોડા દિવસ પહેલા સુધી ટૉપ 4 મા હતી પણ હવે નીચે આવવુ પડ્યુ છે.  જો કે હજુ તો ઘણી મેચ રમવાની બાકી છે અને ટીમ ફરીથી ટૉપ 4 મા પોતાનુ સ્થાન બનાવી શકે છે.  આ દરમિયાન ટીમ માટે  મુશ્કેલી ઉભી કરી રહ્યા છે ગ્લેન મૈક્સવેલ. જે અત્યાર સુધી એક પણ દાવ એવો નથી રમી શક્યા જેનો ઉલ્લેખ કરી શકાય.  
 
વર્ષ 2024થી લઈને અત્યાર સુધી કશુ કરી નથી શક્યા મેક્સવેલ  
એવુ નથી કે ગ્લેન મેક્સવેલની બેત આ વર્ષના આઈપીએલમાં નથી ચાલી. ગયા વર્ષે એટલે કે આઈપીએલ 2024માં જ્યારે તે આરસીબી માટે રમી રહ્યા હતા એ સમયે પણ તે ફ્લોપ રહ્યા હતા. આ જ કારણ  રહ્યુ છે કે ટીમે તેમને મુક્ત કરી દીધા. ત્યારબાદ તેઓ ફરીથી નીલામીમાં આવ્યા અને આ વખતે પંજાબ કિંગ્સે તેમને પોતાની ટીમમાં લીધા.  વર્ષ 2024થી લઈને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો મેક્સવેલે 13  રમત રમી અને ફક્ત 86 રન જ બનાવ્યા છે.  આ દરમિયાન તેમની સરેરાશ 6.61 રહી છે જે ખૂબ ખરાબ કહી શકાય છે.  તેમનો સર્વાધિક સ્કોર 30 રનનો રહ્યો છે. જેનાથી સમજી શકાય છે કે મેક્સવેલે પોતાની ટીમ માટે શુ કર્યુ છે.  
 
પંજાબ કિગ્સે 4.20 કરોડ રૂપિયામાં મેક્સવેલને ખરીદ્યો 
જો આપણે તેની અત્યાર સુધીની ઇનિંગ્સની વાત કરીએ તો, તે આ વર્ષની પહેલી મેચમાં ખાતું ખોલાવ્યા વિના પણ આઉટ થઈ ગયો હતો. આ પછી તેણે બીજી મેચમાં બેટિંગ કરી ન હતી. ત્રીજી મેચમાં, મેક્સવેલે રાજસ્થાન રોયલ્સ સામે 30 રન બનાવ્યા. ચોથી મેચમાં તે CSK સામે ફક્ત એક જ રન બનાવી શક્યો. SRH સામેની પાંચમી મેચમાં, તે ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. IPLમાં ઘણા બધા ખેલાડીઓ ડગઆઉટમાં બેઠા છે અને તેમને પ્લેઇંગ ઇલેવનમાં તક નથી મળી રહી, પરંતુ ગ્લેન મેક્સવેલ સતત પ્લેઇંગ ઇલેવનમાં રમી રહ્યો છે પરંતુ કંઈ કરી શકતો નથી.