ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (15:56 IST)

Jio ને ટક્કર આપવા એયરટેલે ઉતાર્યા 5 રૂપિયાથી 399 રૂપિયા સુધીના પ્લાન....

એયરટેલે જિયોને ટક્કર આપવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો દાવ રમ્યો છે. એયરટેલે પ્રી પેડ યૂઝર્સ માટે જિયોના મુકાબલે 5 રૂપિયાથી લઈને 399 રૂપિયા સુધીનો પ્લાન લોન્ચ્કર્યો છે. જેમા રેટ કટરથી લઈને અનલિમિટેડ ડેટા અને કોલિંગ સુધીના પ્લાનનો સમાવેશ છે. તો આવો જાણીએ એ બધા પ્લાન વિશે... 
 
સૌ પહેલા કંપનીના 5 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમા 7 દિવસ સુધીની કાયદેસર માન્યતા સાથે 4 જીબી 4જી ડેટા પણ મળશે.  આ પ્લાન ફક્ત એ જ યૂઝર્સ માટે છે જે પોતાના સિમને 4જી અપગ્રેડ કરાવે છે. 
 
હવે એયરટેલના 8 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો તેમા તમને  Local+STD  મોબાઈલ કોલિંગ 30 પૈસા પ્રતિ મિનિટના દરે મળશે.  બીજી બાજુ આ પ્લાનની માન્યતા 56 દિવસોની છે. 
 
આ ઉપરાંત કંપની 40 રૂપિયાના રિચાર્જ પર 35 રૂપિયાનુ ટૉકટાઈમ અનલિમિટેડ વૈલિડિટી સાથે આપી રહી છે. બીજી બાજુ 60 રૂપિયાના રિચાર્જ પર 58 રૂપિયાનુ ટૉકટાઈમ મળી રહ્યુ છે.
 
કંપ્નીના 149 રૂપિયાવાળા પ્લાનમાં એયરટેલના નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને 2GB ડેટા મળશે.  આ પ્લાનની વૈદ્યતા 28 દિવસની છે અને આ પ્લાન ફક્ત 4G હૈંડસેટ અને 4G સિમ યૂઝર્સ માટે છે. 
 
349 રૂપિયાવાળા પ્લાન હેઠળ બધા હેંડસેટ પર લોકલ અને એસટીડી કૉલિંગ ફ્રી રહેશે અને રોજ 1 જીબી ડેટા મળશે. પ્લાનની વૈદ્યતા 84 દિવસની છે. 
 
બીજી બાજુ 399 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો તેમા બધા નેટવર્ક પર લોકલ એસટીડી કોલિંગ અનલિમિટેડ હશે અને 84 દિવસ માટે 84 જીબી ડેટા મળશે.  સાથે જ બતાવી દઈએ કે આ પ્લાન ફક્ત 4 જી યૂઝર્સ માટે છે. 
 
 
નોંધ - રિચાર્જ કરાવતા પહેલા તમારા નંબર પર વર્તમાન ઓફર જરૂર ચેક કરી લો. જુદા જુદા નંબર માટે પ્લાન જુદો જુદો હોઈ શકે છે. પ્લાન ચેક કરવા માટે માય એયરટેલ એપ, એયરટેલ ડોટ ઈન કે પછી *121*1#ની મદદ લઈ શકો છો.