શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (11:13 IST)

પાસપોર્ટ બનાવવો છે...જાણો કેવી રીતે સહેલાઈથી બનશે પાસપોર્ટ

પાસપોર્ટ બનાવવો પહેલા ખૂબ જ મોટી વાત હતી. પાસપોર્ટ બનાવવા માટે સરકારી ઓફિસોના ધક્કા ખાવા જાણે સામાન્ય વાત હતી. પણ હવે તમને આવુ નહી કરવુ પડે. કારણ કે આ સગવડ હવે ઓનલાઈન હાજર છે.  
સૌ પહેલા પાસપોર્ટ સેવા વેબસાઈટ પર જાવ. અહી તમે એપ્લાયવાળા બોક્સ હેઠળ આપવામાં આવેલ રજીસ્ટર નાઉમાં ક્લિક કરો. હવે પાસપોર્ટ સેવા વેબસાઈટમાં તમારુ એકાઉંટ બનાવવા માટે આપવામાં આવેલ ફોર્મ ભરો. તમારુ ફોર્મ ભરતી વખતે એ શહેરના પાસપોર્ટ ઓફિસને સિલેક્ટ કરવાની છે જયા તમે રહી રહ્યા છો. 
 
સાથે જ એ પણ ધ્યાન રાખો કે તમારુ એવુ જ નામ રજિસ્ટર કરો જેવુ કે તમે તમારા અન્ય દસ્તાવેજોમાં આપ્યુ છે. ફોર્મને પુરૂ ભર્યા પછી રજિસ્ટર પર ક્લિક કરો. હવે તમારુ એકાઉંટ બની ગયુ છે. પાસપોર્ટ સેવા વેબસાઈટ પર પરત આવો. અહી તમને લીલા રંગનુ લોગિન બટન દેખાશે. આ બટન પર ક્લિક કરો. 
 
તેમા તમારો ઈ-મેલ એડ્રેસ નાખો અને કન્ટીન્યૂ પર ક્લિક કરો. તમારા એકાઉંટમાં લોગિન થયા પછી પાસપોર્ટ માટે એપ્લાય કરી શકો છો લોગિન કર્યા પછી આપવામાં આવેલ ફોર્મ ભરો. ફોર્મ પુર્ણ ભર્યા બાદ આગળ લાગેલ રેડિયો બટન પર ક્લિક કરો અને એપોઈંટમેંટ શેડ્યુલ કરો. 
 
ઓનલાઈન પેમેંટ પર જાવ અને ત્યાં ચોક્કસ ફી જમા કરો. ત્યારબાદ સ્ક્રીન પર તમારા શહેરના પાસપોર્ટ સેવા કેન્દ્રોની યાદી દેખાશે. તેમા જલ્દી મળનારી એપોઈન્ટમેંટની તારીખ અને સમય આપવામાં આવ્યા હશે. તેમાથી કોઈ એકને સિલેક્ટ કરો અને ઈમેજના કેરેક્ટર અંકિત કરીને પે પર ક્લિક કરો અને તમારી એપોઈંટમેંટ ફિકસ કરો.  
 
ત્યારબાદ આ તમને પેમેંટ ગેટવે પર લઈ જશ જ્યા તમે દર્શાવેલ રકમને તમારા કાર્ડ અને નેટ બેંકિગના માધ્યમથી પે કરી શકશો. હવે તમને એક પેજ દેખાશે. જેમા તમારી પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઈંટમેંટ સાથે સંબંધિત બધી માહિતિની વિગત આપવામાં આવી હશે. 
 
આ પેજને પ્રિંટ કરી લો. ત્યારબાદ આપેલ સમયના રોજ તમારે પાસપોર્ટ સેવા કેન્દ્ર જવુ પડશે. જો તમારી પાસે પુરા કાગળ હશે તો પીએસકે જવાના 2 કલાક પછી જ તમે ફ્રી થઈ જશો. ત્યારબાદ પોલીસ વેરીફિકેશન થયા પછી તમે તમારો પાસપોર્ટ મેળવી શકો છો.