શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (17:46 IST)

સેમસંગે ગેલેક્સીએ A9 પ્રો લોંચ કર્યો, આઈફોનને જવાબ એ પણ ઓછી કિમંતમાં

ભારતમાં પોતાની ગેલેક્સી એ સીરીઝનો વિસ્તાર કરતા દક્ષિણ કોરિયાઈ દિગ્ગજ કંપની સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે શુક્રવારે ગેલેક્સી એ9 પ્રો સ્માર્ટફોન લોંચ કર્યો. જેની કિમંત 32,490 રૂપિયા છે સેમસંગ ઈંડિયા ઈલેક્ટ્રોનિક્સના ઉપાધ્યક્ષ(મોબાઈલ વેપાર) મનુ શર્માએ કહ્યુ, "એસએમલેડ ડિસ્પ્લેથી યુક્ત આ છ ઈંચ સ્ક્રીનવાલા આ ફોનને વધુ મેમોરી અને એડવાંસ પ્રોસેસરથી યુક્ત કરવામાં આવ્યો છે. જેથી ઘણા બધા કામ એક સાથે કરવામાં આ ધીમો ન પડે. 
 
ગેલેક્સી એ9 માં કાંચ અને ધાતુના એકીકૃત સંયોજનથી તેને શાનદાર લુક મળે છે. તેનાથી સ્ક્રીનનો ગોરિલ્લા ગ્લાસ 4થી સુરક્ષિત કરવામાં આવ્યો છે અને આ ફુલ એચડી સ્ક્રીન છે. જેનુ બેજલ માત્ર 2.7 એમએમ પાતળુ છે. 
સાઈઝ
ગેલેક્સી એ9 પ્રો માં 5,000 એમએએચની બેટરી લાગેલી છે જે 160 મિનિટમાં સંપૂર્ણ રીતે ચાર્જ થઈ જાય છે. 
 
તેમા ચાર જીબી રૈમ છે અને આ સ્નૈપડ્રેગન 64 બિટ ઑક્ટાકોર પ્રોસેસરથી લૈસ છે. તેમા બે સિમ કાર્ડ લગાવી શકાય છે અને માઈક્રો એસડી કાર્ડ માટે એક વધુ પોર્ટ પણ છે. જે 256 જીબી મેમોરીને સપોર્ટ કરે છે. 
 
તેમા 16 મેગાપિક્સલ રિયર કેમેરા અને આઠ મેગાપિક્સલ ફ્રંટ કેમેરા છે. આ ત્રણ રંગમાં ગોલ્ડન, બ્લેક અને વ્હાઈટમાં મળી રહે છે. આ 26 સપ્ટેમ્બરથી વેચાણ માટે મળી રહેશે.