શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (11:45 IST)

આખા દેશમાં કરો હવે એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ

મોબાઈલ ફોન ગ્રાહક દેશમાં એક સ્થાનથી બીજા સ્થાન પર જવા છતા પોતાનો વર્તમન નંબરનો ઉપયોગ કરી શકે છે. આ માટે ટૂંક સમયમાં જ પુર્ણ મોબાઈલ નંબર પોર્ટિબિલિટી (એમએનપી)ની સુવિદ્યા મળવાની છે. વર્તમાનમાં મોબાઈલ ગ્રાહકોને સમાન સેવા ક્ષેત્રોમાં જ ઓપરેટર બદલવાની સુવિદ્યા છે. મતલબ દિલ્હી એનસીઆરમાં કોઈ ગ્રહાક દિલ્હી એનસીઆરમાં જ નંબર બદલ્યા વગર ઓપરેટર બદલી શકે છે.  
 
એક અધિકારિક સુત્રે જણાવ્યુ કે ટેલિકોમ ડિપાર્ટમેંટે પુર્ણ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી લાગૂ કરવા માટે 31 માર્ચ 2015ની સમય સીમા નક્કી કરી છે. તેણે કહ્યુ. ટેલિકોમ કમિશને પુર્ણ એમએનપી પર ટ્રાઈની ભલામણો સ્વીકારી લીધી છે. કમિશનના નિર્ણયને અંતિમ મંજુરી માટે હવે ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદ સામે મુકવામાં આવશે. 
 
પુર્ણ એમએનપી હેઠળ ગ્રાહક દેશમાં ક્યાય પણ જતા પોતાનો જુનો નંબર કાયમ રાખી શકશે. ટ્રાઈના તાજા આંકડા મુજબ લગભગ 13 કરોડ લોકોને 31 ઓગસ્ટ સુધી એમએનપી સુવિદ્યા માટે અનુરોધ કર્યો છે. ટ્રાઈએ પુર્ણ એમએનપી પર પોતાની ભલામણમાં પ્રસ્તાવને મંજુરી આપવાની તિથિથી છ મહિનાનો સમય દૂરસંચાર કંપનીઓને આપવાની ભલામણ કરી છે. જેથી તે પોતાના નેટવર્કમાં જરૂરી ફેરફાર કરી શકે.