શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 12 મે 2016 (14:00 IST)

ગુજરાતમાં 4 જી લોન્ચ કેવી રીતે ઉપયોગ કરશો

દેશના કેટલાક ભાગોમાં 4 G મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં આ સેવા ક્યારે શરૂ થશે એવો સવાલ પૂછાઈ રહ્યો છે. ગુજરાતીઓ માટે ખુશખબર છે કે  વોડાફોને ગજરાત સહિત ચાર ટેલીકોમ સર્કલમાં તેની 4 G મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરી દીધી છે અને આ મહિનામાં જ ગુજરાતીઓ 4 G મોબાઇલ ઇન્ટરનેટની મજા માણી શકશે. કંપનીએ મુંબઈમાં ફેબ્રુઆરીમાં 4 G મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરી દીધી છે. આ ઉપરાંત દિલ્હી, કોલકાત્તા, કર્ણાટક, કેરળ એ ચાર સર્કલમાં પણ કંપનીએ 4 G મોબાઈલ ઈન્ટરનેટ સેવા લોંચ કરી છે.

ગુજરાત સહિતના ચાર સર્કલમાં 4 G મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ થતાં જ દેશનાં કુલ 1000 શહેરોમાં 4 G મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ થઈ ગઈ છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુનિલ સૂદે આ જાહેરાત કરી હતી.

ગુજરાતમાં મુકેશ અંબાણીની કંપની જીયો 4 G મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરવાની છે પણ વોડાફોનની 4 G મોબાઈલ ઈન્ટરનેટ સેવા તેના પહેલા શરૂ થઈ જતા તેને મોટો ફાયદો થશે.