સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (14:22 IST)

રવિવારે થશે NEET પરીક્ષા SC સ્થગિત કરવાની ના પાડી

સુપ્રીમ કોર્ટએ સીબીએસઈ સુધાર અને કંપાર્ટમેટ પરીક્ષા કાર્યક્રમ અને 12 સેપ્ટેમ્બરને થનારી નીટ યૂજી પરીક્ષાની નોટિફિકેશનને પડકાર આપતી બે અરજીઓ પર સોમવારે સુનવણી કરી. તેમજ સુપ્રીમ કોર્ટએ અરજી પર વિચાર કરવાથી ના પાડતા કહ્યુ કે નીટની પરીક્ષાને સ્થગિત નહી કરાશે. 
 
મેડિકલમાં પ્રવેશ કરવા માટે નીટની પરીક્ષા 12 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે. 
 
કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 12 જુલાઈએ આ જાહેરાત કરી. પ્રધાને ટ્વીટ કરી, ‘નીટ- યુઝી 2021 કોવિડ 19 નિયમોનું પાલન કરતા દેશભરમાં 12 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 19 નિયમોનું પાલન સુનિશ્ચિત કરાવવા માટે પરીક્ષાર્થીઓને કેન્દ્ર પર માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવેશ અને નિકાસ માટે અલગ અલગ સમય હશે. સંપર્ક રહિત પંજીકરણ, યોગ્ય સાફ સફાઈ, સામાજિક અંતરની સાથે બેઠકની વ્યવસ્થા વગેરે સુનિશ્ચિત કરવામાં આવશે.