શુ તમારો જન્મદિવસ એપ્રિલમાં છે ?

એપ્રિલમાં જન્મેલા યુવા વિચિત્ર હોય છે

વેબ દુનિયા|

N.D
તમારો જન્મ કોઈપણ વર્ષના એપ્રિલ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ સુંદર, રૂઆબદાર અને હસમુખ હશો. કલાત્મક વસ્તુઓનુ કલેક્શનનો શોખ રાખનારા અને એંડવેચર પસંદ કરનારા હશો. તમારી અંદર એક વિશેષ પ્રકારનુ ઝનૂન જોવા મળે છે. તમે સ્વભાવથી વિચિત્ર પ્રકારના છો.
જયારે ગુસ્સા પર બિલકુલ કંટ્રોલ નથી રહેતો ત્યારે ગમે તેવુ બોલવા માંડો છો અને સામેવાળા પાસે આશા રાખો છો કે તે તમને માફ કરી દે. પરંતુ એ પણ સાચુ છે કે જ્યારે રંગમાં રહો છો ત્યારે દરેક મહેફિલમાં રંગ જમાવી દો છો. એપ્રિલમાં જન્મેલ યુવાઓનુ સેંસ ઓફ હ્યુમર પણ ગઝબનુ હોય છે.

એપ્રિલમાં જન્મેલા યુવક-યુવતીઓની ખાસ ક્વોલિટી એ છે કે તેઓ એક નંબરના રોમાંટિક હોય છે. જ્યારે તમારી વય સોળની આસપાસની થાય છે ત્યારે તમારા લવ અફેયરની અફવાઓ બનવા માંડે છે. એક સાથે ચાર-પાંચ અફેયરને સાચવવાની તમારામાં ક્ષમતા હોય છે. આ લોકો નાટકબાજ તો એટલા હોય છે કે ગમે તેટલા સારા લોકો પણ તેમની ગ્રીપમાં આવી જાય. ચોરી પકડાય તો રડવા જેવુ મોઢુ બનાવીને માસુમ એવા બની જશે કે પકડનારને દયા આવી જાય. જરૂર પડતા રડવુ, નાટક કરવુ એ તમારા માટે ડાબા હાથની રમત છે.
સેક્સના બાબતે આ લોકો લકી હોય છે. તેમને અપોઝિટ સેક્સ પાસેથી ભરપૂર પ્રેમ મળે છે. તેમનુ પોતાનુ ખુદ પર નિયંત્રણ થોડુ ઓછુ હોય છે. તેથી સમય પડતા બધી સીમાઓ ઓળંગતા તેઓ કોઈ સંકોચ નથી કરતા.

N.D
આ મહિનામાં જન્મેલા યુવા રમત, મીડિયા, એડવર્ટાઈઝિંગ અને પોલિટિક્સમાં સફળ રહે છે. આ તો તેમની વિશેષતા જ કહેવાશે કે તેઓ દુનિયાભરની મસ્તી અને તોફાન કર્યા પછી દરેક નૈતિક-અનૈતિક કામ કર્યા પછી લગ્ન માટે એવા ગંભીર અને સમર્પિત હોવાનો ઢોંગ કરશે કે તેના જૂના કિસ્સા પર કોઈ વિશ્વાસ જ નહી કરી શકે. તેમની અંદર વિલક્ષણ પ્રતિભા જોવા મળે છે. જે પણ ક્ષેત્રમાં પગ મુકે છે તેમા તેઓ સફળતાની ચરમ પર પહોંચે છે. મીડિયામાં છવાય રહેવામાં તેઓ નિપુણ હોય છે. ભલે આ ફિલ્ડમાં તેમની કોઈ લેવડ-દેવડ હોય કે ન હોય.
એપ્રિલમાં જન્મેલી યુવતીઓ બેહિસાબ ખર્ચ કરવામાં નંબર વન હોય છે. કોઈ તેમને આ વાત માટે ટોકી દે તો તેઓ તરત જ ગુસ્સે થઈ જાય છે. તેમના દ્વારા સતાવેલને તો ઈશ્વર જ બચાવે. તેમના ગુસ્સાથી બચીને રહેવુ જોઈએ. જીભ તીખી અને હાસ્ય મીઠુ હોય છે. જો તેમને સફળતા મેળવવી હોય તો તેમને જીભ પર કંટ્રોલ કરવો પડશે.

પોતાની ભૂલનો ટોપલો બીજા પર ફોડવો બંધ કરે તો તેમના તેજ સામે ટકવાની કોઈની પાસે હિમંત નથી. આ લોકો ખુદના દુશ્મન હોય છે, પરંતુ દુનિયાને પોતાના દુશ્મન સમજે છે. તેમને પોતાના રૂપ રંગ પર ઘમંડ હોય છે, તેથી મોટાભાગે એપ્રિલમાં જન્મેલ યુવતીઓ ઘમંડી હોય છે.
લકી નંબર : 1.4, 5, 8.
લકી કલર : ઓરેંજ, મરૂણ અને ગોલ્ડન
લકી દિવસ : સંડે, મંડે, વેડનસડે, ફ્રાઈડે
લકી સ્ટોન : માણેક
સલાહ : રોજ કાળા કુતરાને રોટલી ખવડાવો


આ પણ વાંચો :