શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2014
Written By
Last Updated : બુધવાર, 3 ડિસેમ્બર 2014 (12:23 IST)

જ્યોતિષ - આ રીતે જાણી શકો છો કે તમારી પત્ની કેવી હશે ?

પત્ની સુંદર હશે કે સામાન્ય રૂપ રંગની 
 
જો તમે પણ એ જાણવા માંગો છો કે તમારી પત્ની કેવી હશે તો તેને જાણવાની એક ખૂબ જ સહેલી રીત છે. આનાથી તમે જાતે જ જાણી લેશો કે તમારી પત્ની સુંદર હશે કે સામાન્ય રૂપ રંગની. 
 
ત્યારે સુંદર પત્ની પ્રાપ્ત થાય છે 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંડળીનું સાતમું ઘર વિવાહ સ્થાન કહેવાય છે. જો કુંડળીમાં શુક્ર પહેલ ઘરમાં બેસ્યો હોય કે ગુરૂથી સાતમાં ઘરમાં શુક્ર બેસ્યો છે તો સુંદર પત્ની પ્રાપ્ત થાય છે. 
 
સાતમાં ઘરમાં જે રાશિ છે એ રાશિના સ્વામી ગ્રહને શુક્ર જોઈ રહ્યો હોય કે ગુરૂ સાતમા ઘરમાં બેસ્યો છે તો પણ સુંદર જીવનસાથી પ્રાપ્ત થવાના યોગ બને છે. 
 
 
પત્ની ગોરા રંગની મળશે 
 
કુંડળીમાં જો શુક્ર સાતમા ઘરમાં તુલા, વૃષ કે કર્ક રાશિમાં બેસ્યો છે તો તેનો મતલબ છે કે તમારી પત્ની ગોરા રંગની હશે. નાક નક્શી આકર્ષક હશે. 
 
 
તો મળે છે શ્યામ પત્ની 
 
જેમની કુંડળીમાં સાતમાં ઘરમાં બુધ હોય છે તેમની પત્ની શ્યામ રંગની હોય છે. સાતમા ઘરમાં સૂર્ય હોવાથી પત્નીનો રંગ ઘઉંવર્ણ હોય છે. કુંડળીમાં સાતમા ઘરમાં શનિ કે રાહુ હોય તો જીવનસાથીનો રંગ શ્યામ હોય છે.