શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2014
Written By વેબ દુનિયા|

જાણો કેવો રહેશે ફેબ્રુઆરી મહિનો તમારે માટે

P.R
મેષ : આ મહિનાની શરૂઆતમાં તમારા કાર્ય પૂરા થશે. થોડી ભાગદોડ રહેશે. તમે તમારા વડીલોની સલાહ જરૂર લો. ઉતાવળથી બચો. તમારી ઉતાવળ અને ઉગ્રતા વિવાહ સંબંધોને પ્રભાવિત કરશે. વાહન દુર્ઘટના શક્ય છે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો. વિદ્યાર્થીઓ અને અધ્યન કરનારાઓ માટે સમય અનુકૂળ છે. અભ્યાસ અને ભણવા તરફ વધુ ધ્યાન લાગશે. આધ્યાત્મિક અને સામાજીક કાર્યોમાં ધન ખર્ચ થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે. કોઈ પણ વાદ વિવાદ, કોર્ટ અને કાયદાકીય બાબતે સલાહ ન લો. શત્રુઓથી સાવધાન રહો. આ સમયે તમે લોકો સાથે વાતચીત કરવાનો વધુ પ્રયાસ કરો અને કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સમય સારો છે.

વૃષભ : મહિનાની શરૂઆતમાં તમે શક્તિ અને સ્ફૂર્તિથી ભરેલા રહેશો. પણ ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરો. મનમાં ચંચળતા રહેશે. તમારા શેર બજાર, લોટરી અને સટ્ટા બજાર સાથે જોડાયેલ નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. આ સમયે ગ્રહોનો પ્રભાવ સારો પણ અને ખરાબ પણ રહેશે. વાગવુ કે ઝગડો થવાની શક્યતા છે. મેહનત પછી પણ ફળ અપેક્ષાકૃત નહી રહે. ખર્ચની શક્યતા છે. મહિનાની વચ્ચે શુભ સમાચાર મળવાથી મન ખુશ રહેશે. તમને વેપાર, વ્યવસાય, નોકરીમાં સરળતા અને સફળતા મળશે.

મિથુન - ગ્રહોની ચાલ તમારા પક્ષમા રહેશે. જમીન સંબંધિત કાર્યો ઉચ્ચ સ્તર પર રહેશે. થોડા સતર્ક રહેવાની જરૂર પણ છે. વિચારશક્તિ અને કલ્પનાશક્તિ વધવાની શક્યતા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને કાર્યમાં સફળતા મળશે. લોકો તમારાથી પ્રભાવિત થશે. સામાજીક અને વ્યવ્હારિક કાર્યોમાં અતિ વ્યસ્ત રહેશો. વિદેશ સંબંધિત કાર્ય પૂરા થશે. ધીરે ધીરે તમને નાણાકીય જરૂરિયાતો પૂરી થતી જોવા મળશે. સામાજીક અને વ્યવ્હારિક કાર્યોમાં અતિ વ્યસ્ત રહેશો. વિદેશ સંબંધિત કાર્ય પૂરા થશે. તમારી નાણાકીય જરૂરિયાતો ધીરે ધીરે પૂરી થતી જોવા મળશે. સમય વ્યતિત થવાની સાથે ચંદ્ર-ગુરૂની યુતિ અને શુક્રની સામે પરિભ્રમણ તમને યોગ અને ભોગ બંનેની પ્રાપ્તિ કરાવી શકે છે.

કર્ક : તમને સલાહ છે કે વાહન ધીરે ચલાવો. જમીન દલાલી, રિયલ એસ્ટેટ કે કેમિકલના વ્યયવસાય સંબંધિત જાતક મોટા નિર્ણય ન લે. સરકારી કામકાજોથી બચો. આ મહિનાના શરૂઆતના સમયમાં સ્વાસ્થ્ય સંબધિત સમસ્યા ઓછા સમય માટે છે. અજ્ઞાત ભય પરેશાન કરશે અથવા અંદરથી ગભરાહટ થશે, પણ ચિંતા ન કરો કારણ કે આ સમસ્યા ઓછા સમય માટે જ છે. મહિનાના આગામી પખવાડિયામાં નાણાકીય લાભ, ભાગ્યનો સહયોગ, ભાઈ-બહેન સાથે સંબંધ સુધરશે. અને કાર્યમાં વેગની શક્યતા છે. પણ આ બધા વચ્ચે મનમાં બેચેની રહેવાની શક્યતા છે.

સિંહ : જમીન સાથે સંકળાયેલા કાર્યોમાં લાગેલા જાતકો માટે આ મહિનો વિશેષ રૂપે લાભકારી બની શકે છે. જો કે તેનો સારો કે ખરાબ પ્રભાવ જન્મના ગ્રહો પર નિર્ભર કરે છે. મંગળના રાશિ પરિવર્તનને કારણે થોડીક સાવધાની રાખવાની જરૂર છે. માન-સન્માન વધશે. રોકાણ માટે ઉત્તમ સમય છે. વિદ્યાર્થી વર્ગ ગણેશજીને દુર્વા ચઢાવો. જેનાથી અવરોધ દૂર થશે. મહિનાના મધ્યમાં આત્મવિશ્વાસમાં થોડી કમી આવી શકે છે અને મહત્વપૂર્ણ નિર્ણય અટકી શકે છે. પણ થોડા સમય પછી તમે દરેક કાર્ય આત્મવિશ્વાસથી કરવામાં સફળતા મેળવશો.

કન્યા : આ મહિનો તમારા ભૂતકાળમાં કરેલી મહેનતનુ ફળ આપશે. જમીન સંબંધિત વ્યવસાય કે નોકરી સાથે સંકળાયેલ જાતકો માટે મહત્વપૂર્ણ કહી શકાય છે. આપને આ સમયે ખાસ કરીને મંગળની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. વિદેશ ગમન માટે અનુકૂળ સંયોગ બનશે. પ્રવાસ, સંતાન. ધાર્મિક આયોજન, આધ્યાત્મિક કાર્ય, જનસેવા, નવી મુલાકાત, નવા આયોજન આ બધુ આ સમયે થશે એવો સંકેત ગણેશજી જોઈ રહ્યા છે.

તુલા : મંગળની પૂજા આરાધના કરવી જોઈએ. આ સમય તમે ઉગ્ર સ્વભાવના બની શકો છો. ઉતાવળમાં કોઈપણ પ્રકારનો નિર્ણય ન લો. શત્રુ વ્યવસાયી પ્રતિસ્પર્ધી કે નોકરીમાં પ્રતિસ્પર્ધા માથુ ઉચ કશે. શરૂઆતમાં તમે કલાત્મકતા, સૃજનાત્મકતા વધુ જોવા મળશે. વિચારોમાં નવીનતા દેખાશે. વિદેશથી શુભ સમાચાર મળશે. જમીન મિલકતના કાગળો બનાવી શકો છો. ઈશ્વરમાં તમારી આસ્થા વધશે. અવિવાહિતો માટે વિવાહના યોગ છે. ઓછા અંતરની યાત્રા થશે. તમે સંવેદનશીલ ન બનો.


વૃશ્ચિક - તમે નોકરીમાં બોરિયતનો અનુભવ કરશો. મિત્રો સાથે ફરવાનુ થઈ શકે છે. વેપાર અને ભાગીદારીથી લાભ થશે. સામાજીક ક્ષેત્રમાં માન સન્માન વધશે. શરૂઆતના સમય પછી આવનારો સમય ગણેશજીની શાંતિપૂર્વક પૂજા કરીને વ્યતિત કરવાની સલાહ છે. આ સમયે તમે ક્રોધિત બની શકો છો. લોન લઈને વેપાર શરૂ ન કરો. સલાહ છે કે જમીન, મકાન સંબંધિત વ્યક્તિ સરકારી કાગળોને ઠીક રીતે વાચ્યા પછી જ પરિણામ પર પહોંચે. બની શકે તો વાહન ધ્યાનથી ચલાવો, કારણ કે દુર્ઘટનાની શક્યતા જોવા મળી રહી છે. તમે કામનો બોજ વધવાથી ધીરે ધીરે થાક અનુભવશો.

ધન - આ મહિનામા તમે જમીન સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો તેવી શક્યત છે. મંગળની પૂજા કરવી અતિ જરૂરી છે. જમીન નિર્માણ કાર્ય, ખેતી, મશીનરી જેવા વ્યવસાયમાં સફળતા મળશે. સ્વભાવમાં ઉગ્રતાને કારણે બગડી શકે છે. તમારા વિચારોમાં ઝડપથી પરિવર્તન આવશે અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તકલીફ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવાની સલાહ છે. ઓપરેશન ટાળો. લાંબી યાત્રા શક્ય છે. શત્રુઓના હુમલાની આશંકા હોવાથી કોઈપણ કાર્યમાં બેદરકાર ન રહેશો.
વ્યવસાયમાં મુશ્કેલી નહી આવે પણ કમ્યુનિકેશન ગેપ ન રાખવાથી મુસીબત ન આવે એ વાતને ધ્યાનમાં રાખો.

મકર - આ મહિનામાં તમારા સિતારા સંપૂર્ણ રીતે બુલંદ છે. અને સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા મળશે. તમને મંગળની પૂજા આરાધના કરવાની સલાહ આપવામાં આવે છે. કાયદા અને સરકારી કામકાજમાં તમે સફળતા મેળવી શકો છો. નાની યાત્રાનો યોગ છે. તમે બૌદ્ધિક ચર્ચાઓમા% ભાગ લેશો અને તેમા સફળતા મેળવશો. આ બધુ તમને મહેનત કરવાથી મળશે.


કુંભ - આ મહિનામાં તમારુ વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે. આ મહિનામાં કાર્ય ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ કાર્યો પૂરા થશે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. નવા કાર્ય, વ્યવસાય સ્થાપિત થશે. નિકટના સંબંધીઓમાં બિનજરૂરી કડવાશ આવશે. જમીન ભવનની પ્રાપ્તિના યોગ. ઉચ્ચાધિકારીઓની કૃપા પ્રાપ્ત થશે. વાહનવગેરેના પ્રયોગમાં સાવધાની રાખો. માસના અંતમાં આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે ચિતિત રહેશો. સંતાનથી સુખદ સમાચાર મળશે. યાત્રાઓ વધશે. સ્વાસ્થ્ય નરમ રહેશે. ઉદય વિકાર સર્દી તાવ રહેશે. આ મહિનાની 1,9,8,26 અને 28 તારીખ ફળદાયી
નથી, તેથી સાવધ રહેજો.

મીન - આ મહિનામાં ધનની અવરજવર અને ધનની સ્થિરતા રહેશે. ભૂમિક ભવન સંબંધી કોઈ વિવાદ ઉત્પન્ન થશે. મહિનામાં અનેક વાર ટક્કરની સ્થિતિયો આવશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધ મધુર રહેશે. રાજકીય કાર્યોમાં લાભ મળશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. માતાના સ્વાસ્થ્યને કારણે ચિતિત રહેશો. તમારી યોજના, પ્રતિબદ્ધતા તમને સફળતા અપાવશે. ઉત્તરાર્ધમાં નસીબ જાણે કે તમારી રાહ જોઈ રહ્યુ હશે. વાયુ વિકાર અને ત્વચા રોગને કારણે સ્વાસ્થ્ય પ્રભાવિત રહેશે. મહિનાના અંતમાં હતાશાની ભાવનામાંથી પસાર થશો. જાન્યુઆરી મહિનાની 5,14, 22 અને 24 તારીખો શુભ નથી, તેથી સાવધ રહેવુ જોઈએ.