શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2014
Written By
Last Modified: મંગળવાર, 6 મે 2014 (14:11 IST)

જ્યોતિષ - જ્યારે કામ થતાં થતા રહી જાય તો આટલુ કરો

દરેક માણસ પોતાનું કામ પોતાની સુવિધા પ્રમાણે કરે છે. પરંતુ એવા પણ લોકો છે જે શુભ મુહુર્ત જોયા વગર કોઈ કામ નથી કરતા. આ સંદર્ભમાં ત્રષિ- મહર્ષિ, મુનિયો,અને જ્યોતિષ પણ દરેક કામ મુહુર્ત મુજબ કરવાની સલાહ આપે છે. શુભ મુહુર્તમાં કામ કરવાથી કાર્ય પુર્ણ રૂપે સંપન્ન થવાની શક્યતા વધુ હોય છે. 
 
આમ તો કોઈ પણ દિવસ ખરાબ નથી હોતો. આપણા ગ્રહોનો જ પ્રભાવ દિવસ ને સારો કે ખરાબ બનાવે છે.  આવામાં મનમાં કોઈ પ્રકારની શંકા હોય  અને તમે કોઈ શુભ કામ માટે ઘરથી બાહર નીકળતા હોય તો કઈંક એવું અજમાવો,જે તમારા દિવસને શુભ બનાવવામાં તમારી મદદ કરે. 
 
દરેક દિવસ શુભ અને કલ્યાણકારી હોય છે પણ જો આપણા સિતારા અનુકુળ ના હોય તો પ્રતિકૂળ પ્રભાવ કરે છે. જો તમે પણ ગ્રહોના અશુભ યોગથી પરેશાન છો અને તેના પ્રભાવથી તમારા દરેક શુભ કાર્યમાં અવરોધ આવે છે તો આ ચમત્કારી ઉપાય એક વાર જરૂર કરો. આ ઉપાયોથી દિવસની અનૂકૂળતામાં ફેરવાય છે. 
 
*રવિવારે ખાવાનું પાન તમારી સાથે રાખીને જાવ.
* સોમવારે અરિસામાં તમારો ચેહરો જોઈને જાવ.
*બુધવારે કોથમીરના પાંદડાં ખાઈને જાવ.
* ગુરુવારે સરસિયાના થોડાક દાણા મોઢામાં નાખીને જાવ.
* શુક્રવારે દહીં ખાઈને જાવ.
* શનિવારે આદું અને ઘી ખાઈને જવું.