શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2014
Written By વેબ દુનિયા|

જ્યોતિષ : યુવતીઓના લગ્ન મોડા થવાનુ કારણ

W.D


છોકરીઓના લગ્ન થઈ જવા એ યોગ્ય સમજવામાં આવે છે. દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તે પોતાની છોકરીનું લગ્ન યોગ્ય સમયે કરી દાયિત્વથી મુક્ત થાય.પણ કેટલીક બાબતોમાં માતા-પિતાના લાખ પ્રયત્ન કરવા છતાં છોકરીના લગ્નમાં વિઘ્ન આવે છે અને સામાન્યથી વધારે ઉમરમાં જ છોકરીનું લગ્ન થાય છે.

લગ્નમાં વિલંબના પ્રમુખ કારણ

- જયોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે જયારે કુંડળીના પહેલા ઘરમાં સૂર્ય્ મંગલ બુધ બેઠા હોય અને ગુરુ આના એક ઘર પાછળ એટલે બારમાં ઘરમાં બેસેલો હોય તો છોકરીનું લગ્ન સામાન્યથી વધારે ઉમરમાં થાય છે.

- વિવાહ સ્થાનના સ્વામી ગ્રહ એટલે સાતમાં ઘરમાં સ્વામીની સાથે જો શનિ બેઠો હોય તો છોકરીના લગ્નમાં મોડું થાય છે.

- જે છોકરીની કુંડળીમાં મંગળ સાતમાં, બીજા અને આઠમાં ઘરમાં હોય તેના લગ્નમાં પણ વિલંબ થાય છે. છોકરીની કુંડળીમાં શનિ અને બુધ સાતમા ઘરમાં બેસતા વૈવાહિક સુખ ઓછુ મળે છે.