બુધવાર, 13 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

Aries- જાણો મેષ રાશિ માટે કેવુ રહેશે આ વર્ષ

નમસ્કાર મિત્રો.. ગુજરાતી વેબદુનિયાના જ્યોતિષ ચેનલમાં આજે અમે તમને બતાવીશુ કે મેષ રાશિના લોકો માટે નવુ વર્ષ 2018 કેવુ રહેશે... 
રાશિફળ 2018ના મુજબ મેષ રાશિના જાતકો માટે આ વર્ષે સરેરાશ રહેનારુ છે. ગુરૂની કૃપાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. બીજી બાજુ નોકરી વ્યવસાય અને આર્થિક સ્થિતિમાં પણ અનુકૂળતા કાયમ રહેશે.  જો કે અભ્યાસના મામલે પ્રદર્શન સામાન્ય રહેશે. આ વર્ષે પ્રેમ અને દાંપમ્તય જીવન ખુશહાલ રહેશે. 
રાશિફળ 2018 મુજબ આપનું સ્વાસ્થ્ય 
આ વર્ષે મેષ રાશિના જાતકોનુ સ્વાસ્થ્ય સારુ રહેશે.  જેનુ કારણ છે ગુરૂની તમારી રાશિ પર કૃપા દ્રષ્ટિ. ખાસ કરીને ઓક્ટોબરના મહિના સુધી ગુરૂની કૃપા દ્રષ્ટિ તમને મળતી રહેશે.  અને તમે આરોગ્યપ્રદ રહેશો. જો તમને હ્રદય કે છાતી સંબંધિત કોઈ તકલીફ છે તો તમને તમારો ખ્યાલ રાખવાની સલાહ આપવામાં આવે છે અને રાહુ તેમજ શનિનો ઉપાય પણ કરવાની સલાહ આપવામાં આવે છે. બાકી કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા થવાની શક્યતા ઓછી જ છે. વર્ષના અંતે બે મહિનામાં વાહન ચલાવતી વખતે સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
રાશિફળ 2018 મુજબ મેષ રાશિના જાતકોનો અભ્યાસ 
મેષના ફળાદેશ મુજબ મેષ રાશિવાળાની શિક્ષા માટે આ વર્ષ સામાન્ય રીતે સરેરાશ રહેવાનુ છે. રાહુ તમારા ચતુર્થ ભાવમાં છે જે શિક્ષા અને વિષય વસ્તુથી ધ્યાન હટાવવાની કોશિશમાં રહી શકે છે. પણ ઓક્ટોબર સુધી ગુરૂની દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવ પર છે જે તમારા મસ્તિષ્કને ચૈતન્ય રાખશે અને તમે વિસંગતિયોને પાર કરીને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. પણ 11 ઓક્ટોબર પછી નો સમય થોડો કમજોર રહી શકે છે. તેથી એ સમય ખાસ કરીને મનને શાંત રાખો. આવુ કરીને તમે તમારા અભ્યાસથી મળનારા પરિણામોને વધુ સારા કરી શકશો. 
 
રાશિફળ 2018 મુજબ આપની આર્થિક સ્થિતિ 
મેષ રાશિનુ 2018નુ ભવિષ્ય ફળ કહે છે કે મેષ રાશિવાળા જાતકોને આ વર્ષે આર્થિક મામલામાં અનુકૂળતા મળતી રહેશે.  ભલે બચત ન થઈ શકે કે ઓછી થાય પણ આવકની નિરંતરતા બની રહેશે.  જેનુ કારણ છે વ્યયેશ ગુરૂની દ્રષ્ટિ તમારા લાભ ભાવ પર રહેશે. લાભેશ શનિ પણ લાભ ભાવ પર દ્રષ્ટિ નાખી રહ્યુ છે. તેથી લાભ મળવાની સારી શક્યતા છે. પણ નૈસર્ગિક ક્રૂર ગ્રહ શનિની દ્રષ્ટિને કારણે ક્યારેક ક્યારેક લાભમાં થોડો અવરોધ પણ આવી શકે છે.  પણ ટૂંકમાં પરિણામ એ રહેશે કે આવકમાં સતતતા કાયમ રહેશ પણ બચત ઓછી માત્રામાં થઈ શકશે.  ઓક્ટોબર પછી કેટલાક અપ્રત્યક્ષ ધન લાભ મળવાના પણ યોગ બની રહ્યા છે. 
 
રાશિફળ 2018 મુજબ આપનો નોકરી ધંધો 
2018ની ભવિષ્યવાણી મુજબ નોકરી માટે આ વર્ષ અનુકૂળ છે. જો કે કર્મેશના નવમ ભાવ મતલબ પોતીકાઓથી દ્રાદશ હોવાને કારણે ભાગ દોડ વધુ રહી શકે છે. પણ નવમ ભાવ ભાગ્ય ભાવમાં છે તેથી કર્મ અને ભાગ્યના સંગમથી પરિણામ ખૂબ સારા મળવાના છે. જો તમારા કામનો કોઈ સંબંધ દૂરના સ્થાઅન્ન કે વિદેશ સાથે છે તો પરિણામ વધુ સારા રહેવાના છે. જો તમે તમારા પૈતૃક કામને અંજામ આપી રહ્યા છો તો પિતા સાથે કામમાં મદદ કરી રહ્યા છો તો કામમાં થોડુ ધીરાપણુ રહી શકે છે.  પિતાજી કે કોઈ વરિષ્ઠ સાથે થોડો મતભેદ રહી શકે છે. જો આ વાતો પર ધ્યાન આપીને વ્યવ્હાર કરશો તો  કામ ધંધા માટે આ વર્ષ અનુકૂળતા આપતુ રહેશે. 
 
રાશિફળ 2018 મુજબ આપનું પ્રેમ અને દાંમ્પત્ય જીવન 
રાશિફળ 2018 મુજબ આ વર્ષ પ્રેમ સંબંધો માટે ખૂબ સારુ રહી શકે છે.  જીવનમાં સૌભાગ્યનો રસ્તો ખોલનારા દેવગુરૂ ગુરૂવાર તમારા સપ્તમભાવમાં છે.  તેથી વૈવાહિક મામલામાં આ તમારી ખૂબ મદદ કરવાના મૂડમાં છે. જો તમારી વય વિવાહની થઈ ગઈ છે તો આ વર્ષે તમારી પૂરી મદદ કરવા તૈયાર છે. સગાઈ અને પ્રેમ સંબંધ માટે પણ વર્ષ અનુકૂળ રહેશે.  જો કે જો તમે આ મામલે ઓક્ટોબર મહિના સુધી પહેલ કરી લેશો તો સારુ રહેશે. 
 
રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર 
જો વર્ષ 2018માં તમારા ભાગ્ય સ્ટારની વાત કરવામાં આવે તો વર્ષ 2018 તમને 5માંથી 3.5 સ્ટાર આપવા માંગી રહ્યુ છે. 
 
વર્ષ 2018 સારુ રહે એ માટે આવો જાણો ઉપાય 
ઉપાયના રૂપમાં તતમારે રાહુની શાંતિ માટે વિશેષ અનુષ્ઠાન કરાવવુ જોઈએ. માતા અને માતા તુલ્ય સ્ત્રીઓની સેવા કરો. ચાંદીના નાગ નાગિન પાણીમાં વહાવો..