સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

Capricorn - જાણો વૈદિક રાશિપ્રમાણે મકર રાશિફળ 2018(See Video)

મકર રાશિફળ 2018 - 
રાશિફળ 2018ના મુજબ મકર રાશિવાળા જાતકો માટે આ વર્ષ અનુકૂળ રહેશે. જો તમે સ્વાસ્થ્ય જીવન પર નજર નાખશો તો તેમા તમારે સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ આ વર્ષ સારુ રહેશે. જો તમારા આર્થિક જીવન પર નજર નાખશો તો તેમા તમને લાભ મળવાના યોગ છે. ચાલો વિસ્તારથી જાણીએ વર્ષ 2018 માં શુ કહે છે તમારા સિતારા.. 
રાશિફળ 2018 મુજબ તમારુ સ્વાસ્થ્ય 
તમારો લગ્નેશ દ્વાદશ ભાવમાં છે. તેથી સ્વાસ્થ્યને લઈને બેદરકારી યોગ્ય નહી રહે.  શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સારુ રહે એ માટે સકારાત્મક વિચાર જરૂરી રહેશે.  કોશિશ એ હોય કે વિચારોમાં કોઈ ઉલઝાવ ન આવે.  દૂરની યાત્રાઓ દરમિયાન પણ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કે પ્રથમ ભાવ પર કેતુ હોવાને કારણે આ વર્ષે ક્યારેક ક્યારે  બીમારીનો ભ્રમ પણ હોઈ શકે છે. પણ ઓવર ઓલ સ્વાસ્થ્ય સામાન્ય સરેરાશ રહેશે.  ભાગદોડને કારણે શરીરની ઉર્જા કમજોર રહી શકે છે. જો કે વધુ ચિંતાવાળી વાત નથી. પણ સ્વાસ્થ્ય ચિંતન અને વ્યાયામ વગેરે તો જરૂરી રહેશે. 
 
રાશિફળ 2018 મુજબ શિક્ષણ 
મકર રાશિ વાળાની શિક્ષણ માટે આ વર્ષ સામાન્ય સારુ રહેવાનુ છે. સપ્ટેમ્બર સુધી ગુરૂની દ્રષ્ટિ તમારા બીજા ચોથા અને છઠ્ઠા સ્થાન પર રહેશે.  આવામાં વ્યવસાયિક શિક્ષણ લેનારા, બૈકિગ અને કાયદાનુ શિક્ષણ લેનારાઓને, મેનેજમેંટના વિદ્યાર્થીઓને વગેરે માટે વર્ષ વિશેષ અનુકૂળતા આપશે. સપ્ટેમ્બર પછી ગુરૂ તમારા લાભ ભાવમાં હશે. આ પણ એક સારી સ્થિતિ છે.  મતલબ આ સમય પણ શિક્ષણમાં અનુકૂળ પરિણામ મળતા રહેશે. મતલબ બસ જરૂર એ છે કે તમે તમારા લક્ષ્ય પર ધ્યાનને પૂરી રીતે કેન્દ્રીત કરો અને નિષ્ઠા પૂર્વક અભ્યાસ કરશો તો પરિણામ સારા જ મળશે. 
 
રાશિફળ 2018 મુજબ આર્થિક સ્થિતિ 
 
ધનના કારક ગુરૂ સપ્ટેમ્બર સુધી તમારા કર્મ સ્થાન પર છે અને પછી તે લાભ સ્થાન પર રહેશે. સ્વભાવિક છે પહેલા આ તમારા કાર્યને સારા બનાવીને પરિણામ તો સારુ બનાવશે બીજી બાજુ લાભના વધુ સારા શ્રોત આપવાનુ વચન આપી રહ્યા છે.  જો કે લગ્નેશના દ્વાદશમાં થવાથી કેટલાક કારણ વગરના ખર્ચ રહેશે. પન જો તમે કોઈપણ પ્રકારથી વિદેશ સાથે જોડાયેલા છો કે ઈંટરનેટના માધ્યમથી કમાણી કરનારાઓમાંથી છો તો શનિના દ્વાદશ ભાવમા હોવુ નુકશાન નહી આપે. પણ અનુકૂળતા આપશે અને તમે ખૂબ કમાણી કરી શકો છો.  સાથે જ ધન સ્થાન પર ગુરૂની દ્રષ્ટિ તમારા ધન સંચય પ્રત્યે જાગૃત પણ કરશે. 
 
રાશિફળ 2018 મુજબ પ્રેમ અને દાંમ્પત્ય 
 
આ વર્ષ પ્રેમ સંબંધો માટે સામાન્ય સરેરાશ રહી શકે છે સપ્તમમાં સ્થિત રાહુ આ વાતની તરફ ઈશારો કરી રહ્યા છે કે તમે પરસ્પર શંકાથી બચવુ પડશે. એવુ બની શકે છે કે સાથીની ગતિવિધિયો થોડી શંકાસ્પદ રહે પણ આ જરૂરી નથી કે એ તમારાથી જે છિપાવી રહ્યા છે તેની પાછળ તેમનો ઉદ્દેશ્ય તમને અંધારામાં રાખવાનુ છે.  કદાચ તે જે કંઈ છુપાવે તેમા તમારી ખુશી રહેલી છે. સપ્ટેમ્બર પછી નો સમય તમારે માટે સારો રહેશે.  મતલબ વર્ષના અંતે કોઈ મંગળ કાર્યના થવાની શક્યતાઓ બની રહી છે. 
 

રાશિફળ 2018 મુજબ કામ ધંધો 
કાર્ય વેપાર માટે વર્ષ 2018 સારુ રહેવાનુ છે. કારણ કે વર્ષના મોટાભાગના મહિનાઓમા ગુરૂના ગોચર તમારા કર્મ સ્થાન પર રહેશે જે તમારા કામ ધંધાને સારુ રાખશે. તમારા કામ કરવાની રીત વધુ સારી રહેશે.  સ્વભવિક છે તેનાથી ફક્ત તમારા કાર્યોને પ્રશંસા મળવા ઉપરાંત તમારુ પ્રમોશન પણ થશે.  જો  નોકરીયાત છો તો આ વર્ષે તમને પ્રમોશન મળવાની સારી શક્યતા છે. જો કે સાઢે સાતીના પ્રભાવને કારણે  લક્ષ્યોની પૂર્તિનુ તમને અપેક્ષાકૃત વધુ મહેનત કરવાની જરૂર રહેશે પણ પરિણામ સામાન્ય કરતા સારુ જ મળશે. ટૂંકમાં તમે સફળતા તરફ વધશો પણ કામ ધીમી ગતિથી પૂરા થશે તેથી અધીર થયા વગર કામને અંજામ આપો પરિણામ સારુ જ મળશે. 
રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર 
રાશિફળ 2018 મુજબ મકર રાશિના જાતકોને 5માંથી 3.5 સ્ટાર્સ આપવામાં આવે છે. 
 
રાશિફળ 2018 મુજબ ઉપાય 
ઉપાયના રૂપમાં તમને રાહુ-કેતુની શાંતિનુ વિશેષ અનુષ્ઠાન કરાવવુ જોઈએ અને નિયમિત રૂપે હનુમાનજીની પૂજા ઉપાસના કરો.