શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

Leo - જાણો સિંહ રાશિ માટે કેવુ રહેશે વર્ષ 2018

રાશિફળ 2018 મુજબ સિંહ રાશિવાળા જાતકો માટે આ વર્ષ અનુકૂળ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને આ વર્ષ સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.  વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અનુકૂળ રહેવાના સંકેત આપી રહ્યુ છે.  બીજી બાજુ આર્થિક જીવનમાં લાભ મેળવવા માટે તમારે આ વર્ષે વધુ મહેનત કરવાની જરૂર છે.  આ ક્ષેત્રમાં તમને ઉતાર ચઢાવવાળી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.  આવો સિંહ રાશિના જાતકોનુ જીવન કેવુ રહેશે તેના પર નાખીએ એક નજર .. 
રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય 
આ વર્ષ સિંહ રાશિવાળાના સ્વાસ્થ્યના સામાન્ય રીતે સારા પરિણામ આપવાનુ વચન આપી રહ્યા છે. ષષ્ઠેશ શનિ પોતાનાથી દ્વાદસ ભાવ મતલબ કે પંચમ ભાવ છે. જે કોઈ મોટી પરેશાની ન આવવાના સંકેત આપી રહ્યુ છે પણ પંચમ ભાવમાં શનિનુ ગોચર પેટ સાથે સંબંધિત કેટલીક તકલીફો આપી શકે છે. મતલબ આ વર્ષે તમને ઉદર વિકાર અને ગેસ બનવાની પરેશાની રહી શકે છે.  શનિનો પંચમ ભાવમાં હોવુ ક્યારેક ક્યારે મતિ ભ્રમની સ્થિતિ પણ ઉભી કરે છે. મતલબ મનમાં ઉદ્દ્વિગ્નતા તનાવ અને ઉત્તેજનાના ભાવ રહી શકે છે.   જો પહેલાથી જનનાંગો સાથે સંબંધિત કોઈ પરેશાની છે તો એ મામલે સજાગ રહેવાની જરૂર રહેશે. રાહુના દ્વાદશ ભાવમાં હોવાને કારણે ક્યારેક ક્યારેક અનિદ્રા કે ઊંઘ મોડા આવવાની તકલીફ રહી શકે છે.  આવામાં સમયસર સૂવા અને જાગવાની ટેવ નાખવાથી તુલનાત્મક રૂપે સારાપણાનો અનુભવ થશે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

રાશિફળ 2018 મુજબ શિક્ષણ 
શિક્ષા માટે આ વર્ષ તમારે માટે સામાન્ય રીતે અનુકૂળ રહેવાનુ છે. ગુરૂ સપ્ટેમ્બર સુધી તમારા ત્રીજા ભાવમાં છે તેથી તમારી અંતપ્રજ્ઞા ખૂબ સારી રહેશે. જોકે તમારુ બાહ્ય પ્રસ્તુતિકરણ પર ધ્યાન આપવાની જરૂર રહેશે.  કારણ કે જ્યા ત્રીજ અભાવનો ગુરૂ તમરી અંત પ્રજ્ઞાને મજબૂત કરવનો સંકેત આપી રહ્યો છે તો બીજી બાજુ પંચમ શનિ તમારા પ્રસ્તુતિકરણને થોડો ધીમો કરી શકે ક હ્હે. આવામાં તમને સામંજસ્ય બેસાડવાની જરૂર રહેશે.  શનિની દ્રષ્ટિ બીજા ભાવમાં રહેશે. તેથી જેમને વધુ બોલવાની જરૂર રહે છે તેમણે વાણી પર વિશેષ સંયમ રાખવો પડશે.  ઈંટરવ્યુ આપતી વખતે ઓછુ બોલો અને સાર્થક બોલો.  સાથે જ પંચમમાં શનિને જોતા તમારે માટે સલાહ એ પણ છે કે સારી સંગતિમાં રહો અને સાર્થક કાર્ય કરો. આવુ કરવાની આવુ કરીને તમે તમારા અભ્યાસથી મળનારા પરિણામોને વધુ સારા કરી શકશો. 
 
રાશિફળ 2018 મુજબ આર્થિક સ્થિતિ 
સિંહ રાશિવાળા જાતકોને આર્થિક મામલા માટે આ વર્ષ સામાન્ય રીતે સારુ રહેશે. જો કે બચત માટે તમારે મહેનત વધુ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે તમારા લાભ અને ધન બંને ભાવ પર શનિની દ્રષ્ટિ છે. તેથી લાભ પ્રાપ્તિ અને બચત બંને માટે તમને વધુ મહેનત કરવાની જરૂર પડશે.  પણ લાભ ભાવ પર ધનના કારક ગ્રહ ગુરૂની પણ દ્રષ્ટિ છે. તેથી લાભ પ્રાપ્તિમાં વધુ પરેશાની નહી થાય.  આવકમાં વધારો પણ શક્ય છે. કોઈપણ કામનો લાભ ભલે મોડા મળે પણ યોગ્ય મળશે.  સાર્થક મળશે ધન ભાવ પર ફક્ત શનિની દ્રષ્ટિ છે તેથી બચતમાં પરેશાની રહી શકે છે.  કોઈને કોઈ પરોક્ષ ખર્ચ સામે આવી જશે અને બચતના સપનામાં અવરોધ આવી શકે છે.  ખર્ચના સ્થાન પર રાહુ છે તેથી તમે ઓનલાઈન ખરીદારી પર પણ ખૂબ ખર્ચ કરી શકો છો. જો કે આ મામલે ધ્યાન એ આપવાનુ છે કે તમે પ્રતિષ્ઠા પ્રાપ્ત વેબસાઈટ્સના માધ્યમથી જ કરો તો સારુ રહેશે નહી તો કંઈ પણ ફ્રોડ થઈ શકે છે. 
રાશિફળ 2018 મુજબ પ્રેમ અને દાંમ્પત્ય 
તમારો પંચમેશ બૃહસ્પતિ સપ્ટેમ્બર સુધી તમારા ત્રીજા ભાવમાં રહેશે મતલબ પોતીકાઓથી લાભ ભાવમાં રહેશે. સ્વાભાવિક છે આ પ્રેમ સંબંધોમાં સારા સંબધોનુ દ્યોતક છે.. પણ પંચમ ભાવમાં શનિની સ્થિતિને જોતા એ પણ કહેવુ પડશે કે આ મામલે ક્યારેય ક્યારેક નીરસતા પણ જોવા મળી શકે છે. જો કે શનિ સાચા સંબંધોની સમર્થક પણ છે મતલબ વિવાહિત લોકો અને જેમને પરસ્પર વિવાહ કરવાનો ઈરાદો છે તેમના સંબંધોમાં કોઈ નીરસતા નહી આવે પણ ટાઈમપાસ કરવાના ઈરાદાથી જેમણે સંબંધો જોડી રાખ્યા છે તેમના સંબંધોમાં ખટાશ આવવાના પણ યોગ બનેલા છે. જો કે પરણેલાને પોતાના જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કેટલીક ચિંતાઓ રહી શકે છે.  પણ કોઈ મોટી સમસ્યાના યોગ નથી. 
 
રાશિફળ 2018 મુજબ નોકરી અને વ્યવસાય 
સિંહ રાશિવાલાને કાર્યક્ષેત્ર માટે આ વર્ષ થોડુ ઉતાર ચઢાવવાળુ રહી શકે છે. બની શકે કે તમે તમારા નોકરી અને વ્યવસાયમાં થોડો ફેરફાર કરવાનુ વિચારો. બની શકે કે આ ફેરફાર આંશિક રૂપે પણ હોય અને બની શકે કે આ ફેરફાર તમારી કાર્યશૈલીમાં જ હોય. જો નોકરિયાત છો તો કોઈ સ્થાનાંતરણ પણ શક્ય છે. ટૂંકમા સપ્ટેમ્બર મહિના સુધી ભાગદોડ વધુ રહી શકે છે પણ સપ્ટેમ્બર 2018 પછી ગુરૂની કૃપા દ્રષ્ટિ કર્મ સ્થાન પર થશે મતલબ એ સમયે તમને તુલનાત્મક રીતે સારા પરિણામ મળશે.  કાર્યક્ષેત્રમાં ઉન્નતિના યોગ છે. જો નોકરી કરો છો તો સપ્ટેમ્બર પછી પ્રમોશનના રસ્તા ખુલવાના સુંદર યોગ બની રહ્યા છે. 
 
રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર 
રાશિફળ 2018 મુજબ સિંહ રાશિના જાતકોને 5માંથી 3 સ્ટાર્સ આપવામાં આવે છે. 
 
રાશિફળ 2018 મુજબ ઉપાય 
 
ઉપાયના રૂપમાં તમારે શનિની શાંતિ માટે વિશેષ અનુષ્ઠાન કરાવવુ જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્હ્તીઓની મદદ કરવી જોઈએ. સાથે જ નિયમિત રૂપે શિવ ચાલીસાનો જપ કરો.