શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : બુધવાર, 16 મે 2018 (13:41 IST)

રાહુકાળ સમાપ્ત થતા જ બીજેપી કર્ણાટકમાં બનાવશે સરકાર

કર્ણાટકમાં બીજેપીને સૌથી મોટી પાર્ટી બન્યા પછી પણ સરકાર બનાવવામાં અસમંજસની સ્થિતિ ને દૂર કરી શકે છે.  બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા બુધવારે દિલ્હી પહોંચશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના રહેઠાણ પર મુલાકાત કરશે. આ દરમિયાન બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેટલાક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી પણ હાજર રહેશે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ આ નિર્ણય એટલા માટે અટવાયો છે કારણ કે આજે બપોરે 12 થી 2 વાગ્યા સુધીનો સમય રાહુકાળનો માનવામાં આવ્યો છે.  વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુકાળનો સમય અશુભ માનવામાં આવે છે. કોઈ શુભ કાર્યને રાહુ કાલના દરમિયાન કરવામાં આવતુ નથી.  રાહુકાળમાં કરવામાં આવેલ શુભ કાર્ય ક્યારેય પૂર્ણ થતા નથી. 
શુ છે રાહુ કાળ 
 
ઉલ્લેખનીય છે કે રાહુ કાળનો દિવસ એક એવો સમય છે જ્યારે રાહુ પોતાના પૂર્ણ પ્રભાવમાં રહે છે. એ દરમિયાન જો કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો સફળતની શંકા રહે છે. તેથી પંડિત અને જ્યોતિષ એ સમયને ટાળવાની સલાહ આપે છે. આવો જાણીએ શુ છે રાહુ કાળ. રાહુને પાપનો ગ્રહ માનવામા6 આવે છે. કોઈપણ શુભ કાર્ય કે યાત્રા પ્રસ્થાન ન કરવી જોઈએ. કારણ કે ગ્રહોના ગોચરમા6 બધા ગ્રહોનો દરેક દિવસ એક ચોક્કસ સમયનો હોય છે. તેથી રોજ એક સમય રાહુ માટે પણ હોય છે.  જેને રાહુ કાલ કહે છે. જુદા જુદા સ્થાન પર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય મુજબ રાહુ કાળની અવધિ પણ જુદી જુદી હોય છે. 
ક્યા દિવસે અને ક્યારે હોય છે રાહુ કાળ - રાહુ કાળ ક્યારેય પણ દિવસના પ્રથમ ભાગમાં નથી હોતો. આ ક્યારેય બપોરે તો ક્યારેય સાંજે હોય છે અને સૂર્યાસ્ત પહેલા જ પડે છે. રાત્રે પણ નથી આવતો.