રાશિફળ 2018 - તમારી સેલેરીના થોડાક ભાગનો આ રીતે કરો પ્રયોગ .. ચમકી જશે નસીબ

Last Modified રવિવાર, 17 ડિસેમ્બર 2017 (13:08 IST)
મુજબ જોબની પ્રથમ સેલેરી દ્વારા જો તમે વિશેષ વસ્તુઓ ખરીદો છો તો સદા ખુશીઓ કાયમ રહેશે. જ્યોતિષી મુજબ બધી રાશિઓ માટે તેમની સેલેરીનો થોડોક ભાગ જો વિશેષ વસ્તુઓની પાછળ ખર્ચ કરવામાં આવે તો તેમને માટે વિશેષ લાભદાયક સાબિત થશે.

રાશિફળ 2018 મુજબ જોબનુ મળવુ અને જોબનું ટકી રહેવુ
બંને જ નસીબ પર આધારિત છે. કિસ્મત જો સારી હોય તો સેલેરી સારી મળતી રહે છે નહી તો મુશ્કેલીઓ પણ આવે છે. સેલેરી આવતી રહે અને તેની સાથે ખુશીઓ પણ આવતી રહે એ માટે રાશિ મુજબ કેટલાક વિશેષ કામ કરવા જોઈએ. જાણો રાશિ મુજબના એ ઉપાય

મેષ - સેલેરી મળતા તેનો થોડોક ભાગ દાન કરવામાં વાપરો. ગરીબ અને નિર્ધન વ્યક્તિઓને ખાવા પીવાની વસ્તુઓનુ દાન આપો.

આવુ કરવાથી ઓફિસમાં તનાવ ઓછો થશે અને દુર્ઘટનાઓથી બચાવ થશે.

વૃષભ - સેલેરી મળતા તેના થોડાક ભાગથી ફળ ખરીદો. ખાસ કરીને કેળા અને સફરજન. આ બંને ફળોને દર્દીઓમાં વહેંચો.. ગાયને

ખવડાવો. આવુ કરવાથી નોકરી મળવાના અવરોધ દૂર થશે.. આરોગ્યની રક્ષા થઈ જશે.

મિથુન - સેલેરી મળતા થોડાક ભાગથી વસ્ત્ર અને સૌદર્ય પ્રસાધન ખરીદો. તેને કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને આપી દો. ધ્યાન રાખો કે

તેમા કોઈ પણ કાળી વસ્તુ ન હોવી જોઈએ. અવુ કરવાથી તમારુ વૈવાહિક જીવન સુખદ રહેશે. સાથે જ તમને ધનની બચત પણ

થઈ જશે..

કર્ક - પગાર મળતા તેના થોડાક ભાગ વડે કપડા અને જોડા ખરીદો. તેને ઘરની આસપાસના કોઈ વૃદ્ધને પ્રેમ પૂર્વક આપી દો. તેનાથી તમારા કામમાં ખૂબ ઉન્નતિ થશે. સાથે જ તમારા આરોગ્ય અને આયુની રક્ષા થશે.

સિહ - સેલેરીનો થોડાક ભાગથી તમે ફૂલ અને છોડ ખરીદો અને ઘરમાં કે આસપાસ લગાવો. આવુ કરવાથી તમારો તાલમેલ ઉચ્ચ

પદાધિકારી સાથે ખરાબ નહી થાય. સાથે જ સંતાન પક્ષ તરફથી તમને ક્યારેય કષ્ટ નહી થાય્

કન્યા -સેલેરીનો થોડો ભાગ તમે મીઠાઈ ચોકલેટ ખરીદો. ઘરની આસપાસના લોકોમાં પ્રેમથી વહેંચો. ખાસ કરીને બાળકોની વચ્ચે.

તેનાથી તમારી નોકરી વારે ઘડીએ જતી રહેવી બંધ થઈ જશે.. સાથે જ તમે દુર્ઘટનાથી બચ્યા રહેશો.

તુલા - તમારી સેલેરીનો થોડોક ભાગ તમે હોસ્પિટલમાં દાન કરો. સાથે જ કોઈ બીમાર વ્યક્તિની સારવાર કરાવો. આવુ કરવાથી તમારી નોકરી કોઈપણ પ્રકારના અવરોધ વગર ચાલતી રહેશે. સાથે જ પારિવારિક જીવન પણ સુખમય વીતશે.

વૃશ્ચિક - સેલેરીના થોડા ભાગમાંથી તમે લોકો માટે પાણી પીવાની વ્યવસ્થા કરાવો.. એક પાક્કુ પાણીનુ સ્ત્રોત બનાવી શકો છો કે જુદા જુદા સ્થાન પર પાણીની પરબ મુકાવી શકો છો. આવુ કરવાથી તમને ધનનો ભાવ નહી રહે.. સાથે જ તમારી સંપત્તિની સમસ્યા પણ દૂર થશે.

ધનુ - પગારના થોડાક ભાગથી વાંચવા લખવાનો સામાન ખરીદો. તેને બાળકોમાં વહેચો.. આવુ કરવાથી નોકરીમાં વારેઘડીએ તમને સ્થાન પરિવર્તન નહી થાય. સાથે જ તમારી સંતાન સંબંધિત સમસ્યા દૂર થશે.

મકર - પગારના થોડા ભાગથી તમે ખાવા પીવાની વસ્તુઓ ખરીદો. તેને સોમવારના દિવસે ગરીબ વ્યક્તિઓમાં વહેંચી દો. તમારો ખર્ચ કાબૂમાં રહેશે.
સાથે જ તમે મનપસંદ નોકરી કરી શકશો.

કુંભ - સેલેરીનો થોડો ભાગ તમે લોકોના મફત સારવાર પર ખર્ચ કરો. તમે દવાઓ પણ વહેંચી શકો છો. આવુ કરવાથી તમારુ આરોગ્ય સારુ રહેશે. સાથે તમને ધનનો અભાવ નહી થાય.

મીન - સેલેરીનો થોડા ભાગથી તમે પશુ પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરાવો. આવુ કરવાથી તમારો વ્યવશાર સદૈવ ઉત્તમ રહેશે. તમારા સહકર્મચારીઓ સાથે તમારો વિવાદ નહી થાય.


આ પણ વાંચો :