શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

Taurus - જાણો વૃષભ રાશિ માટે કેવુ રહેશે વર્ષ 2018

નમસ્કાર મિત્રો.. ગુજરાતી વેબદુનિયાના જ્યોતિષ ચેનલમાં આજે અમે તમને બતાવીશુ કે વૃષભ રાશિના લોકો માટે નવુ વર્ષ 2018 કેવુ રહેશે... 
વૃષભ રાશિફળ 2018 મુજબ વૃષભ રાશિના જાતકોને આ વર્ષે આર્થિક મામલે મળતાવડુ પરિણામ મળશે. કાર્ય સ્થળ પર કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. વર્ષ 2018માં આરોગ્ય પ્રત્યે બેદરકારી તમને ભારે પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સામાન્ય રહેશે. વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધમાં અનુકૂળતા કાયમ રહેશે.
રાશિફળ 2018 મુજબ તમારુ સ્વાસ્થ્ય 
વૃષભનો વાર્ષિક ફળાદેશ કહે છે કે શનિની ઢૈય્યાને જોતા આ વર્ષે તમને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી જોઈએ. જો શ્વાસ કે ફેફડા સંબંધિત કોઈ પરેશાની છે તો સમય પર તેની સારવાર કરાવો. ખાવા પીવામાં સંયમ રાખો. કારણ કે પેટની ખરાબી કે અન્ય કારણોથી મુખ સંબંધી રોગ કે પરેશાનીઓ થઈ શકે છે. જો કે ગુરૂની બીજા ભાવ પર દ્રષ્ટિ હોવાથી મુખ સંબંધી કોઈ મોટી પરેશાની નહી થાય..વાહન વગેરે પણ સાવધાનીથી ચલાવવા પડશે.. હાથમાં વાગી શકે છે કે હાથ મચકાવવાની શક્યતા છે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
રાશિફળ 2018 મુજબ અભ્યાસ 
2018ના ભવિષ્યકથન મુજબ વૃષભ રાશિવાળાની શિક્ષા માટે આ વર્ષ સામાન્ય અનુકૂળ રહેવાનુ છે. પંચમ ભાવ પર શનિની  દ્રષ્ટિ શિક્ષામાં વ્યવઘાનનુ કારણ બની શકે છે. કારણ કે શનિ તમારા રાશિ સ્વામી શુક્રનો મિત્ર છે. તેથી પરેશાની અધિક તો નહી રહે પણ નૈસર્ગિક રૂપથી પાપી ગ્રહ હોવાને કારણે શનિની દ્રષ્ટિ થોડી પરેશાની ઉભી કરી શકે છે. છઠ્ઠા ભાવનો બૃહસ્પતિ શિક્ષા અને પ્રતિયોગી પરીક્ષાઓમાં મદદ કરવાનો સંકેત કરી રહ્યો છે. કુલ મળીને શિક્ષામાં મુશ્કેલી તો રહી શકે છે પણ મહેનત કરનારા વિદ્યાર્થીઓને સારુ પરિણામ પ્રાપ્ત થવાના યોગ છે. 
 
રાશિફળ 2018 મુજબ આર્થિક સ્થિતિ 
વર્ષ 2018માં કલાકારોની ચાલ કહે છે કે અર્થ વ્યવસ્થાના મામલે આ વર્ષ તમને મિશ્રિત પરિણામ આપનારુ રહેશે. તમારો લાભેશ ગુરૂ છઠ્ઠા ભાવમાં છે તેથી લાભના માધ્યમોમાં થોડા અવરોધ આવી શકે છે પણ છતા પણ સંતોષપ્રદ આવક થતી રહેશે. શનિની ધન ભાવ પર દ્રષ્ટિ ધન સંચયમાં અવરોધ આપી શકે ચ હે. પણ ધન એકત્ર કરવાની કોશિશ કરશો તો બચત પણ શક્ય થશે. શનિ તમારા રાશિ સ્વામીનો મિત્ર ગ્રહ છે. તે અષ્ટમ ભાવમાં રહીને ધન ભાવને જોઈ રહ્યો છે.  જે  ઈનડાયરેક્ટ ધન લાભ કે ઓછી મહેનતમાં વધુ લાભ અપાવનારો સંકેત આપી રહ્યો છે. પણ આવુ નિરંતર ન થઈને ક્યારેક ક્યારેક જ થશે. મતલબ ટૂંકમાં આર્થિક  મામલે આવકમાં થોડી મુશ્કેલી તો રહેશે.. પણ કોશિશ કરતા બચત પણ કરી શકશો 
રાશિફળ 2018 મુજબ નોકરી ધંધો 
ભવિષ્યફળ મુજબ કર્મેશ શનિ અષ્ટમ ભાવમાં છે જે કાર્યમાં થોડી કઠીનાઈઓનો સંકેત આપી રહ્યો છે. બની શકે છે કે કામના પરિણામોની ટકાવારી એટલી સારી ન રહે જેટ્લી તમને મહેનત કરવી પડે. સરળ અને સહજ કામમાં પણ થોડી મુશ્કેલી આવી શકે છે. જો કે જો તમે નોકરિયાત છો તો છઠ્ઠા ભાવમાં સ્થિત ગુરૂ તમારે માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.  મતલબ આ વર્ષે તમને 
નોકરીમાં સારુ પ્રમોશન મળી શકે છે કે પછી વેતન વૃદ્ધિની શક્યતા છે. 
 
રાશિફળ 2018 મુજબ પ્રેમ અને દાંમ્પત્ય 
આ વર્ષ પ્રેમ સંબંધો માટે સામાન્ય અનૂકૂળ રહી શકે છે. જો લગ્નની વય થઈ રહી છે તો વર્ષના અંતમાં જ વાત બનવાના યોગ છે. શરૂઆતી દિવસોમાં આ મામલે કરવામાં આવેલ મહેનત વધુ રંગ નહી બતાવી શકે. આ વર્ષે તમને તમારી વાણી પર વિશેષ સંયમ રાખવુ પડશે. ખાસ કરીને જ્યારે તમે તમારા લાઈફ પાર્ટનર કે લવ પાર્ટનર સાથે વાત કરી રહ્યા છો. પંચમ ભાવમાં શનિની દ્રષ્ટિને કારણે પ્રેમ સંબંધમાં થોડા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. સાથી તમારી વાત કે વલણથી નાખુશ રહી શકે છે. આવામાં સંબંધોના દરેક સહિત અને ગંભીર રહેવુ પડશે.. ટૂંકમાં રાશિફળ 2018 કહે છે કે આ વર્ષે પ્રેમ અને દાંમ્પત્ય માટે સરેરાશ રહેશે..  વર્ષના અંતમાં અનુકૂળ પરિણામ મળવાના યોગ બની રહ્યા છે. 
 
રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર 
જો વર્ષ 2018 માં તમારા ભાગ્ય સ્ટારની વાત કરવામાં આવે તો વર્ષ 2018 તમને 5માંથી 3 સ્ટાર્સ આપવા માંગી રહ્યુ છે 
 
રાશિફળ 2018 મુજબ ઉપાય 
ઉપાયના રૂપમાં તમને શનિની શાંતિનુ વિશેષ અનુષ્ઠાન કરાવવુ જોઈએ અને પુજારીને પીળા કપડાનુ દાન કરવુ જોઈએ.