શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: રવિવાર, 29 એપ્રિલ 2018 (22:16 IST)

સાપ્તાહિક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (30 એપ્રિલથી 6 મે)

મેષ રાશિ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહ દરમિયાન આપના માટે સારો સમય ચાલુ જ રહેશે. આપ જે નિર્ણયો લેશો તે બંને ટૂંકા અને લાંબા ગાળા માટે ફાયદાકારક રહેશે. બધી બાજુથી આપને સહકાર અને સારી સલાહ મળતાં રહેશે. સર્જનાત્મક અને રચનાત્મક કાર્ય સાનુકૂળ બનતાં આનંદ-ખુશી જણાશે. મનની ઇચ્છાઓ સાકાર થશે. બેચેનીનો બોજ હળવો થશે. આવકમાં વૃદ્ધિને અવકાશ જણાશે નહિ, પણ પ્રમાણ ઘટે નહીં તે જોવું રહ્યું. 
 
વૃષભ રાશિ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ઉગ્રતા-આવેશ-ક્રોધ પર અંકુશ રાખવો જરૂરી છે. ખોટા વિવાદોથી દૂર રહેજો. આ સમયમાં વધુ પડતાં ખર્ચાના કારણે અને અગત્યના મૂડીરોકાણને કારણે નાણાંકીય ખેંચનો અનુભવ થશે. આપની સમક્ષનું ધૂંધળું ચિત્ર સ્‍૫ષ્ટ થતું જણાશે તથા આપ અંગત અને વ્યાાવસાયિક જીવનમાં નિર્ભય અને સાહસિક બનશો
 
મિથુન રાશિ (ક,છ,ઘ)ઃ માનસિક રીતે આ સમયમાં વધુ મૂંઝવણ અને અજંપો વર્તાશે. ધીરજ દાખવવી જરૂરી છે. તમે જે લાભની આશા રાખો છો તે હજુ આ સમયમાં મળે તેમ લાગતું નથી. આવકના નવા માર્ગ મળતાં જણાય નહીં.   આપના વિચારો આપને સાચા માર્ગે જ દોરશે
 
કર્ક રાશિ (ડ,હ)ઃ સપ્તાહ મજાનું નીવડશે. આપ વધુને વધુ કામની તલાશમાં રહેશો. ૫રિણામે આપ પ્રવૃત્તિઓના વધારે મોટા ક્ષેત્ર ૫ર આપનું ધ્યાન કેન્દ્રિત કરશો. માનસિક પ્રસન્નતા અનુભવશો. પુરુષાર્થનું ફળ ચાખવા મળશે. આર્થિક દૃષ્ટિએ સ્થિતિ મજબૂત બનતાં ચિંતા કે બોજો હળવો થતો જણાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા સર્જાશે. 
સિંહ રાશિ (મ,ટ)ઃ તમારી મનોવેદના દૂર થતી જણાશે. ઈશ્વરીય શક્તિ સહાયભૂત બનશે. પ્રગતિની તક મળે તે ઝડપી લેજો. આવકવૃદ્ધિનો માર્ગ ખૂલશે. સપ્તાહ દમિયાન આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય.  મતભેદો ઊભા થશે, ૫રંતુ ૫રસ્‍૫રનો વ્યવહાર મૈત્રી અને સુમેળભર્યો હશે
 
કન્યા રાશિ (પ,ઠ,ણ)ઃ માહોલ ઉન્માદનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતા પહેલાં બે વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. લાંબા સમયથી અટકેલા લાભો મેળવશો.  આપ સંપૂર્ણપણે નહીં ઝૂકો અને પોતાની વાત ૫ર અડગ રહેશો. કોઇ આપનો ગેરલાભ લઇ રહ્યું છે. 
 
તુલા રાશિ (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન મનોબળ મક્કમ બનશે. ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સફળતા મળતા ઉત્સાહ વધશે. આવકવૃદ્ધિના યોગ નથી, પણ પ્રમાણ ઘટે નહિ તે માટે કાળજી લેવી જરૂરી છે. અંગત, આર્થિક કે આધ્યા‌ત્મિક કેમ ન હોય ? પ્રવાસનું આયોજન કરી શકશો. આપના જીવનમાં પ્રવેશેલી કોઇ ખાસ વ્યાક્તિ સમક્ષ પ્રણયનો પ્રસ્તાવ મૂકવાની કોશિશ કરશો
 
વૃશ્ચિક રાશિ (ન,ય)ઃ નાના-મોટા અંતરાયો અને સંઘર્ષનો સામનો કરવો પડશે. માનસિક તંગદિલી અને અસ્વસ્થતાનો અનુભવ થાય. સ્થિરતા-સ્વસ્થતા ટકાવી રાખવા પડશે. આર્થિક સમસ્યાનું નિરાકરણ મળશે. આ અઠવાડિયામાં આપને જૂના કે નવા મિત્રો સાથે સં૫ર્ક કે સંદેશ વ્યવહાર કરવાનો સમય મળશે
 
ધન રાશિ (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં આવેશે કે ઉશ્કેરાટ વધે તેવા પ્રસંગોથી દૂર રહેજો, નહીં તો ઘણા સાથે ઘર્ષણમાં ઉતરવું પડશે. માનસિક રીતે અકારણ ભારની લાગણી અનુભવશો. અગત્યના કાર્યમાં અવરોધના કારણે ચિંતા જણાય.  પ્રાર્થના, પૂજા, તંત્ર, મંત્ર, ગૂઢ શાસ્ત્રો તરફ આપનું ધ્યાન આકર્ષાશે. એમ છતાંય આર્થિક બાબતો આપના મગજમાંથી નીકળશે નહીં,
મકર રાશિ (ખ,જ)ઃ માનસિક ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. કામગીરી વિકાસતરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળશે.  રોકાણ માટે જરૂરી જોગવાઈ થશે.  આપ એકલતાની લાગણીની અનુભૂતિ કરશો. અધ્યાત્મમાં ખેડાણ કરવા તરફથી આપની ગતિમાં વધારો થાય. અંગત કાર્ય સિદ્ધ થઇ શકશે.
 
કુંભ રાશિ (ગ,શ,સ,ષ)ઃ મૂંઝવણો તથા પ્રશ્નોનો ઉકેલ મળતાં રાહત જણાય. અલબત્ત, તમારી ધીરજની કસોટી થતી જણાય. આ બધાં છતાં મનની મુરાદ બર આવતી લાગશે. ચિંતાના વાદળો હટતાં લાગશે. નાણાંકીય લાભની તક મળશે. તમારા આકર્ષક વ્યક્તિત્વની તમારા આસપાસના વાતાવરણ પર મોહક છાપ છોડશો
 
મીન રાશિ (દ,ચ,ઝ,થ)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ મક્કમ બનશે. વિપરીત સંજોગોમાંથી માર્ગ મળી આવતા આનંદ થશે. સમય સાનુકૂળ બનશે. આવકમાં વૃદ્ધિ થવાનો અવકાશ નથી, પણ જાવક વધશે તેથી સંકડામણ વર્તાશે.  આ સપ્તાહ રોમાન્સ, પ્રેમ, સાહસનું છે, તેથી આ સમયગાળા દરમિયાન મોજમજા, આનંદ, મેળાવડા પાર્ટી અને મનોરંજનની ભરમાર રહેવાની છે