શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Updated : બુધવાર, 2 જાન્યુઆરી 2019 (12:46 IST)

2019માં ઘન મેળવવા માટે રાશિ મુજબ કરો સરળ ઉપાય

નવુ વર્ષ શરૂ થઈ ચુક્યુ છે. ગયા વર્ષે જે કંઈ સારુ કે ખરાબ થયુ તેને ભૂલીને આવનારા સમય વિશે વિચારીશુ તો સારી વસ્તુઓ કરી શકીશુ.   તમારા જીવનને સરળ બનાવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં સુખ સમૃદ્ધિના એવા ઉપાય બતાવ્યા છે. જેને કરવાથી જાતક પોતાની મહેનત અને પ્રયાસના ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકે છે. આજે અમે તમારા માટે વર્ષ 2019 માટે રાશિયો મુજબ આવા જ અચૂક ઉપાય બતાવી રહ્યા છે જેને કરવાથી  તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ  રહેશે.. આવો જાણીએ આ ઉપાય
 
મેષ રાશિ - આ રાશિના જાતક આ વર્ષને ગાયને મીઠી રોટલી ખવડાવો. તેનાથી તમને આવનારા સંકટોથી મુક્તિ મળશે. યાદ રાખો કે આ વર્ષે તમે કોઈપણ વસ્તુ મફતમાં ન્ લેશો  અને લાલ રંગનો રૂમાલ હંમેશા તમારી પાસે મુકો. સાધુ-સંતો, મા અને ગુરૂની સેવા કરો. સદાચારનુ સદા પાલન કરો. 
 
વૃષભ રાશિ - આ રાશિના જાતક ઘરમાં ગૌમૂત્ર મીઠુ અને ફટકડી ભેળવીનેરોજ પોતુ લગાવો. તેનાથી ઘરથી બધી નેગેટિવ એનર્જી નીકળી જશે અને ઉત્પન્ન પણ નહી થાય. વસ્ત્ર વગેરે સ્વચ્છ રાખવ સાથે અત્તર-સ્પ્રે વગેરેનો ઉપયોગ કરો તમારે માટે લાભદાયક રહેશે. 
 
મિથુન રાશિ - જ્યોતિષ શાસ્ત્ર મુજબ મિથુન રાશિના જાતક નવા વર્ષ પર વાંસથી બનેલી વાંસળીને ખરીદીને ભગવાન કૃષ્ણ પાસે મુકી દો. આવુ કરવાથી પરિવારમાં હંમેશ પ્રેમ અને સહયોગ કાયમ રહેશે.  ઘરમાં ધન વૈભવની કમી નહી આવે. સાથે જ દરરોજ ગાયની લીલુ ઘાસ જરૂર ખવડાવો. 
 
કર્ક રાશિ - કર્ક રાશિના જાતક વર્ષ 2019 પર શુભ મુહુર્તમાં દ્વિમુખી રૂદ્રાક્ષ જરૂર ધારણ કરો. જો બની શકે તો શુક્લ પક્ષના સોમવારના દિવસે જરૂર પહેરો. સાથે જ કબૂતરને દાણા જરૂર નાખો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થશે અને પરિવારમાં શાંતિ કાયમ રહેશે.  
 
સિંહ રાશિ - જ્યોતિષ શાસ્ત્ર મુજબ સિંહ રાશિના જાતક નવા વર્ષમાં સૂતી વખતે માથા પાસે તાંબાના લોટામાં પાણી ભરીને મુકો અને સવારે જલ્દી  ઉઠીને પૂર્વ દિશામાં પાણી છાંટી દો.  સાથે જ બની શકે તો ગરીબે કે આધળી વ્યક્તિને ભોજન જરૂર કરાવો. ભગવાનની કૃપા તમારા પર કાયમ રહેશે. 
 
કન્યા રાશિ - કન્યા રાશિના જાતક વર્ષ 2019 દરમિયાન ગરીબોને ગોળ અને આખા મગનુ દાન કરે.  હંમેશા સમૃદ્ધિ કાયમ રાખવા માટે ઉત્તર પશ્ચિમ ખૂણામાં માટીના વાસણમાં સોના કે ચાંદીના સિક્કા લીલા કપડામાં બાંધીને મુકો.  પછી વાસણને ઘઉ કે ચોખાથી ભરી દો. આવુ કરવાથી હંમેશા તમારા ઘરમાં ખુશી કાયમ રહેશે અને લક્ષ્મી માનો આશીવાદ બન્યો રહેશે. 
 
તુલા રાશિ - તુલા રાશિના જાતક નવા વર્ષમાં દર રોજ તમે કે ઘરનો કોઈ મોટો વ્યક્તિ સૂતા પહેલા ઈષ્ટ દેવને યાદ કરીને બે ફૂલવાળા લવિંગ અને કપૂરને એકસાથે પ્રગટાવી દો અને તેની સુગંધને આખા ઘરમાં ફેલાવો.  ધન વૈભવની કમી નહી થાય. સાથે જ શુક્રવારના દિવસે ઘરના પશ્ચિમ ઉત્તર દિશામાં સફેદ કપડામાં ચોખા બાંધીને લટકાવી દો. તેનાથી રોકાયેલ માંગલિક કાર્યોમાં તેજી આવશે. 
 
વૃશ્ચિક રાશિ - જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવા વર્ષમાં તમે ઘરના પૂર્વ દક્ષિણ દિશામાં લાલ રંગનો બલ્બ લગાવી દો અંને તેને હંમેશા સળગવા દો. સાથે જ રસોઈ ઘરમાં સંતોની તસ્વીર લગાવી દો. હંમેશા ઘરમાં શાંતિ કાયમ રહેશે અને ભગવાનની કૃપા હંમેશા તમારી સાથે રહેશે. 
 
ધનુ રાશિ - ધનુ રાશિના જાતક નવા વર્ષથી ભિખારીઓને ઘરેથી નિરાશ ન જવા દો. તેમને કંઈકને કઈક જરૂર આપો. સાથે જ રોટલી બનાવતી વખતે તવાને ગરમ થતા પહેલા તેન અપર પાણી છાંટી દો અને પછી રોટલી બનાવો. આવુ કરવાથી ઘરમાંથી કલેશ દૂર થશે અને હંમેશા પરિવારમાં પ્રેમ બન્યો રહેશે.  
 
મકર રાશિ -  વર્ષ 2019થી મકર રાશિના જાતક પરિવારમાં સુખ સમૃદ્ધિ કાયમ રાખવા માટે ઘઉંમાં 100 ગ્રામ કાળા ચણા નાખીને શનિવારના દિવસે દળાવો. સાથે જ ઘરના પશ્ચિમ દિશામાં લીલી અથવા શ્યામ તુલસીનો છોડ લગાવો. 
 
કુંભ રાશિ - જ્યોતિષ મુજબ નવા વર્ષમાં અમે સૌ પહેલા ઘરના તૂટેલા વાસણોને બહાર કરો. સાથે જ ઘરના પશ્ચિમ ઉત્તર દિશામાં જરૂરી ડોક્યુમેંટ મુકો. મની પ્લાંટનો છોડ તમારા ઘરમાં લગાવી શકો છો. 
 
મીન રાશિ - મીન રાશિના જાતક નવા વર્ષથી રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી ઘરમાં બધા પ્રકારના રોગ અને કલેશ દૂર થશે. શક્ય હોય તો સુખ સમૃદ્ધિ યંત્રની રોજ પૂજા કરો. 
 
તો મિત્રો આ હતા નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ માટે રાશિ મુજબના ઉપાયો વિશે માહિતી.. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી.