1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2024 (17:38 IST)

સોમાભાઈ પટેલ અને પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકીની ભાજપમાં ઘરવાપસી

Somabhai Patel, ex-spokesperson Kishansingh Solanki's return to BJP,- લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં છે અને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. આ વચ્ચે પણ પક્ષ પલટાનો દોર જોવા મળી રહ્યો છે. ભાજપમાં ભરતી મેળાની જેમ નેતાએ એક બાદ એક જોડાઈ રહ્યાં છે. આજરોજ 15 એપ્રિલે ભાજપના પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકીએ ભાપજમાં પુનઃ પ્રવેશ કર્યો છે.

આ સાથે જ પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર ખાતે બન્ને નેતાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ હસ્તે કેસરીયો ધારણ કર્યો છે.લોકસભાની ચૂંટણીઓને હવે મહિનો પણ બાકી નથી ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે ચંદુભાઇ સિહોરાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે રુત્વિક મકવાણાને મેદાને ઉતાર્યા છે. જોકે, ચૂંટણી ટાણે કોંગ્રેસને ફટકો પડ્યો છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લિંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના નેતા સોમાભાઈ ગાંડાલાલ પટેલે ચાર દિવસ પહેલા પાર્ટીને અલવિદા કહ્યું હતું.