ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 5 જૂન 2022 (00:34 IST)

World Environment Day 2022 : કેમ ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ, જાણો તેનુ મહત્વ અને થીમ

Paryavaran Hindi Essay
World Environment Day 2022 :  દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો મકસદ છે - લોકોનુ પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત કરવુ. પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી.  તેથી એ જ્રૂરી છે કે આપણે આ સમજીએ કે આપણે માટે  વૃક્ષો, છોડ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો કેટલા જરૂરી છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય 1972 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. આ પછી 5 જૂન 1974 ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
 
પર્યાવરણ દિવસની દર વર્ષની એક અલગ થીમ ( World Environment Day Theme )રાખવામાં આવે છે. આ વર્ષની થીમ 
'Ecosystem Restoration'  છે. જેનો મતલબ છે - ઈકોસિસ્ટમની પુન:સ્થાપના. સ્પષ્ટ શબ્દોમાં તેનો મતલબ છે પૃથ્વીને એકવાર ફરીથી સારી અવસ્થામાં લાવવી. વર્ષ 2020માં પર્યાવરણ દિવસની થીમ હતી - જૈવ વિવિધતા, 2019 માં તેની થીમ હતી - વાયુ પ્રદૂષણ. 2018 માં તેની થીમ હતી - બીટ પ્લાસ્ટિક પોલ્યૂશન વિશ્વ પર્યાવરણ દિવસ થીમ 
 
પર્યાવરણ દિવસ પર આ 6 સંકલ્પ લો
 
સંપૂર્ણ માનવતાનું અસ્તિત્વ પ્રકૃતિ પર નિર્ભર છે. તેથી એક સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ વગર, માનવ સમાજની કલ્પના અધૂરી છે. વન અધિકારી અરવિંદ વર્માએ જણાવ્યું હતું કે પ્રકૃતિને બચાવવા માટે આજે આપણે સાથે મળીને સંકલ્પ લેવો પડશે. 
 
1- એક વર્ષમાં ઓછામાં ઓછો એક છોડ રોપવો અને તેને બચાવો અને વૃક્ષો અને છોડના સંરક્ષણમાં સહકાર આપો.
2. તળાવ, નદી, નાના તળાવોને પ્રદૂષિત ન કરો, પાણીનો દુરૂપયોગ ન કરો અને ઉપયોગ પછી બંધ કરો
3. કારણ વગર વીજળીનો ઉપયોગ કરશો નહીં, ઉપયોગ પછી બલ્બ, ફેન અથવા અન્ય ઉપકરણોને બંધ રાખો
4. કચરો હંમેશા ડસ્ટબિનમાં ફેંકી દો અને અન્ય લોકોને આવુ કરવા પ્રોત્સાહિત કરો, આવુ કરવાથી પ્રદૂષણ નહીં થાય
5. પ્લાસ્ટિક / પોલિથિનનો ઉપયોગ કરવાનું બંધ કરો, તેના બદલે કાગળની થેલી અથવા બેગનો ઉપયોગ કરો
6. પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માયાળુ બનો, નજીકના કાર્ય માટે સાયકલનો ઉપયોગ કરો.
 
 
ગ્લેઝ કર્યા વિનાનું એક માટલું લો, તેમાં પાણી ભરીને ઢાંકી દઈને તેને વૃક્ષ કે છોડનાં મૂળિયા પાસે જમીનની અંદર મૂકી દો. એકાદ અઠવાડિયા સુધી તમારે છોડને પાણી પાવાની જરૂર નહિ રહે. માટલું ટપક સિંચાઈનાં એક સાધન તરીકે કામ કરશે. યાદ રાખો, તમારે માટલામાં કાણા પાડવાની જરૂર નથી. અને હજી વધારે સારું પરિણામ મેળવવું હોય તો માટીથી વાસણ ઘસ્યા બાદ જે પાણી વધ્યું હોય તે પાણી માટલામાં ભરી દો. આ પધ્ધતિનો ઉપયોગ ગુજરાતનાં ઘણા ભાગોમાં થાય છે. જો આપણે સંકલ્પ કરીએ તો આટલું નાનું કામ ઘણું મોટું પરિણામ આપી જાય છે.
 
મને એક બીજો હ્રદયસ્પર્શી પ્રસંગ યાદ આવે છે. કોઈકે એકવાર મને પત્ર લખીને આ પ્રસંગ જણાવ્યો હતો. પ્રસંગ છે સૌરાષ્ટ્રનાં વેરાવળ નજીકનાં એક ગામનો. ગામની એક શાળાનાં શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો વાવવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિસ્તારમાં પાણીની અછત હતી એટલે ત્યાં વૃક્ષો માટે પાણી મેળવવાનો પ્રશ્ન હતો. એટલે શિક્ષકે વિદ્યાર્થીઓને તેમની માતા માટીથી વાસણો ઘસી લે પછી તે માટીવાળુ પાણી એક બોટલમાં ભરી લાવવાનું કહ્યું. પ્રત્યેક વિદ્યાર્થી દરરોજ માટીનાં પાણીવાળી એક બોટલ ઘેરથી લઈ આવવા માંડ્યો. શિક્ષકે વિદ્યાર્થીઓને આ જ પાણી ઝાડને પીવડાવવા માટે કહ્યું. દિવસો વીતતા ગયા અને શાળાની સામે એક લીલોછમ બગીચો તૈયાર થઈ ગયો. એક શિક્ષકનાં નાનકડા પ્રયોગે નકામા પાણીનાં ઉપયોગથી સૂકા પ્રદેશમાં હરિયાળી લાવી દીધી અને વળી આ પ્રયોગનાં માધ્યમથી શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રકૃતિમાતા સાથે મિત્રતા કેળવવાનું પણ શીખવી દીધું. મને આ ઘટના ઘણી સ્પર્શી ગઈ. આશા છે કે તમને પણ એ સ્પર્શી જશે.
 
પર્યાવરણની રક્ષા માટે આ પ્રકારની ટીપ્સ અને પ્રયોગોની જાણકારી પરસ્પર આપતા રહીએ. ચાલો આપણે સૌ પર્યાવરણની જાળવણીમાં આપણો ફાળો આપીએ.