બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં મોદીની લહેર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 22 માર્ચ 2014 (17:51 IST)

'હર હર મોદી ઘર ઘર મોદી' એ મચાવી બબાલ

નારામાં મોદી બન્યા ભગવાન

W.D

ભાજપા પોતાના ચૂંટણી પ્રચાર માટે નવી નવી અને લોકોને લોભાવનારી રીતો અપનાવી રહ્યુ છે. તો બીજી બાજુ વિપક્ષી દળ પણ આવી વાતો પર ભાજપાને ઘેરવામાં કોઈ કસર નથી છોડી રહ્યુ. ભાજપાના મોદીમય અને લોકોને લોભાવનારા સ્લોગન 'હર હર મોદી ઘર ઘર મોદી' ને લઈને ફરી વિવાદ છેડાયો છે.

વારાણસીના જ કોંગ્રેસના નેતા અજય રાયે ભાજપા પર મોદીને લઈને આ પોકાર પર આંગળી ચીંધી છે. આ અગાઉ પણ આ સ્લોગનનો ઉપયોગ પર બબાલ મચી હતી. રાયે મીડિયાને જણાવ્યુ કે ભાજપાનું આ સ્લોગન કાશીની જનતા અને તેમની ધાર્મિક ભાવનાઓ સાથે રમત છે.

તેમણે કહ્યુ કે મોદીનો પ્રચાર ભાજપા એવી રીતે કરી રહી છે કે જાણે કે એ ભગવાન હોય. અહી સુધી કે મોદી ખુદને લોકો સામે શિવના રૂપમાં બતાવી રહ્યા છે એ ખોટુ છે.

આગળ મહાદેવના સ્થાન પર મોદી


W.D
ટીઓઆઈમાં છપાયેલ સમાચાર મુજબ કોંગ્રેસના નેતા રાયે કહ્યુ કે ભાજપા ચાલાકી પૂર્વક એક ધાર્મિક સ્લોગનમાં મોદીનુ નામ જોડીને પ્રચાર કરી રહી છે. તેમણે કહ્યુ કે તેઓ ભાજપાની આ ચાલાકીને લોકો સામે લઈ જશે જેથી લોકોને તેની હકીકતની જાણ થાય.

સમાચાર મુજબ આ વિવાદિત સ્લોગનનું વાસ્તવિક રૂપ 'હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ છે' જેમા ખૂબ જ ચાલાકીથી મહાદેવ મતલબ કાશીના બાબા વિશ્વનાથના સ્થાન પર મોદીનુ નામ જોડી દીધુ છે. રાયના મુજબ ભાજપાના આ સ્લોગનમાં સ્પષ્ટ દેખાય છે કે મોદી ખુદને બાબા વિશ્વનાથના રૂપમાં પ્રોજેક્ટ કરી રહ્યા છે.

જો કે 'હર હર મોદી ઘર ઘર મોદી' સ્લોગન પર નિવેદન આપનારા આ નેતા સમાજવાદી પાર્ટીથી 2009માં લોકસભાની ચૂંટણી વારાણસીથી હારી ચુક્યા છે અને હવે તેઓ કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે.

આગળ આ સ્લોગન કોણે લખ્યુ ?


સૂત્રો મુજબ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર કૃષ્ણ મોહને આ સ્લોગન લખ્યુ છે. તેમના કહેવા મુજબ આ સ્લોગનનો મતલબ દરેક સ્થાન પર મોદીની હાજરી નોંધાવવાની છે. આ સ્લોગનના લેખક મોહનનુ કહેવુ છે કે આ સ્લોગનનો ઉદ્દેશ્ય મોદીના પ્રચારને વિસ્ફોટક રૂપ આપવાનું છે જે જેટલુ જલ્દી બને એટલુ લોકોની અંદર સુધી ઉતરી જાય.

બીજી બાજુ વારાણસીના વિદ્વાન રમેશચંદ્ર પંડાનુ કહેવુ છે કે સૌ પહેલા 'હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ' નું સ્લોગન કાશી નરેશે ભગવાન શિવને ખુશ કરવા માટે ઉચ્ચાર્યુ હતુ. તેમના મુજબ ત્યારથી અત્યાર સુધી ભોલેને ખુશ કરવા માટે તેમના ભક્ત આ સ્લોગનનો પ્રયોગ કરે છે.