શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (18:16 IST)

ગુજરાતમાં નહેર સીંચાઈનો ઇતિહાસ

નરેન્દ્ર મોદી , મુખ્ય મંત્રી ગુજરાત : ૭ ઓક્ટોબર ૨૦૦૧

૧૫ મી સદીમાં (૧૪૮૩-૧૫૩૦) મુગલ શ્હેંશાહ બાબુર જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે તેને “તારીખે બાબૂરી” અને “બાબરનામાં” લખ્યા.તેમાં તેણે ઉલ્લેખ કર્યો કે હિંદુસ્તાનની પ્રજા નહેર થી ખેતી કરવાની તરફેણ કરતી નથી. તેણે હિંદુસ્તાનમાં કોઈ જગ્યાએ નહેર જોઈ નહોતી. ૨૦૦૧ ના જાન્યુઆરી મહિનાની ૨૬ તારીખે ગુજરાતનાં કચછ પરદેશમાં ભયાનક ભૂકંપ આવ્યો. આ ભૂકંપના અસરગ્રસતોનો પુનર્વાસ કરવામાં રાજ્યના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ (ખેડૂપુત્ર) નિષ્ફળ ગયા એટ્લે દિલ્હીની ગાદી ઉપર એન ડી એ નામના ગઠબંધનના પ્રધાન મંત્રી અટલબિહારી વજપાઈએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના યુવા પ્રચારક નરેન્દ્ર દમોદરદાસ મોદીને ગુજરાત રાજયમાં મુખ્ય મંત્રી (નાઝિમ) તરીકે નિમણૂક કરી. નવા નિમાએલા નરેન્દ્ર મોદી એ પોતાના પુરોગામી અનુસાર નહેર નેટવર્ક અને પાઇપ લાઇન મારફત ખેતી પાણીનો વિકાસ કરવાની નેમ લીધી.


>>>> મુખ્ય મંત્રી દાવો કર્યો કે પાકિસ્તાન સાથી ભારત સરકારે કરેલાસિંધુ કરારઅંતર્ગત,
ગુજરાત સિંધુ નદીનું પાણી મેળવવા માટે હકદાર છે.પ્રધાન મંત્રી અટલબિહારી વજપાઈને તેમણેસિંધુ કરારનોઅમલ કરાવવાનો અનુરોધ કર્યો.ઉપરાંત કેન્દ્ર સરકારને રાજસ્થાનની ઇન્દિરા કેનાલને કચ્છ સુધી લંબાવવાની માંગણી કરી.નર્મદા ઉપરાંત સિંધુ નદીના પાણી ને ગુજરાત તની લાવવાની હિમાયત કરવામાં આવી.
(૨૦૦૨ એપ્રિલ)

>>> મુખ્ય મંત્રી ગાંધીનગરમાં સાબરમતીના કાંઠે સંત સરોવરનો શિલાન્યાસ કર્યો.
તેમણે નવી જાહેરાત કરતા કહ્યું કે અપની નદીઓ નગર સસ્કૃતીનું નજરનું બની રહે તે રીતે નદી-નગર વિકાસનું આયોજન થશે.નદી કાંઠે આવેલા નગરોના વિકાસનો એક્શન પ્લાન અમલમાં મુકાશે.
વડોદરા,સુરત,રાજકોટ ની નદીઓ ઉપર પ્રોજેક્ટ બનાવી નગરોને રૂપાલા અને નયનરમ્ય બનાવશે.
ઉપરાંત મોટી નદીઓના પાણીને દરિયામાં જતા અટકાવશે.જમીન અને પાણીની સમસ્યા નિવારવા માટે એક્શન પ્લાન બનાવશે.સમુદ્ર કાંઠાને નાથી લઇ મીઠા પાણીના પ્રવાહને દરીયામાં વહી જતો અટકાવશે.
ખરી જમીનને નવસાધ્ય કરાશે. રણ ને આગળ વધતું રોકાશે, મહી અને નર્મદાના દરિયા કાંઠાની જમીન પાસે ખારાશ આગળ વધતી રોકવામાં આવશે.૧૦૦ કરોડના ખર્ચે જો જોબા ની ખેતી કરશે. ક્ષાર નિયંત્રણ માટે ૨૫ કરોડ વપરાશે. (૨૦૦૨ જૂન )

>>>  મુખ્ય મંત્રીએ કર્ણાવતી નગરના  રૂ.૩૦૦ કરોડના રીવર ફ્રન્ટ ને મંજુરી આપી. (૨૦૦૨ જૂન ૬)

>>>  મુખ્ય મંત્રી ૨૪ નદીઓના જોડાણ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ યોજનામાં નર્મદાની મેઈન કેનાલ કરોડરજ્જુ નું કામ કરશે. સુકી સાબરમતીમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે મુખ્ય મંત્રી નર્મદાના નીરનું  સ્વાગત કર્યું. સાબરમતીમાં નર્મદાના પવિત્ર નીર વહેવા લાગ્યા.ગુજરાતના ઈજનેરો અનોખી સિદ્ધી પ્રાપ્ત કરી. રોજનું ૩૦૦ કયુસેક પાણી છોડવાની શરૂઆત થઈ.મુખ્ય મંત્રી મંત્રો ચાર સાથે માં રેવાના નીરનું નદીમાં સ્વાગત કર્યું (૨૦૦૨ ઓગષ્ટ ૨૮)

>>> મુખ્ય મંત્રી એ એક જીઆર બહાર પાડી નર્મદાનું પાણી મેળવનારા બધ ખેડૂતોને પાણી સમિતિ બનાવવાની સુચના આપી. આંતરિક વહેંચણી માટેનું પહેલું પગલું ભરાયું (૨૦૦૨ સપ્ટેમ્બર)

>>> સૌરાષ્ટ્રના દરિયાકાંટાની પ્રજાની સિંચાઇ - પાણીની સમસ્યાઓ દુર કરવા માટે ગુજરાત સરકારે કલ્પસર યોજનાઓ  pre-feasibility report બનાવવા માટે રૂ ૮૪ કરોડના ખર્ચને મંજુરી આપી. રીપોર્ટ ૨૦૦૮ ના ડીસેમ્બર પહેલા જમાં કારવાનું નક્કી થયું .(૨૦૦૩એપ્રિલ)

>>> મુખ્ય મંત્રી વચન આપ્યું કે ગુજરાતમાં નર્મદા કેનાલ આવતાની સાથેજ ગુજરાતનો ખેડૂત રૂપિયો વાવીને ડોલર ઉગાડશે (૨૦૦૩ મે ૦૧)

>>>  મુખ્ય મંત્રી એ જાહેર કર્યું કે નર્મદા ના નીર થી ૧,૦૦,૦૦૦ હે જમીનને પિયતનો લાભ મળી રહ્યો છે.
અનેક વિસ્તારોમાં પાણીના સ્તર ઊંચા આવી રહ્યા છે. નર્મદાના પાણી થી ૭૦૦ તળાવો ભરી દીધા છે.
નર્મદાનું પાણી હિરણ,ઓરસંગ,કરદ,મહી, સિડક,મોહર,વાત્રક અને સાબરમતીમાં વહેવા લાગ્યા છે.
(
૨૦૦૩ જુલાઈ)

>>>  ગુજરાત સરકારે કલ્પસર યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી
કલ્પસરને કારણે ખંભાતના અખાતની બંજર બની ગયેલી ૧.૨૫ લાખ હે. જમીન હરિયાળી બનશે.
ખંભાતનો ખારો પટ હરિયાળા વૃક્ષોથી લહેરાતો હશે અગામી ચાર વરસમાં તમામ જમીન સારી થઈ જશે.
રૂ ૧૨,૦૦ કરોડનું ખેત ઉત્પાદન થશે, હરિયાળી ક્રાંતિ આવશે. .૨૫ લાખ હે. જમીન હરિયાળીમાં ફેરવાશે,
(૨૦૦૩ સપ્ટેમ્બર)

મુખ્ય મંત્રીએ જાહેર કર્યું કે નર્મદાની કેનાલ મારફતે ૧૭ નદીઓના પાણી ભરાશે.
કેનાલની ડીઝાઇન માં ફેરફાર કરાશે, બધી નદીઓમાં ત્રણ કીલોમીટરના અંતરે જળાશયો બનાવશે.
સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી ઠલવાશે. બનાસ, રૂપેણ ,અને સરસ્વતી નર્મદાના નીર થી ફરવર સજીવ થશે
(૨૦૦૩ નવેમ્બર )


>>> નર્મદા યોજનાના ઉપરાંત રૂ. ૬૦૦૦ કરોડના ખર્ચે નર્મદાના વધારાના પુર ના પાણીને રાજ્યની ૮ નદીઓમાં વાળી ૧  લાખ હે. માં વધારાની સિંચાઈ સુવિધા ઉભી કરવાની સરકારે જાહેરાત કરી. સુજલામ સુફામ ના કારણે ખારાશ આગળ વધતી અટકશે, ખેડૂતો ખરીફ પાકનો લાભ લેશે, ખેત ઉત્પાદન વધશે, કમાણીમાં વધારો થશે, સુજલામ સુફલામના કારણે સીંચી ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે, રાજ્યની ખેતી અબળ થશે. (૨૦૦૩ નવેમ્બર ૨૮)   


>>>  મુખ્ય મંત્રી એ જાહેર કર્યું કે કેવડીયા થી કડી સુધીનું ૨૬૩ કી.મી લંબાઈનું મેઈન કેનાલનું કામ પૂરું થયું.
આગળનું ૯૪ કી.મી. નું કામ ડીસેમ્બરમાં પૂરું થશે. ૧૦૦૦ કી.મી.નીશાખા નહેર અને ૨૫૦૦ કી.મી.ની પ્રશાખાના કામ પુરા કાર્ય છે. મેઈન કેનાલનું કામ ૨૦૦૬-૦૭ સુધીમાં પૂર્ણ થઈ જશે. ૨૦૦૯-૧૦ ની સાલમાં ૧૮ લાખ હેક્તરને સિંચાઈ નો લાભ મળતો હશે. (૨૦૦૩ નવેમ્બર)

>>>>> રાજ્ય સરકારે જાહેર કર્યું કે નર્મદા યોજનાના ઉપરાંત રૂ. ૬૦૦૦ કાર્ડના ખર્ચે નર્મદાના વધારાના પુર ના પાણીને રાજ્યની ૮ નદીઓમાં વાળી ૧ લાખ હે. માં વધારાની સિંચાઈ સુવિધા ઉભી કરશે. સુજલામ સુફામ ના કારણે ખારાશ આગળ વધતી અટકશે, ખેડૂતો ખરીફ પાકનો લાભ લેશે, ખેત ઉત્પાદન વધશે, કમાણીમાં વધારો થશે, સુજલામ સુફલામના કારણે સીંચી ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે, રાજ્યની ખેતી અબળ થશે.(૨૦૦૩ નવેમ્બર)

>>>રાજ્ય સરકારે “ વાયબ્રન્ટ ગુજરાત સમિતિ” ના નેજા હેઠળ ખેતી ઉપરાંત ઉદ્યોગ મારફત પ્રજા કલ્યાણના કામ હાથ ધાર્યા. આ કાર્યક્રમમાં દરમ્યાન રૂ. ૬૬,૦૦૦ કરોડના રોકાણ કરાર થયા. કૃષિ યુની. ના ૭૦૦ કૃષિવૈજ્ઞાનિકો ની એક ટાસ્ક ફોર્સ બનાવવમાં આવી. જ્યોતિ ગ્રામ હેઠળ ૨૪ કલાક વીજળી આપવાની જાહેરાત થઇ.
સરકારે પોતાના 1લા વરસના કામને “ વર્ષ એક સિદ્ધી અનેક: કહી બિરદાવી. (૨૫ ડીસેમ્બર ૨૦૦૩)


>>>  ૨૦૦૧ માં મુખ્ય  મંત્રી એ નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના ડેમમાં ઠાલવવાનું વચન આપ્યું હતું.
બાબુભાઈ બોખીરીયા એ રૂ ૩૧૦ કરોડની પહેલી પાઈપ લાઈનનું  ખત મુહુર્ત કર્યું હતું.
આ પહેલી પાઈપ લાઈનનું કામ હજુ પૂર્ણ થયું નથી.( ૨૦૦૪ જાન્યુ.)

>>મુખ્ય મંત્રીએ લોકસભાના ચુનાવ પહેલા રૂ.૫૪,૦૦૦ કરોડના ખર્ચે કલ્પસર યોજનાની જાહેરાત કરી.
તેમણે ભાવાગરના દરિયામાં યોજનાઓ શુભારંભ કરાવ્યો અને રેકર્ડ સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કવાની ખાતરી આપી.
અમરેલી થી સુઅરતનું અંતર ૨૨૫ કી.મી ઘટી જશે.૨૦૦૦ છ. કિમીનું મીઠા પાણીનું જળાશય બનશે.
૯૦ કરોડ ઘનમીટર પાણી ઘરવપરાશ માટે મળશે.૧૦,૫૪,૦૦૦ હે. જમીનને સિંચાઈ મળશે.
બંદરોનો વિકાસ થશે.માછલીઓ નું ઉત્પાદન વધશે.ભાવનગર જીલ્લો વિકાસનું કેન્દ્ર બનશે.(૨૦૦૪ જાન્યુઆરી)


>>>  મુખ્ય મંત્રી એ સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે કલ્પસર નામના સિંચાઈ અને પાણીના પ્રોજેક્ટનું અનાવરણ મુહુર્ત કર્યું. સૌરાષ્ટ્રના અખા દરિયા કાંઠા ને લીલો છમ્મ કરનારી રૂ.૫૪,૦૦૦ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટને રેકોર્ડ ટાઈમમાંપૂર્ણ કરવાની ખાતરી આપી. (૨૦૦૪ જાન્યુ.)

>>>  મુખ્ય મંત્રી એ લોકસભા ચુનાવ પહેલા સુજલામ સુફલામ નામના એક નવી સિંચાઈ યોજનાની જાહેરાત કરી.
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારને સિંચાઈની સગવડ અપાનારી આ રૂ. ૬૦૦૦ કરોડની આ યોજનાને રેકોર્ડ ટાઈમમાં પૂર્ણ કરવાની પ્રજાને ખાતરી આપી. નર્મ દે....સર્વ દે...ગુજરાતને ગરવા છે . નરેન્દ્ર મોદી ..નર્મદાના પાણી લાવ્યા તની...સુજલામ સુફલામ કિસન રેલી. હરિયાળી ક્રાંતિનો ઉદય (કરસનભાઈ પટેલ : નીરમાં ) (૨૦૦૪ ફેબ્રુઅરી)

>>>  રાજ્ય સરકારે ઉત્તર ગુજરાતના ગામડાઓની પાણી ની સમસ્યાઓ દુર કરવા માટે રૂ.૬૦૦૦ કરોડની
સુજલામ સુફલામ (ફૂસલમ ફૂસલમ) યોજના જાહેર કરી . મુખ્ય મંત્રી એ રેકોર્ડ સમયમાં યોજનાના કામ
પુરા કરવાની ખત્રી આપી. આ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના તમામ ગામ આવરી લેવાશે.
કડાના ડેમથી બનાસ રીવર બેઝીન સુધી ૨૮૦ કી.મી.લાંબી રીચાર્જ કેનાલ તૈયાર થશે.
.ગુ.ના ૫૦૦૦ ગામતળાવ નર્મદાના પાણીથી છલકાતા થશે.૨૧ સુકી નદીઓમાં નર્મદાના પાણી વહેતા હશે.
બોર વેલ પાછળ વપરાતી ૨૬૯૪ મેગાવોટ વીજળી ની બચત થશે.(૨૦૦૪ ફેબ્રુઆરીએ ૧૭)

>>>  મુખ્ય મંત્રીએ જાહેરાત કરી કે સુજલામ સુફલામ યોજના આવી, ખેતરે ખેતરે પાણી લાવી....
નર્મદા યોજના પાછળ ૪૦ વરસમાં રૂ. ૧૨,૦૦૦ કરોડ ખર્ચાયા
સુજલામ સુફલામ પાછળ માત્ર દોઢ વરસમાં ૬૦૦૦ કરોડ ખર્ચાશે.
સુકી ધરતીના પેટલ ફરી સજલ થશે, ૧૦,૦૦૦ ગામોને સીધો લાભ મળશે.
ટ્યુબ વેલ પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચ બચી જશે.
.ગુ.ના ખેડૂતોને દેવાના ડુંગરમાંથી મુક્તિ મળશે.વીજળીના બીલના ભારણ ઘટશે.
ખેડૂતની આવક બમણી થશે. હાડકાના રોગ થી ૩૦૦ ગામોને મુક્તિ મળશે.
૧૦૦ દિવસમાં ૧,૦૦,૦૦૦ ખેત તલાવડીઓ ખોદાશે.૧ કરોડ ઘન મીટર પાણી નો સંગ્રહ થશે.
ખેડૂતો રવિ અને ખરીફ એમ બંને પાક લેતા થશે. દુષ્કાળનો ખર્ચ બચી જશે
૫૦૦૦ કરોડનું ખેત ઉત્પાદન થશે. ખેત તલાવડી ૧.૫ લાખ ખેત મજુરોને રોજી આપશે.
દહેગામ, મહેસાણા, હિંમતનગર, ડીસા ,પાટણ સાનંદ , બાવળા ખાતે મુહુર્ત કરશે   ( ૨૦૦૪ ફેબ્રુઅરી )

>>>>> ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું કે ચાલુ વરસે નર્મદાના પાણી થી કુલ ૨.૭૮ લાખ હે.માં સિંચાઈ થશે.
અગામી ત્રણ વરસમાં યોજનાના સઘળા કામ પુરા થશે. ,૨૧,૦૦૦ હે. જમીનમાં પિયતનો લાભ
મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર શાખા નહેર ઉપર પાંચ પમ્પીંગ સ્ટેશન કામ કરતા થશે.૧૯૯૫ સુધીમાં રૂ.૩૮૪૬ કરોડ ખર્ચાયા હતા, ૧૯૯૫ થી ૨૦૦૪ સુધીમાં ૧૨,૮૦૫ કરોડ નો ખર્ચ કરાયો છે.( ૨૦૦૪ મે ૩૧)

>>> નર્મદા નિગમે જાહેરાત કરી કે નર્મદાની ૨૦ શાખા કેનાલોમાં પાણી છોડવામાં આવશે.
.૫ લાખ હે. વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. ફતેહ વાડી, વઢવાણ, વડોદરા, પોર, કુંડલા, મહી,
ધરોઈ, બનાસ, અને ધોળકા નહેર શાખામાં પાણી છોડવામાં આવશે.(૨૦૦૪ જુલાઇ ૧૫)

>>>  સરદાર સરોવર નર્મદા નિગમ ના અધ્ય્ખે જાહેરાત કરી કે હવે નર્મદા કેનાલને ઢોળાવ પર વાંસ ની ખેતી કરાશે.
મુખ્ય કેનાલ અને શાખા કેનાલ ની આજુબાજુ સરકારી હસ્તકની જમીન નું વર્ગીકરણ થઈ રહ્યું છે
વાંસ ની ખેતી માટે એક પ્લાન તૈયાર કરાયો. રોજગારી માં વધારો અને પાણી ના બાષ્પીભવન માં ઘટાડા ની નિગમે બાંહેધરી આપી સાથો સાથ પાણી વિતરણ માટે ૧૬૯૬ મંડળીઓ અને કમાંડ એરિયામાં ૫૦૦૦૦૦ નોંધણી કરવાનું વચન આપ્યું (૨૦૦૫ જાન્યુઆરી)  
>>> સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી પી કે લહેરી એ જાહેર કર્યું કે,
આ ડેમ ભારતના બધા જ ડેમનો સરદાર છે. રાજ્યના ઘણા બધા લોકોને ખબર નથી કે ,
આ ડેમના કારણે માત્ર ૩૭,૦૦૦ હે. જમીનનું ડુબાણ થાય છે , તેની સામે ૧૮,૦૦,૦૦૦ હે.
જમીનને સિંચાઈનો લાભ મળવાનો છે. આ વર્ષે જ ૪,૦૦,૦૦૦ હે. જમીનને પિયતનો લાભ મળવાનો છે.
આખી દુનિયામાં માત્ર નર્મદા યોજનામાં જ ઉત્તમ પ્રકારનું જળ વિતરણ ગોઠવાયું છે.
સૌરાષ્ટ્ર માં નીચી સપાટીએ થી પાણી ઉપર ચડાવવા માટે ચાર પમ્પીંગ સ્ટેશન બનાવશે.
ગુજરાતના ખેડૂતોને સામુહિક જવાબદારી નું ભાન કરાવવા માટે ગમે ગામ પિયત મંડળીઓ
બનાવશે. આવી ૧૪૦૦ ગામોની પિયત મંડળીઓ તો તૈયાર પણ થઈ ગઈ છે.
અન્ય ૪૦૦ મંડળી થવામાં છે. આ પિયત મંડળીઓ ૩,૩૩૯૪ ગામોમાં પથરએલી હશે.
ગુજરાતના ૨૬ માં થી ૧૪ જીલ્લામાં નર્મદા પિયત મંડળીઓ ઉત્તમ વહીવટ કરી બતાવશે.
અત્યારે ૧૦૦૦ ગામના ખેડૂતો નર્મદાના પાણીથી પિયતનો લાભ લઇ રહ્યા છે.
આટલા મોટા પાયે અને અને વિશાલ વિસ્તારમાં પિયત કરવાનો અખા દેશમાં પ્રથમ પ્રયાસ છે.
(
૨૦૦૭ જાન્યુ.)
>>> મુખ્ય મંત્રી એ ચૂંટણી સભામાં જાહેરાત કરી કે ૨૦૧૦ નું વર્ષ ગુજરાત રાજ્ય ની સ્થાપનાનું ૫૦ મુ વરસ હોવાથી
ગોલ્ડન ગોલ તરીકે ઉજવવાની જાહેરાત કરી. તેમણે પ્રજાને ખત્રી આપી કે ૨૦૧૦ માં સરદાર સરોવર યોજના પુરા થઈ જશે.  (૨૦૦૭ ડીસેમ્બર)
>>> ગુજરાત અને અન્યત્ર જમીન બિન-ઉપલબ્ધતા મુદ્દો ખૂબ જ વિચિત્ર અને ગંભીર બાબત બનવા લાગ્યો,
રાજ્ય સરકારે જાહેર કર્યું કે નહેર નેટવર્ક માટે પૂરતી જમીન  ઉપલબ્ધ જમીન નથી. સરદાર સરોવર ના કેનાલ નેટવર્ક બાંધવાના કામ માટે જમીન અધિગ્રહણ અસંભવ બનવા લાગ્યું.
એક સમયે જયારે નર્મદા ખીણમાં વસતા આદિવાસી અસર્ગ્રસસ્તો જમીન અધિગ્રહણનો વિરોધ કરતા ત્યારે ગુજરાતના ખેડૂતો તેમની સામે વિરોધ પ્રદર્શનો કરતા. આજે ગુજરાતના ખેડૂતો ગુજરાત સરકાર સામે જમીન અધીગ્રહણનો વિરોધ કરવા લાગ્યા. કેનાલોમાં પાણી વહેતા થતા જમીનોની કીમત આસમાનને આંબવા લાગી. રૂ.૬૪૦૦ કરોડના ખર્ચે મંજુર થયેલો પ્રોજેક્ટ ૨૯,૦૦૦ કરોડના આંક ને આંબી ગયો.
બાકી રહેતા ૭૪% કેનાલ નેટ વર્કના કામો માટે હજુ બીજા ૨૨,૦૦૦ કરોડ જોઇશે .
સરદાર સરોવરનું કેનાલ નેટવર્ક એક મહાકાય ષડ્યંત્ર સાબિત થવા લાગ્યું..
૧૦ મી યોજના માં ગુજરાત સરકારે ૮૪,૦૦૦ કી.મી.કેનાલ નેટવર્ક નું કામ પૂરું કરવાનું વચન આપ્યું હતું
પણ હજુ સુધીમાં માત્ર ૧૮,૮૭૮ કી.મી. કેનાલ નેટવર્ક નું કામ પૂરું થયું છે.
અનો અર્થ એ થયો કે માત્ર ૨૦ % કામ થયું અને ૮૦ % બાકી રહ્યું.
.૯૨ મિલિયન એકર ફીટ પાણી સિંચાઈ માટે અને ૧.૦૨ મિલિયન એકર ફીટ  પાણી બિન ખેતી વિષયક હેતુ માટે ફાળવાયું છે. હવે ગુજરાત સરકારે પીવાના અને ઉદુઓગ ના પાણી માં વધારો કરી ૩.૧૦ મિલિયન એકર ફીટ કાર્ય છે. નર્મદા યોજના હવે માત્ર પીવાના અને કારખાનાઓ ના પાણી ની યોજના બનવા જઈ રહી હતી . જી ઈ ડી સી ની જમીન અધિગ્રહણ ની નોટીસ સામે ૪૪ ગામના ૧૫૦૦૦ ખેડૂતો રને ચડ્યા.
સરકારે સર નું નોટીફીકેશન રદ કરવાની માંગણી થઈ. સનત મહેતા એ અરણ્ય રુદન કરતા કહ્યું સર ના નામી સરકાર ખેડૂતો ની જમીન પડાવી લઇ મારુતિ ને ભેટ ધારે છે, સરદાર સરોવર ની વિટંબણા ઓ નું કોઈ માપ નથી  ૨૦૦૭ માં સરકારે ખેડૂતો પાસે થી લીધેલી ૨૭૦ એકર જમીન મારુતિ ઉદ્યુગ ને ફાળવી
હાંસલપુર ના ખેડૂતો એ પોતાની જમીન પરત માગી (૨૦૦૮ જાન્યુઆરી)

>> નર્મદા નિગમના અધિકારી ફરિયાદ કરી કે નિગમમાં સ્ટાફ ઈજનેરો ના અભાવે મેઈન કેનાલની
નિભાવણી અને રાખ રાખવાતના કામને વિપરીત અસર પડે છે. આ કામ માટે ૮,૦૦૦ નવા ઈજનેરોની નિગમને જરૂર છે.જો નિમણુક થશે તો જ કામોમાં ગતિ આવશે. (૨૦૦૯ જુન)

>> નર્મદા નિગમે ફરિયાદ કરી કે ખુલ્લી કેનાલોની યોજના કારગત નીવડી નથી.
એટલે નર્મદા નિગમના ચેમેન શ્રી એન વી પટેલે ખુલ્લી કેનાલો ને બદલે ભારે ખર્ચાળ પાઈપ લાઈનોની
ખર્ચાળ પદ્ધતિ ઠોકી બેસાડવા ના પ્રયાસ હાથ ધર્યા.
ગુજરાત સરકારે ખુલ્લી કેનાલના બદલે ભૂગર્ભ પાઈપ લાઈનો પાથરવાનું નક્કી કર્યું.
હવે સાકાર કેનાલો,પેટા કેનાલો,માઇનોર કેનાલો અને પેટા માઇનોરની જગ્યાએ ૬૬,૦૦૦ કી.મી.લંબાઈની 
પાઈપ લાઈનનું માળખું ઉભું કરશે. પોતાની નિષ્ફળતા ઢાંકવા ગુજરાત સરકાર સોના કરતા ઘડામણ મોંઘુની કહેવત ને સાર્થક કરશે. આ ખર્ચાળ યોજનાનો ભાર પ્રજા અને લાભાર્થી ખેડૂતોને વેંઢઆરવો પડશે.
પ્રેશરાઇઝડ ઈરીગેશન નેટવર્ક સીસ્ટમઅંતર્ગત ૨૦૦ થી ૫૦૦ હેકટરના યુનિટ બનશે,
ખેડૂતોની મંડળીઓ બનાવવી પડશે, મંડળીઓ પમ્પીંગ કરી પાણી લેશે, દરેક મંડળી એ પોંડ પંપ, પી વી સીની પાઈપ લાઈન, વીજળી કનેક્શન મોટર પંપ, પંપ હાઉસ બનાવવા પડશે. દરેક મંડળી એ રૂ.1,૧૫,૦૦૦ ની જોગવાઈ કરવી પડશે. આર્થીક રીતે આ બધું ખેડૂતોને કેમ પરવડશે ? ૬૦૦૦ મંડળીઓ બનાવવી પડશે. કારખાનાઓ માટે મોટી ખરીદી નીકળશે, કરોડો અબજો રૂપિયા ખર્ચાશે, મોટા ઉદ્ય્ગ ગ્રહો ને ફાયદો થશે.(૨૦૦૯ સપ્ટેમ્બર)

>>> ગુજરાત સરકારે જાહેરાત કરતા કહ્યું કે નર્મદાના પાણી થી ૭ લાખ હે.માં સિંચાઈ થઈ રહી છે.
આ યોજના ૨૦૧૫ માં પૂરી થશે.તેનો કુલ ખર્ચ ૫૧,૦૦૦ કરોડનો હશે, ૩૨,૦૦૦ કરોડ ખર્ચાઈ ગયા છે.
બીજા ૧૮,૦૦૦ કરોડની જરૂર પડશે. ૫૧,૦૦૦ કી.મી.ની માઇનોર અને સબ-માઇનોર કેનાલ બનાવવાની બાકી છે.
૨૭% કેનાલ્કામ થયું, ૭૩% જેટલું બાકી રહ્યું. મનોર કેનાલના કામ જ્યાં સુધી પુરા નહી થાય ત્યાં સુધી ખેતર સુધી પાણી પહોંચવાના નથી .(૨૦૧૦ જાન્યુ.)

>>>  ૨૦૦૮ ની વિધાનસભાની ચુંટણી સમયે  રાજ્યના મુખ્ય મંત્રી એ, રાજ્યની સ્થાપનાના ૫૦ માં વરસને સરદાર સરોવર ડેમનું અને કેનાલ નેટવર્કનું કામ પૂર્ણ કરી ગોલ્ડન ગોળહાંસલ કરવાનું વચન આપ્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૦ માં વરસે હજુએ નર્મદા યોજના અધુરી છે.છેલ્લા ૫૦ વરસમાં અનેક મુખ્ય મંત્રીઓ સરદાર સરોવરના નામની મધલાળ પીરસતા રહ્યા, રાજ કરતા રહ્યા અને લોકો રાહ જોતા રહ્યા. (૨૦૧૦ મેં)
>ગુજરાત સરકારે ૪૫૮ કી.મી. લાંબી મેઈન કેનાલના નિભાવ રખ-રખાવત માટે એક સેલ ની રચના કરી.
આ સ્પેશિઅલ સેલ કેવડીયાથી રાજસ્થાન સુધી મેઈન કેનાલ ની દેખરેખ રાખશે.
આ સેલ ના ૩ વિભાગ હશે. વડોદરા /ગાંધીનગર અને રાધનપુર.
દરેક વિભાગમાં એક્ઝીક્યુટીવ ઈજનેર રહેશે, તેની અંદર ૪ સબ ડીવીઝન હશે,
દર ૫૦ કી.મી. ની લંબાઈ ને આવરી લેવાશે. ટેકનીકલ સ્ટાફ પણ રાખવો પડશે.
નર્મદા નિગમે ૨૭ વાહનો ની દેખ-રેખ કરવા ફળવાની કરી.
સરદાર સરોવર નર્મદા નિગમ ના અધ્યક્ષ એસ જગદીશને બહાનું કાઢ્યું સાયફન જામ થઈ જાય છે
હવે નર્મદા બ્રિગેડ બનાવી પાણી ની ચોરી અટકાવવાની વિચરણ થઈ રહી છે.(૨૦૧૦ જુલાઈ)

>>>  એક તરફ યોજનાનો ખર્ચ રૂ. ૩૯,૮૮૦ કરોડના અંકને આંબી ગયો, ગુજરાત સરકારે, ખાસ કરીને અમદાવાદ, પાટણ, મહેસાણા,અને સાબર કાંઠા જીલ્લાના કમાંડ એરિયામાં આવતા ખેડૂતો માટે નર્મદાની કેનાલમાં પાણી નો પ્રવાહ વધાર્યો. પૂર્વ નર્મદા વિકાસ મંત્રી જયનારાયણ વ્યાસે દાવો કરતા કહ્યું કે સુજલામ સુફલામ- યોજનાની કાચી કેનાલો માં પાણી વહેતા થવાથી નર્મદાના નોન-કમાંડ વિસ્તારના ખેડૂતો ની ઘણો લાભ થશે.(૨૦૧૦ જુલાઈ)

>>  રેવન્યુ મંત્રી આનંદી બેન પટેલ એક સમારંભમાં તાડૂક્યા.
 “
ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી જોઈએ છીએ ?
તો તેમણે કેનાલો બાંધવા પોતાની જમીનો નજીવા ભાવે સરકારને આપવી પડશે.
નહીતર સિંચાઈ માટે પાણી નહી મળે.” જે ખેડૂતો કેનાલ બાંધવા માટે જમીન આપવામાં સહકાર ન આપતા હોય તેમણે તાત્કાલિક સિંચાઈ નું  પાણી આપવાનું બંધ કરો
ગુજરાત સરકારે જમીન અધીગ્રણ કાયદા હેઠળ આના કાની કરતા મોટાભાગના ખેડૂતો સામે કડકાઈ થી વર્તવાનો નક્કી કર્યું. હજુ ૨૨,૮૦૮ હે. જમીનો નું અધિગ્રહણ બાકી છે. ગુજરાતમાં જમીનોના ભાવ અસ્માને છે.
ત્યારે ખેડૂત પોતાની જમીન નજીવા ભાવે શું કામ આપે. જમીન અધિગ્રહણ ની બાબતે આવુજ ક્યારેક ૧૯૯૦ ના દાયકા દરમિયાન નર્મદા ખીણ ના વિસ્થાપિતો માટે થયું હતું યાદ છે ? ગુજરાતના ખેડૂતો ત્યારે પોતાની જમીનમાં થી હાંકી કાઢતા અસરગ્રસ્તો સામે બાયો ચડાવતા હતા. આજે એ જ પાણીનો રેલો ખેડૂતોના પગ નીચે આવવા લાગ્યો છે. (૨૦૧૦ ઓક્ટોબર)

>>  સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડીરેક્ટર શ્રી એસ જગદીશને જાહેરાત કરી કે,
અમે ૨૨,૮૦૮ હે. સંપાદન કરવાની થતી જમીન સામે ૪૧% સંપાદિત કરી લીધી છે.
૨૦૧૦ ના અંત સુધીમાં ખેડૂતોની સહમતી થી બાકીની જમીનનું  સંપાદન પણ પૂર્ણ કરીશું
અત્યાર સુધીમાં ૧૦,૨૨૧ હે. જમીન કેનાલ  કામ માટે સંપાદીત થઈ  ચુકી છે.
આ પૈકી ૭૯૮૧ હે.ખાનગી માલિકીની અને ૨૨૪૦ સરકારી જમીનો હતી.
આ સંપાદિત કરેલી ખનગી જમીનો માટે કેટલું વળતર ચૂકવાયું ? એક અલગ સંશોધન નો વિષય.
(
૨૦૧૦ નવેમ્બર)

>>>  >>>  ગુજરાત સરકારે પોતાના વાર્ષિક આયોજનમાં થી રૂ ૮૦૦૦ કરોડ એકલા સરદાર સરોવર પ્રોજેક્ટ પાછળ ફાળવ્યા. અખા બજેટના આશરે ૧૬ થી ૨૦ % ની ફળવાની મહાકાય યોજના એકલી ખાઈ જશે.
ગઈ સાલની સરકારી ફળવાની-રૂ ૭૦૦૦ કરોડ કરતા આ વરસે ૧૦૦૦ કરોડ વધુ ફાળવણી થશે. (૨૦૧૧ માર્ચ)


>>>  સરદાર સરોવર સમર્થક કેટલાક સિંચાઈ ક્ષેત્રના કેટલાક તજજ્ઞોએ પાઈપ લાઈન મારફત સિંચાઈના અભિગમની તરફેણ કરી. તેના ફાયદા ગણાવતા એક તજજ્ઞ શ્રી તુષાર શાહે જણાવ્યું કે આમ કરવાથી  વાતાવરણમાં બાષ્પીભવન થી ઉડી જતું પાણી બચી જશે, જમીન અધિગ્રહણના કારણે થતો વિલંબ અટકી જશે. પાણી ની ચોરીનું પ્રમાણ ઘટી જશે, સ્પ્રીન્ક્લાર અને ડ્રીપ ઈ