શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (13:22 IST)

જન્મદિન વિશેષ - PM મોદીના જીવનની સૌથી મોટી ઈચ્છા જે રહી ગઈ અધુરી

દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 26 મે 2014ના રોજ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશના 15મા પ્રધાનમંત્રીના રૂપમાં શપથ અપાવી. 17 સપ્ટેમ્બર 1950ના રોજ જન્મેલા મોદી પહેલા એવા પ્રધાનમંત્રી છે જેમણે આઝાદ ભારતની હવામાં આખો ખોલી. એક સાધારણ પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીનુ સત્તાની ટોચ પર પહોંચવુ એ વાતનો સંકેત છે કે જો વ્યક્તિમાં ઈચ્છા શક્તિ અને પોતાની મંઝીલ સુધી પહોંચવાનો જોશ હોય તો તે મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિને પણ સહેલી બનાવીને પોતાની માટે રસ્તો બનાવી શકે છે. આવો જાણીએ તેમની સાથે જોડાયેલ ખાસ વાતો.. 
 
2001મા ગુજરાતમાં આવેલ ભૂકંપ પછી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ખરાબ સ્વાસ્થ્ય અને બગડેલી સાર્વજનિક છબિને કારણે નરેન્દ્ર મોદીને 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના રૂપમાં મોદીની આર્થિક નીતિયોથી ગુજરાતનો ચારેબાજુથી વિકાસ થયો.  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ 2014માં લોકસભા ચૂંટણી લડી અને 282 સીટો જીતીને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી. 
 
બાળપણમાં તેમનુ સપનું ભારતીય સેનામાં જઈને દેશની સેવા કરવાનુ હતુ. તે પોતાના ઘરની નિકટ જામનગરના સૈન્ય શાળામાં દાખલો લેવા માંગતા હતા. પ્ણ જ્યારે શાળાને ફી ભરવાનો સમય અવ્યો તો તેમના પિતા એટલા પૈસા એકત્ર ન કરી શક્યા. એક બાળકના રૂપમાં એ સમયે મોદી નિરાશ જરૂર થયા પણ ભાગ્યએ તો તેમને માટે કંઈક જુદુ જ વિચારી રાખ્યુ હતુ. સૈન્ય શાળામાં એડમિશન તો ન મળ્યુ. પછી તેઓ પોતાના પિતા સાથે વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચવામાં તેમની મદદ કરવા લાગ્યા. 
 
મોદીના જીવનમાં એક સમય એવો પણ હતો જ્યારે તેઓ રાજનીતિની દુનિયામાં કદમ રાખતા પહેલા હિમાલય ચાલ્યા ગયા હતા અને ત્યા લગભગ બે વર્ષ સુધી રહ્યા. આ દરમિયાન તેઓ ત્યા રામકૃષ્ણ મિશનમાં મૉકની જેમ પોતાનુ જીવન વ્યતીત કરવા માંગતા હતા. અધ્યાત્મ તરફ નરેન્દ્ર મોદીનો બાળપણથી જ લગાવ હતો. આ જ કારણે તેમણે બાળ અવસ્થામાં જ પોતાનુ ઘર છોડી દીધુ હતુ અને બે વર્ષ સુધી અહી યોગી સાધુઓ સાથે સમય વિતાવ્યો અને હિદુત્વનો અભ્યાસ કર્યો. લગભગ બે વર્ષ સુધી એક સન્યાસીના રૂપમાં પર્વત પર સમય વિતાવનારા મોદી માટે આ સમય તેમના જીવનમાં ખૂબ મોટો ફેરફાર લઈને આવ્યો.  મોદીની ઈચ્છા સૈનિક બનીને દેશ સેવા કરવાની તો અધૂરી રહી ગઈ પણ તેમને લાગ્યુ કે પોતે સૈનિક બન્યા સિવાય પણ દેશસેવા કરી શકે છે અને આ જ ઉદ્દેશ્યથી તેઓ રાષ્ટ્રીય સ્વંય સેવકમા જોડાયા હતા.