શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated : શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (15:22 IST)

અમેરિકામાં નરેન્દ્ર મોદી (જુઓ ફોટા)

વક્ત કી હર શૈ ગુલામ, વક્ત કા હર શૈ પર રાજ.. માણસે સમયથી ગભરાઈને રહેવુ જોઈએ.. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પર હિન્દી ફિલ્મનુ આ ગીત ખૂબ યોગ્ય બેસે છે. 1994મા નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા. ત્યારે તેઓ વ્હાઈટ હાઉસ જોવા પણ ગયા હતા. એ સમયે કોઈએ કલ્પના પણ નહી કરી હોય. (કદાચ મોદીએ પણ નહી) વ્હાઈટ હાઉસની બહાર ઉભેલ આ વ્યક્તિ માત્ર 20 વર્ષ પછી આ સ્થિતિમાં પહોંચી જશે કે વ્હાઈટ હાઉસ જાતે તેના સ્વાગત માટે રાહ જોશે. હકીકતમાં આજે આખુ અમેરિકા મોદીના સ્વાગત માટે આતુર છે જે એક સમયે મોદીને વીઝા આપવા પણ તૈયાર નહોતુ.  આને નસીબના ખેલ પણ કહી શકો કે કહી શકો કે સમય ઘણો બળવાન છે.  

 
આ યાત્રાની ખાસ વાત એ છે કે આ પહેલા ભારતે કોઈપણ પ્રધાનમંત્રીની અમેરિકા યાત્રાની દેશ વિદેશના મીડિયામાં આટલી ચર્ચા નહોતી થઈ. આ ચિત્ર 1994નુ છે. જ્યારે મોદી અન્ય ત્રણ લોકો સાથે વ્હાઈટ હાઉસની બહાર ઉભા છે. મોદી અમેરિકાની પાંચ દિવસની યાત્રા પર છે. આવો જોઈએ નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા સાથે જોડાયેલ કેટલીક તસ્વીરો.. 

નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 69માં સત્રને સંબોધિત કરવા માટે ન્યૂયોર્ક પહોંચતા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ. 
 
ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સ્વાગત 
 
 

નરેન્દ્ર મોદીનુ ન્યૂયોર્કમા અભિવાદન કરતા લોકો 
 
 
નરેન્દ્ર મોદી ન્યૂયોર્કના લોકોનુ અભિવાદન સ્વીકાર કરતા 
 
 
નરેન્દ્ર મોદીનુ ન્યૂયોર્કમા અભિવાદન કરતા લોકો 
 
 

નરેન્દ્ર મોદી ન્યૂયોર્કના મેયર બિલડે બ્લાસિયો સાથે હાથ મિલાવતા