શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (12:49 IST)

અમેરિકામાં મોદીનો શુ રહેશે કાર્યક્રમ

- પ્રધાનમંત્રીનો અમેરિકી પ્રવાસ ફક્ત ત્રણ દિવસ 27 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધીનો જ રહેશે. 
 
- સુપરમેન મોદી પોતાની આ મુલાકાત દરમિયાન 26 બેઠકોમાં ભાગ લેશે. આ સાથે જ તેઓ સંયુકત રાષ્ટ્રને પણ સંબોધિત કરશે. 
- મોદીનો દુનિયાના સૌથી તાકતવર વ્યક્તિ સાથે ડિનર કાર્યક્રમ છે અને તેઓ વ્હાઈટ હાઉસમાં એક વ્યક્તિગત ભોજનમાં ભાગ લેશે. પણ પોતાના નવરાત્રી ઉપવાસને કારણે મોદી આ કાર્યક્રમમાં કશુ ખાશે નહી.  
 
- પ્રધાનમંત્રી મોદી પોતાની વ્યક્તિગત યાત્રાને કારણે બ્લેયર હાઉસમાં રોકાશે જે રાષ્ટ્રપતિના મહેમાનોની મેજબાની કરે છે. 
 
 
- ભોજનના ટેબલ પર બંને નેતાઓ વચ્ચે પરસ્પર હિતોને લઈને વાતચીત થશે. બંને ભારત અમેરિકી સામરિક સંબંધોને વિસ્તૃત અને ઊંડો બનાવવા માટે આર્થિ વૃદ્ધિ, સુરક્ષા સહયોગ અને બંને દેશો વચ્ચે દીર્ઘકાલિક હિતોને લઈને વાતચીત કરશે. જે ક્ષેત્રીય હિતોને લઈને વાતચીત થશે તેમા અફગાનિસ્તાન સીરિયા અને ઈરાકમાં થનાર પરિવર્તન સામેલ થશે. 
 
- મોદીને બે દિવસ પર વ્હાઈટ હાઉસમાં આમંત્રિત કરવામાં આવ્યુ છે જે દુનિયાના અનેક દેશોના નેતાઓના નસીબમાં નથી હોતુ. 
 
- મોદીને લાઈવ સાંભળવુ પણ ઓછા સૌભાગ્યની વાત નથી. જે ભાગ્યશાળી છે તેમને ભારતીય અમેરિકન કમ્યુનિટી ફાઉંડેશન દ્વારા સાંભળવા માટે પસંદ થયા છે. આ બધા લોકો મૈડિસન સ્કવાયર ગાર્ડનમાં હાજર રહેશે.  
 
- આ અવસર પર મોદીની સોશિયલ મીડિયા ટીમ પણ સાથે જ હશે. તેમના ભાષણોને ટ્વિટર ફેસબુક, ગૂગલ અને અન્ય પ્લેટફોર્મ્સ પર સ્થાન મળશે.  
 
- આ અવસર પર અમેરિકી ભારતીય બિઝનેસ કાઉંસિલ એક કાર્યક્રમ આયોજીત કરી રહ્યુ છે. જ્યા અમેરિકી કંપનીઓના પ્રતિનિધિ રોકાણકાર વોલ સ્ટ્રીટના વેપારી અને કાર્યકારી મોદીને ન્યૂયોર્કમાં મળશે.  
   
 
- અમેરિકામાં ઘણી મોટી સંખ્યામાં ભારતીય એનઆરઆઈ રહે છે અને આ સમુહને પણ મોદી સાથે મુલાકાત કરવાની તક મળશે. અનેક મોટા રોકાણકાર, સિલિકોન વેલીના ઉદ્યમી, ટેક અને ઈશ્યોરેંસ કંપનીના મુખ્ય અને રિટેલર્સ મોદી સાથે મુલાકાત કરશે.  
 
- મોદીનુ સ્વાગત કરવામાં અમેરિકી અધિકારી પણ પાછળ નહી રહે. મોદી માટે આ સમય વિશેષ ગર્વનો રહેશે કારણ કે જે અમેરિકાએ વર્ષ 2002માં ગોધરા રમખાણો પછી તેમને 2005થી વીઝા નહોતા આપ્યા એ જ અમેરિકા તેમનુ સ્વાગત કરશે. 
 
- 27 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય સામે અમેરિકા વેલકમ્સ મોદી નામથી રેલીઓ કાઢવાની યોજના છે.  અહી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પહેલીવાર સંબોધિત કરશે. 
 
-આ જ રીતે વોશિંગટનમાં અનેક ભારતીય અમેરિકે એલોકો 30 સપ્ટેમ્બરના રોજ વ્હાઈટ હાઉસની સામે સ્વાગત રેલીઓની તૈયારી કરી રહ્યા છે. એ દિવસે મોદી અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને તેમના ઓવલ ઓફિસમાં મળવાના છે. 
 
- વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યુ કે 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પીએમ મોદી ફક્ત જ્યુસનુ સેવન કરશે. 
 
- પીએમઓના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે મોદી છેલ્લા 40 વર્ષથી એ વ્રત કરી રહ્યા છે. આ વર્ષ પણ તેમા કોઈ પરિવર્તન નહી હશે. તેમના વ્યસ્ત કાર્યક્રમને જોતા તેમના લીંબુ જ્યુસ કે વિટામિન વોટર લેવાની સલાહ આપવામાં આવી છે. પણ તેમણે કોઈ જવાબ નહી આપ્યો. 
 
 
- ન્યૂયોર્કમાં પીએમ મોદી માટે એનઆરઆઈ લોકોએ એક કાર્યક્રમ મુકવામાં આવ્યો છે. પીએમના વ્રતને જોતા અહી ત્યા ઓછા લોકોને આમંત્રણ આપવાની સલાહ અપાઈ છે.  પણ એ આયોજકોમાંથી એક ડો. ભરત બરાઈ કહે છે કે તેમને ખબર છે કે મોદી વ્રત રાખે છે. તેથી અધિકારીઓને વ્યસ્ત કાર્યક્રમ ન રાખવાની સલાહ આપી છે.