શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (14:16 IST)

શુ મોદીના હાથમાંથી ગુજરાત સરકી રહ્યુ છે ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતમાં પોતાનુ ઘર છોડી હજુ દોઢ વર્ષ પણ થયુ નથી કે રાજ્ય પર તેમની પકડ ઢીલી પડતી જોવા મળી રહી છે. અત્યાર સુધી એ સમજવામાં આવતુહતુ કે તેમની અને અમિત શાહની ભારતી જનતા પાર્ટીને લલકારનારુ રાજ્યમાં હાલ કોઈ નેતા નથી.  
 
પણ તેમને પડકાર આપનારુ એક ગુમનામ યુવા નીકળ્યો અને તે પણ તેમના જ ગઢમાંથી. હાર્દિક પટેલ નામના આ 22 વર્ષના યુવાને નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘ જરૂર ઉડાવી હશે. આ બંને નેતાઓએ ઉંચા કદ અને 56 ઈંચની છાતી પર પ્રશ્ન ઉભો કર્યો છે. 
 
બિહાર ચૂંટણી પર અસર 
 
મોદી અને શાહ બિલકુલ નહી ઈચ્છી રહ્યા હોય કે બિહાર વિધાનસભા ચૂંટણીના બરાબર પહેલા ગુજરાતમાં કોઈ પ્રકારની રાજકારણીય અશાંતિ જન્મે.  તેઓ નબળા નેતાના રૂપમાં ઓળખાવવા માંગતા નથી.  જો વાત ગુજરાતના બહારની હોય તો તેમની સાખ પર વધુ ફરક પડતો નથી.  
 
વાત તેમના રાજ્યની છે. જ્યા તેમના કદાવર નેતાના રૂપમાં જોવામાં આવે છે.  પણ તેમની મુશ્કેલી એ છેકે આંદોલન જોર પકડી ચુક્યુ છે અને પટેલોનું કહેવુ છે કે જ્યા સુધી તેમની માંગો પુરી નહી થાય આંદોલન ચાલુ રહેશે. 
 
મજબૂત પટેલ સમુહ 
 
પટેલ સમુહ આર્થિક રૂપે મજબૂત તો છે જ રાજ્યમાં રાજકારણીય વિશ્વાસથી પણ તેમનો દબદબો જોરદાર છે.  કોઈને સાચી રીતે ખબર નથી કે તેમની વસ્તી કેટલી છે. રાજ્યના પત્રકારો મુજબ રાજ્યની કુલ વસ્તીનુ 12થી 18 ટકા ભાગ પટેલ સમુહ છે. આ એક છે. 
 
નરેન્દ્ર મોદીના રાજકારણીય ઉદય અને પટેલોના આર્થિક ઉદય લગભગ સાથ સાથે થયો. બંને હંમેશા એક બીજાને સાથ આપ્યો છે.  અનામતની માંગ લઈને આંદોલન કરી રહેલ પટેલ સમુહનુ નેતૃત્વ કરનારા હાર્દિક પટેલના પિતા ભાજપાના સભ્ય છે. 
સમુદાયના મોટા વડીલ હજુ પણ ભાજપા અને મોદી સાથે ભલે હોય પણ તેમની નવી પેઢીની ઉમંગ પાર્ટી સાથે મળતી નથી. 
 
અચાનક આંદોલન  - આ આંદોલન અચાનક કેમ શરૂ થયુ તેનો જવાબ હાલ કોઈની પાસે નથી પણ તેનુ કનેક્શન સીધી રીતે રાજ્યના ધોર પૂંજીવાદ કે ક્રોની કૈપિટલિજ્મને મળે છે જેની શરૂઆત કરવાની ક્રેડિત મોદીને નામે જાય છે. 
 
ખુશહાલ પટેલ સમુહના લઘુ અને મઘ્યમ વેપારમાં રાજ્યમાં સૌથી આગળ છે.  પોતાની મૂડીનો એક મોટો ભાગ સમુહના લઘુ અને મઘ્યમ વર્ગના ઘંઘાઓમા રોકાણ કર્યો છે.  પહેલા  નરેન્દ્ર મોદી અને હવે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર આ સમુહને નજર અંદાજ કરવાનો ઈલાજ લગાવવામાં આવી રહ્યો છે. પણ અનામતને લઈને આંદોલન હવે રાજકારણીય રંગમાં બદલાતુ જોવાય રહ્યુ છે. આંદોલનનનુ નિશાન ભાજપા તો છે જ પણ પાર્ટી અને સરકારની અંદર પટેલ સમુહનુ પ્રતિનિધિત્વ કરનારાઓ પર વધુ છે. 
 
ચૂંટણી પરિણામ 
 
હાર્દિક પટેલે કહ્યુ છે કે જો સરકારે તેમની માંગ પુરી ન કરી તો 2017ના વિધાનસભા ચૂંટણીમાં તેનુ પરિણામ પાર્ટી માટે યોગ્ય નહી રહે. 
 
દેશની વસ્તીથી 1980ના દસકાની શરૂઆત સુધી પટેલ સમુહે કોંગ્રેસનો સાથ આપ્યો હતો.  મોદીના મુખ્યમંત્રી બનતા પહેલા જ પટેલ સમુહ ભાજપા સાથે જોડાય ગયો હતો. સમુહનુ સમર્થન કાયમ રાખવુ ભાજપા અને અમિત શાહ માટે મોટો પડકાર રહેશે નહી તો સમુદાય વર્ષોથી કમજોર પડેલ કોંગ્રેસ પાર્ટીના ખોળામાં ક્યાક કુદી ન પડે.