શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 29 સપ્ટેમ્બર 2014 (11:11 IST)

વિદેશમાં વસેલા ભારતીયોને પીએમ મોદીની ભેટ : PIO કાર્ડ ધારકોને મળશે આજીવન વીઝા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના સ્વાગત માટે આયોજીત સભામાં મોટા પાયા પર જૂટેલા અનિવાસી ભારતીયોને ખુશખબરી આપતા જાહેરાત કરી કે પીઆઈઓ કાર્ડધારિયોને આજીવન વીઝા આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ અમેરિકી પર્યટકોના આગમન પર વીઝા આપવામાં આવશે.  
 
મોદીએ ખીચોચીચ ભરેલા ઈંદોર સ્ટેડિયમ મૈડિસન સ્કવાયર ગાર્ડનમાં જાહેરાત કરી કે ભારતીય મૂળના લોકોને દેશ આવતા અડચણોથી બચાવવા માટે પીઆઈઓ અને વિદેશી નાગરિકતા લાવનારા ભારતીયો સંબંધી યોજના બંનેને મળીને એક નવી યોજના કેટલાક મહિનામાં બનાવવામાં આવશે. 
 
પ્રધાનમંત્રીએ કહ્યુ કે તેમને ખબર છે કે આ બંને સ્કીમોના કેટલાક પ્રાવધાનોના કારણે અનિવાસી ભારતીયોને મુશ્કેલી ઉઠાવવી પડે છે. ખાસકરીને જ્યારે પતિ કે પત્ની ભારતીય મૂળની ન હોય તો તેમને વધુ મુસીબત સહન કરવી પડે છે. ત્યા એકત્રિત લોકોની તાળિયોના ગડગડાહટ વચ્ચે તેમણે કહ્યુ કે તેમની આવી મુશ્કેલીને દૂર કરવા માટે ટૂંક સમયમાં નિયમોમાં ફેરફારમા લાવવામાં આવશે.  
 
આ સાથે જ તેમણે કહ્યુ કે લાંબા સમય સુધી ભારતમાં રહેનારા અનિવાસી ભારતીયોને પોલીસ મથકમાં જવાની જરૂર નહી પડે. તેમણે કહ્યુ કે પર્યટનના હેતુથી ભારત આવનારા અમેરિકી નાગરીકોને લાંબા સમયનો વીઝા આપવામાં આવશે. 
 
અનિવાસી ભારતીયો અને અમેરિકી ભારતીયો સંબંધી જાહેરાત કર્યા બાદ મોદી લોક્ને પુછ્યુ કે શુ તેઓ હવે ખુશ છે. તો લોકોએ  ‘મોદી-મોદી’ના નારા લગાવીને પોતાની ખુશી બતાવી.  
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લગભગ 20 હજાર અનિવાસી ભારતીયોએ આજે એ સમયે તાળીઓના ગડગડાહટથી ભવ્ય સ્વાગત કર્યુ જ્યારે તે મૈડિસન સ્કવાયર ગાર્ડનમાં 360 ડિગ્રીના ફરતા મંચથી લોકોને સંબોધિત કરી રહ્યા હતા. 
 
કેસરિયા રંગનુ નેહરુ જૈકેટ અને પીળા કુર્તા પહેરવા મોદીએ ખીચોખીચ ભરેલ ઈંડોર સ્ટેડિયમના લોકોને મંત્રમુગ્ધ કરી દીધો.  તેમણે 360 ડિગ્રીના ધુમતા મંચથી લોકોને સંબ્દોહિત કર્યા જેમા અમેરિકી સીનેટર અને કોંગ્રેસ સભ્ય સામેલ હતા.  
 
ઈંદોર સ્ટેડિયમમા હાજર શ્રોતાઓમાં પુરૂષ, મહિલાઓ અને બાળકોને સમાવેશ હતો. જેમણે અનેકવાર તાળીયોની ગડગડાહટથી મોદીના સ્વાગત કર્યો અને જ્ય હિંદના નારા લગાવ્યા.  આ બધા લોકો અમેરિકી ધરતી પર પ્રધાનમંત્રાના સંબોધનથી ઘણા ઉત્સાહિત અનુભવી રહ્યા હતા.  
 
મોદીના સંબોધનથી પહેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ થયો જેમા ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ અને તેમના પતિ જાણીતા વાયલિન વાદક એલ. સુબ્રમણ્યમે પોતાની પ્રસ્તુતિ આપી.