શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (11:50 IST)

PM મોદીએ પગે પડીને માતાના આશીર્વાદ લીધા, જન્મદિવસે બનાવ્યો આ રેકોર્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 67મો જનમદિવસ છે. આ અવસર પર મા હીરા બા ના આશીર્વાદ લેવા માટે ગાંધીનગર પહોંચી ગયા છે.  માતાનો આશીર્વાદ લીધા પછી પીએમ મોદી અમદાવાદથી 11.30 વાગ્યા હેલીકોપ્ટરથી દાહોદ જીલ્લાના લિમખેડા માટે રવાના થશે અને પાર્ટી આજના દિવસે સેવા દિવસના રૂપમાં ઉજવી રહી છે. આજે ગુજરાતમાં પીએમ મોદીનો વ્યસ્ત કાર્યક્રમ રહેવાનો છે.  જન્મદિવસે તેઓ તમામ પ્રોટોકોલ તોડીને વહેલી સવારે માતા હીરાબાના આશીર્વાદ લેવા રાયસણમાં વૃંદાવન બંગ્લોઝ ગયા હતા. તેમણે લગભગ 20 મીનીટ સુધી માતા સાથે સમય પસાર કર્યો હતો. આ દરમિયાન તેઓ માતાનો હાથ પોતાના હાથમાં લઇને બેઠા હતા. મોદી માતાને પગે લાગ્યા હતા તો માતાએ પણ તેમના માથા ઉપર હાથ મુકીને આશીર્વાદ આપ્યા હતા અને પોતાના દિકરાની લાંબી ઉંમરની કામના પાઠવી હતી. આ દરમિયાન માતા અને પુત્ર વચ્ચે વાતચીત થઇ હતી. પીએમ મોદી માતાની વાતો સાંભળીને ખુશખુશાલ જણાયા હતા.    મોદીએ ત્યારબાદ ટવીટ્ કર્યુ હતુ કે, માંની મમતા, માતાના આશીર્વાદથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે. 

અનેક મોટી યોજનાઓ બની શકે છે એલાન 
 
આજે પીએમ મોદી આદિવાસી સમુદાય વચ્ચે આયોજીત કાર્યક્રમમાં અનેક મોટી યોજનાઓનુ એલાન કરી શકે છે. લિમખેડા પછી પ્રધાનમંત્રી બપોરે 3 વાગીને 25 મિનિટ પર નવસારી પહોંચશે.  આજે તેઓ દિવ્યાંગોને મોટી ભેટ આપવાના છે. નવસારીમાં પીએમ મોદીની હાજરીમાં 11 હજારથી વધુ દિવ્યાંગોને કિટ પણ વહેંચવામાં આવશે. .  જેમાં 1200 દિવ્યાંગોને વ્હીલચેર, 2200ને કાનના મશીન, 25  લોકોને કાનનું ઓપરેશન કરવામાં આવશે. દિવ્યાંગોને કુલ 10 કરોડની સહાય અપાશે. આજે 3 થી 5 જેટલા રેકોર્ડ પણ તુટવાના છે. દિવ્યાંગોની સહાય અને વિશ્વની સૌથી મોટી કેક કાપવામાં આવશે.
 
   આજે ભાજપે સેવા દિવસ મનાવવાનું નક્કી કર્યુ છે. આજે ઠેર-ઠેર રકતદાન શિબિર, દવા વિતરણ, હોસ્પિટલમાં ગરીબોને મદદ, સ્વચ્છતા અભિયાન વગેરે આયોજનો થયા છે. 67 કિલોની એક કેક પણ કાપવામાં આવી છે.