શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: ન્યૂયોર્ક. , શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (12:58 IST)

સમન્સ કારણે મોદીની સુરક્ષા વધી, મોદીને સમન્સ આપનારને 10000 ડોલરનુ ઈનામ

ભારતે આજે બિલકુલ સ્પષ્ટ કરી દીધુ કે પાંચ દિવસની અમેરિકી યાત્રા પર પહોંચેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આસપાસ સુરક્ષાનો ચુસ્ત ધેરો છે અન આ વાતનો સવાલ જ નથી ઉઠતો કે કોઈ તેમને સમન્સ આપી શકે અને મામલામાં કાર્યવાહી ચાલુ છે. 
 
અમેરિકાની એક સંઘીય કોર્ટ દ્વારા મોદી વિરુદ્ધ ગુજરાતમાં 2002ના સાંપ્રદાયિક રમખાણોમાં કથિત ભૂમિકા માટે સમન્સ રજુ કરવાના એક દિવસ પછી ભારતે કડક શબ્દોમાં આ પ્રતિક્રિયા આપી છે. વ્હાઈટ હાઉસે જોકે આ મુદ્દેને વધુ મહત્વ આપ્યુ નથી. 
 
તેના પ્રેસ સચિવ જોશ એર્નેસ્ટે કહ્યુ કે આનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અત્યંત મહત્વપુર્ણ યાત્રા પર કોઈ અસર નહી પડે. તેમણે એ પણ કહ્યુ કે સરકારોના વર્તમાન પ્રમુખોને અમેરિકામાં રહેવા દરમિયાન વ્યક્તિગત સુરક્ષા મળે છે. જેનો મતલબ છે કે કાયદાકીય વાદ શરૂ કરવા માટે તેમને વ્યક્તિગત રૂપે કોઈપણ દસ્તાવેજ સોપવામાં કે આપવામા નહી આવે.  
 
એક પ્રવક્તાએ કહ્યુ આ દુર્ભાગ્યપુર્ણ છે કે વ્યક્તિગત સ્વાર્થો માટે આ મામલાને યાત્રા દરમિયાન ફક્ત વાતાવરણ બગાડવાના હેતુથી ઉઠાવાય રહ્યો છે. આ મામલાના સમાધાન માટે યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા છે. 2002માં ગુજરાત રમખાણોના કેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક કેસ નોંધાવનારા નાગરિક અધિકાર સંગઠને ભારતીય પ્રધાનમંત્રી સુધી કોર્ટના સમન્સને પહોંચાડનારને 10000 ડોલરનુ ઈનામ આપવાની જાહેરાત આપી છે. 
 
ન્યૂયોર્કમા રહેનારા કાયદાકીય સલાહકાર ગુરપતવંત સિંહ પન્નુને ગઈકાલે અહી સંવાદદાતાઓને જણાવ્યુ કે અમેરિકન જસ્ટિસ સેંટરે આગામી બે દિવસમાં શહેરમાં મોદીના વિવિધ સાર્વજનિક કાર્યક્રમો દરમિયાન કોર્ટના સમન્સ મોદી સુધી પહોંચાડનારને 10000 ડોલરનુ ઈનામ આપવાની રજૂઆત કરી છે. આ ઈનામ એ વ્યક્તિને આપવામાં આવશે જે મોદીને સમન્સ આપશે અને પુરાવાના રૂપમાં ફોટો અને વીડિયો લાવી આપશે. 
 
આ તસ્વીર કે વીડિયો એ વાતનુ પ્રમાણ હશે કે એ વ્યક્તિએ  મોદી સુધી કોર્ટૅનુ સમન્સ પહોંચાડી દીધુ. સમુહે મોદીને સમન્સ આપવા માટે કેટલાક લોકોને ભાડે પર રોક્યા છે. આ સમુહનુ કહેવુ છે કે જે પણ કરવામાં આવી રહ્યુ છે એ ન્યૂયોર્કના કાયદા મુજબ કરવામાં આવી રહ્યુ છે. જેના મુજબ આ કામ ઓછામાં ઓછી 10 ફુટના અંતરે પણ કરી શકાય છે અને સંબંદ્ધ વ્યક્તિ પર દસ્તાવેજ ફેંકી પણ શકાય છે. આ પ્રક્રિયાને એ રીતે ગણવામાં આવશે કે સમન્સ આપવામાં આવી રહ્યુ છે.