શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated : મંગળવાર, 30 સપ્ટેમ્બર 2014 (13:49 IST)

વડાપ્રધાન મોદીનાં નકોરડા ઉપવાસ અમેરિકામાં કુતુહલનો વિષય બન્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હોવા છતાં છેલ્લાં ૯૬ કલાકથી તેમણે પેટમાં અનાજનો એક દાણો નાંખ્યો નથી. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હોવા છતાં છેલ્લાં ૯૬ કલાકથી તેમણે પેટમાં અનાજનો એક દાણો નાંખ્યો નથી. વડાપ્રધાન મોદી ફક્ત લીંબુ પાણીના આધારે જ નવરાત્રિના નકોરડા ઉપવાસ કરી રહ્યા છે એવા પણ મીડિયા અહેવાલો હતા, પરંતુ જાણવા મળ્યું છે કે તેઓ લીંબુ પાણી નહીં પણ ફક્ત ગરમ પાણીના આધારે જ ઉપવાસ કરી રહ્યા છે.

અમેરિકામાં કેટલાક નિષ્ણાતોએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું છે કે, ભારતના વડાપ્રધાન માટે આ ખૂબ જ સામાન્ય વાત છે. ભારતમાં અનેક લોકો આવી રીતે ઉપવાસ કરવા માટે ટેવાયેલા છે, પરંતુ વડાપ્રધાન મોદીનું અમેરિકામાં ખૂબ જ વ્યસ્ત છે. વળી, તેમને જેટ-લેગ પણ હોઈ શકે છે. ઉપવાસ હોવાથી જેટ-લેગનો માનસિક થાક પણ ઘણો વધી જાય છે.
મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન ૩૬ જેટલી બેઠકોમાં ભાગ લીધો છે, જેમાં મેડિસન સ્ક્વેર અને સેન્ટ્રલ પાર્કમાં યોજાયેલી જાહેર રેલી જેવી થકવી દેતી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં મોદીએ ન્યૂ જર્સીના ગવર્નર સાથે કરી એવી અનેક અનિશ્ચિત બેઠકો પણ કરી છે. આ બેઠકોમાં બંને તરફથી સંવાદ થતો હતો.

જેમ કે, ગવર્નર ક્રિસ ક્રિસ્ટીને તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે પૂછપરછ કરી હતી. એવી જ રીતે, મેયર બ્લાસિયો સાથે તેમણે ક્રાઉડ કંટ્રોલ વિશે પૂછપરછ કરી હતી અને કુંભ મેળાને યાદ કર્યો હતો. અહીં મોદી તેમના જૂના ગુજરાતી મિત્રોને પણ મળી રહ્યા છે. તેમની સાથે હસી-મજાક કરીને વાતચીત કરી રહ્યા છે અને તસવીરો પણ ખેંચાવી રહ્યા છે. આ વાતને લઈને અમેરિકાના અનેક હેલ્થ એક્સપર્ટ માટે વડાપ્રધાન મોદીના ઉપવાસ કુતુહલનો વિષય બન્યા છે.