જમ્મૂ કશ્મીરના પુલવામામાં આતંકી હુમલા 8 જવાન શહીદ

રવિવાર, 27 ઑગસ્ટ 2017 (09:55 IST)

Widgets Magazine

કશ્મીરના પુલવામા આતંકીઓએ જિલ્લા પોલીસ લાઈન પર હુમલો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ હુમલામાં 8 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે, જ્યારે CRPFના 4 જવાન સહિત 5 લોકો ધાયલ થયા છે. આ અથડામણમાં બે આતંકીઓ પણ માર્યા ગયા છે. છેલ્લા 12 કલાકથી અથડામણ શરૂ છે. ત્યાં આતંકીઓ હોવાની વાત કહેવામાં આવી રહી છે.
 
ચાર પૈકીના સીઆરપીએફના બે જવાન ઓપરેશનનો અંત આવ્યો ત્યારે આતંકવાદીઓ દ્વારા મુકાયેલા બોંબને નિષ્ક્રિય કરતી વખતે શહીદ થયા હતા. ડીજીપી એસ. પી. વૈદ્યે જણાવ્યું હતું કે, સુરક્ષાદળો માટે આ પીડાદાયક દિવસ હતો, કારણ કે મોટી જાનહાનિ સહન કરવી પડી છે. ૨૦૧૭માં કાશ્મીરમાં થયેલો આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. પાકિસ્તાનસ્થિત જૈશે મોહમ્મદ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. સુરક્ષાદળોએ પોલીસલાઇન્સમાં રહેતા ૩૬ પરિવારોને સલામત બહાર કાઢી લેવાયા હતા.
 
પુલવામા જિલ્લામાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પુલવામામાં ત્રાસવાદીઓ સામેનું એન્કાઉન્ટર રોકવા સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો સર્જાતાં ત્રણ લોકો જખ્મી થયાં હતાં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકીય સ્વાર્થ માટે પંચકુલા સળગાવ્યુ - હાઈકોર્ટની ખટ્ટર સરકારને ફટકાર

ડેરા સચ્ચા પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલાની સીબીઆઇની એક કોર્ટે રેપના 15 વર્ષ જુના ...

news

તરણેતરના મેળાને સ્વાઈન ફૂલની અસર: મુલાકાતીઓની પાંખી હાજરી

ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમાન તરણેતરના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જોકે, રાજયમાં સ્વાઈન ...

news

શ્રાવણ મહિનામાં દોઢ કરોડ લોકોએ સોમનાથના ડિજિટલ દર્શન કર્યાં

શ્રાવણમાસમાં સોશ્યલ મિડીયામાં સોમનાથ મહાદેવ છવાઇ ગયા હતા. વિશેષ શૃંગારના ફોટોગ્રાફ્સ તથા ...

news

આ એક Letterથી રામ રહીમ ફંસાયા રેપ કેસમાં.. વાંચો શુ લખ્યુ હતુ તેમા..

યૌન શોષણ મામલે આરોપી ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ પર શુક્રવારે પંચકૂલા સીબીઆઈ કોર્ટે ...

Widgets Magazine