રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 29 જૂન 2021 (14:12 IST)

સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ, 31 જુલાઈ સુધી લાગૂ કરો વન નેશન. વન રાશન સ્કીમ

દેશમાં વન નેશન વન રાશન' સ્કીમને લાગૂ કરવા અને પ્રવાસી મજૂરો માટે ભોજનની સુવિદ્ય ઉપલબ્ધ કરવાને લઈને સુપ્રીમ કોર્ટેએ મોટો આદેશ અપ્યો છે. ટોચની કોર્ટે મંગળવારે કહ્યુ કે રાજ્ય સરકારને કમ્યુનિટી કિચન ચલાવવુ જોઈએ જેથી કોરોના સંકટ રહેતા સુધી તેને ભોજનની સુવિદ્યા મળી શકે.  એટલુ જ નહી 31 જુલાઈ સુધી દેશના બધા રાજ્યોથી વન નેશન વન રાશન સ્કીમ લાગૂ કરવાનુ કહ્યુ છે. આ ઉપરાંત પ્રવાસી મજૂરોના નોંધણી માટે પણ 31 જુલાઈ સુધી પોર્ટલ તૈયાર કરવાનુ કહ્યુ છે. 
 
જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે કહ્યું, 'કેન્દ્ર સરકારે એક પોર્ટલ તૈયાર કરવું જોઈએ જેથી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની નોંધણી થઈ શકે. પ્રક્રિયા 31 જુલાઈ સુધી શરૂ થઈ જવી જોઈએ.' આ સાથે સુપ્રીમ કોર્ટે ડેટા જાહેર કરવામાં વિલંબ માટે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોર્ટે કહ્યું કે, "શ્રમ અને રોજગાર મંત્રાલયનું ઉદાસીન વલણ માફ કરવા લાયક નથી." ખંડપીઠે કહ્યું હતું કે, “અસંગઠિત અને પ્રવાસી મજૂરો માટે પોર્ટલ તૈયાર કરવામાં કેન્દ્ર સરકારના વિલંબથી એ સ્પષ્ટ થાય છે કે તે લોકોના અધિકારને લઈને ચિતિત નથી. આ સ્વીકારી શકાય નહીં. '
 
આ સિવાય કેન્દ્ર સરકારને રાજ્યોને વધુ રાશન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વન નેશન, વન રેશન યોજના હેઠળ દેશના તમામ પરપ્રાંતિય મજૂરોને સુવિધા મળશે. જેના હેઠળ તેઓ જે પણ રાજ્ય કે શહેરમાં હશે ત્યા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ તેમને અનાજ મળી શકશે.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે રાજ્યોએ આ યોજના હજી સુધી લાગુ કરી નથી, તેઓએ 31 જુલાઇ સુધીમાં આ કામ પૂર્ણ કરી લે. . આ અગાઉ 24 મી મેએ પણ કોર્ટે કહ્યું હતું કે પ્રવાસી મજૂરોની નોંધણીની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. આ સાથે, તેમણે અધિકારીઓને સૂકુ અનાજ વિતરણ અને કમ્યુનિટી કિચન શરૂ કરવા આદેશ આપ્યો હતો.