Viral Video: પપ્પા મને કેંસર છે.. પ્લીઝ મારી સારવાર કરાવી દો.. કઠોર પિતા માન્યા નહી અને બાળકીનુ મોત

નવી દિલ્હી., બુધવાર, 17 મે 2017 (15:48 IST)

Widgets Magazine
saishree

 થોડા દિવસ પહેલા સેલ્ફી વીડિયો દ્વારા પોતાના પિતાને સારવાર પર પૈસા ખર્ચ કરવાની વિનંતી કરનારી કેંસર પીડિતાનુ મોત થઈ ગયુ છે. આરોપ છે કે પિતાએ પુત્રીની સારવાર ન કરાવી. આ જ કારણે તેનુ મોત થઈ ગયુ. વિજયવાડાની આ બાળકીનુ મોત પછી તેની સેલ્ફી વાયરલ થઈ રહી છે.  વીડિયોમાં બાળકી રડતા પોતાના પિતાને કહી રહી છે કે તેની સારવાર કરાવે. તે મરવા નથી માંગતી.   ત્યારબાદ પણ પિતાનુ દિલ પીગળ્યુ નહી અને ઈલાજના અભાવમાં બાળકીએ દમ તોડ્યો.  તેણે ખૂબ જ માર્મિક રીતે પોતાની વાત પિતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ બાળકીનુ નામ સાઈ શ્રી, હતુ. 
 
વીડિયોમાં સાઈ શ્રી,  કહી રહી છે પિતા તમે કહ્યુ કે તમારી પાસે પૈસા નથી પણ આપણી પાસે આ ઘર તો છે. તો આ ઘર વેચી દો અને મારી સારવાર માટે પૈસા આપી દો. ડોક્ટરનું કહેવુ છે કે જો સારવાર ન થઈ તો હુ વધુ સમય સુધી જીવતી નહી રહી શકુ.  પ્લીઝ કશુ કરો અને મને બચાવી લો. હુ સ્કુલ જવા માંગુ છુ. 
 
સ્થાનીક મીડિયા રિપોર્ટ્સ મુજબ સાઈ શ્રી, ના માતા પિતા વચ્ચે સારા સંબંધ નથી. થોડા વર્ષ પહેલા પિતાએ સાઈ શ્રી,  અને તેની માને ઘરમાંથી બહાર કરી હતી. સાઈ શ્રી, ની મા જેમ તેમ તેનો અને પોતાનો ખાવાની વ્યવસ્થા કરી રહી હતી. આ દરમિયાન સાઈ શ્રી, ને કેંસર હોવાની વાત જાણ થતા તેની મા ખૂબ જ ગભરાઈ ગઈ. ડોક્ટરોએ સારવાર માટે પુષ્કળ પૈસા ખર્ચ થવાની વાત કરી. છેવટે સાઈ શ્રી, એ મોબાઈલથી સેલ્ફી વીડિયો બનાવીને પોતાના પિતાને સારવાર માટે પૈસા એકત્ર કરવાની વિનંતી કરી પણ પિતાનુ દિલ પીઘળ્યુ નહી. 
 
રવિવારે બાળકીનુ મોત થઈ ગયુ. જ્યારે આ વીડિયો એક એનજીઓએ જોયો તો તેઓ ફરિયાદ લઈને રાજ્ય માનવાધિકાર આયોગ ગયા. એનજીઓને આરોપ લગાવ્યો કે પિતાએ પૈસા હોવા છતા પુત્રીની સારવાર ન કરાવી. એવુ કહેવાય રહ્યુ છે કે તેના પિતા કથિત રૂપે તેલુગુ દેશમ પાર્ટીના ધારાસંભ્ય બોંડા ઉમામાશેવારા રાવની મદદથી ગુંડાઓને આ મુદ્દાનો નિપટારો કરવા માટે મોકલ્યા. એનજીઓનુ કહેવુ છે કે પોલીસે ગુંડાઓ વિરુદ્ધ કેસ નોંધવાની પણ ના પાડી દીધી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અનામત આંદોલનના નેતાઓ સાથે સરકાર વાતચીત કરવા માટે તૈયાર - નીતિન પટેલ

ભાજપ સરકાર અને પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસ વચ્ચે ફરી એક વખત પાટીદારો માટે સરકાર શું ...

news

ગુજરાતની વિજળી ખરીદવા માટે કોઈ ખરીદદાર મળતો નથી

સમગ્ર દેશમાં વિજળી અંગે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં 24 કલાક વિજળી મળે છે. આ દાવા સાથે ...

news

પીએમ મોદી 12મી વખત ગુજરાત આવશે, કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ...

news

આજની બાયડ મુલાકાત રદ કરીને શું શંકરસિંહ વાઘેલા અજ્ઞાતવાસમાં જતાં રહ્યાં?

ગુજરાત ધારાસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ તેમની આજે બાયડની મુલાકાત રદ કરી નાંખી છે ...

Widgets Magazine