શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 5 જુલાઈ 2023 (10:33 IST)

31 લાખની હીરાની વીંટી ચોરી, પછી ડરીને શૌચાલયમાં ફ્લશ કરી નાખી

હૈદરાબાદમાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના સ્કિન એન્ડ હેર ક્લિનિકના સ્ટાફે મહિલા ગ્રાહક પાસેથી રૂ. 30.69 લાખની કિંમતની હીરાની વીંટી ચોરી લીધી હતી અને પકડાઈ જવાના ડરથી તેને શૌચાલયમાં કોમોડમાં ફેંકી દીધી હતી.
 
  હૈદરાબાદમાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના સ્કિન એન્ડ હેર ક્લિનિકના સ્ટાફે મહિલા ગ્રાહક પાસેથી રૂ. 30.69 લાખની કિંમતની હીરાની વીંટી ચોરી લીધી હતી અને પકડાઈ જવાના ડરથી તેને શૌચાલયમાં કોમોડમાં ફેંકી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક મહિલાએ ગયા અઠવાડિયે શહેરના પોશ વિસ્તાર જ્યુબિલી હિલ્સ ખાતે હેર એન્ડ સ્કિન ક્લિનિકની મુલાકાત લીધી હતી. ચેકઅપ દરમિયાન મહિલાએ પોતાની વીંટી તેની સામે ટેબલ પર મૂકી હતી.