1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (10:09 IST)

Breaking News : ફરીદાબાદ પાસે પલવલમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, પોલીસ તપાસ શરૂ

Breaking News
હરિયાણાના પલવલ જિલ્લાના ગામ ઔરગાબાદમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી હોવાના સમાચાર આવ્યા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ(Police)  ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે પલવલની સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે. સાથે જ  આ ઘટના પછી પરિવારમાં શોક છવાયો છે સાથે જ આ વિસ્તારમાં ગમગીન વાતાવરણ સર્જાયું હતું.
 
કહેવામાં આવી રહ્યું છે કે પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. પરિવારના વડીલને બુધવારે સવારે પાંચના મૃતદેહ જોવા મળ્યા હતા. તેમણે પોલીસને આ બાબતની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. મૃતકોમાં પતિ -પત્ની અને 3 બાળકોનો સમાવેશ થાય છે. પતિ પત્નીએ ફાંસી લગાવી છે અને બાળકોને ઝેર આપવામાં આવ્યું છે.