1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 30 એપ્રિલ 2021 (14:41 IST)

જાણીતા ન્યુઝ એંકર રોહિત સરદાનાનુ નિધન, કોરોના વાયરસથી પીડિત હતા

રોહિત સરદાના
જાણીતા ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ કોરોનાથી મોત થઈ ગયુ છે. લાંબા સમય સુધી જી ન્યુઝમાં એંકર રહી ચુકેલા રોહિત સરદાના હાલ 'આજ તક' ન્યુઝ ચેનલમાં એંકરના રૂપમાં કામ કરી રહ્યા હતા. રોહિત સરદાનાના મોતને લઈને પત્રકાર સુધીર ચૌધરીએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે. સુધીર ચૌધરીએ ટ્વીટ કર્યુ. 'હજુ થોડીવાર પહેલા જ જીતેંદ્ર શર્માનો ફોન આવ્યો. તેમણે જે કહ્યુ તે સાંભળીને મારા હાથ કાંપવા લાગ્યા. અમારા મિત્ર અને સહયોગી રોહિત સરદાનાના મૃત્યુના સમાચાર હતા. આ વાયરસ આપણા આટલા નિકટથી કોઈને ઉઠાવીને લઈ જશે તેની કલ્પના પણ નહોતી કરી.  હુ આ માટે તૈયાર નહોતો. આ ભગવાનની નાઈંસાફી છે... ૐ શાંતિ...