ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (18:02 IST)

Photos - મૈત્રીનો રોડ શો LIVE: જાપાનના PM અને મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલો ચઢાવ્યા

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે તેમની પત્ની સાથે અમદાવાદના મહેમાન બન્યા છે. વિશેષ વિમાનમાં તેઓ સાડા 3 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો તેમનો રોડ શો શરૂ થયો હતો. અહીં રોડ શો દરમિયાન માર્ગો પર વિવિધ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરતાં ડાન્સ કલાકારો રજૂ કરી રહ્યા છે.

શિન્ઝો આબે અને તેમની પત્નીનું સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સેનાના ત્રણેય પાંખો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો સાથે મોદીએ મુલાકાત કરાવી હતી.


- રોડ શો માં જાપનાના પ્રધાનમંત્રે શિંજો અને તેમની પત્નીએ ભારતીય ડ્રેસ પહેર્યો  છે
-  એયરપોર્ટ પર રસ્તાના કિનારે પબ્લિક જાપાન અને ભારતનો ઝંડો લઈને ઉભી છે 
- 29 રાજ્યોની ઝાંખી સજાવવામાં આવે છે. જ્યા લોક નૃત્ય અને સંગીતનો નજારો છે 
અમદાવાદ એરપોર્ટ પર બંને પીએમના સ્વાગત માટે 37 બૌદ્ધ સાધુઓ પણ જોડાયા હતાં. જેઓ સવારના એરપોર્ટ પર પહોચી ગયા હતાં.વડા પ્રધાન મોદી અને વડા પ્રધાન શિન્ઝો બંનેનું એક સાથે આ બૌદ્ધ સાધુઓ પ્રાર્થના કરી સ્વાગત કર્યું હતું. 

દેશની પ્રથમ બુલેટ ટ્રેનના ભૂમિપૂજન અને ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટ-૨૦૧૭ પ્રસંગે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબે અને શ્રીમતી અકી આબે આદાવાદ એરપોર્ટ આવી પહોંચતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિત હતા. 
અમદાવાદ એયરપોર્ટથી રોડ શો શરૂ થઇ એયરપોર્ટ સર્કલ પહોંચશે, ત્યાર બાદ આર્મી કેન્ટોન્મેંટ થઈ જુના સર્કીટ હાઉસ પહોંચશે..ત્યાંથી શાહીબાગ ડફનાળા અને ત્યાંથી ડફનાળા રિવર ફ્રંટ પહોંચશે. અહીંથી સ્વામીનારાયણ મંદિર થઇ સુભાષ બ્રિજ પહોંચશે.સુભાષ બ્રિજ સર્કલથી સાબરમતી આશ્રમ પહોંચશે..

મોદીના રોડ શો દરમ્યાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. બાદમાં બન્ને નેતાઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે.જાપાનના પ્રધાનમંત્રી શિંજો અબે અમદાવાદની સિદ્દી સૈયદની જાળીની મુલાકાત લેશે.
જાપાનના પીએમના પ્રવાસના કારણે સમગ્ર અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. એરપોર્ટથી બંને દેશોના વડાની સુરક્ષાના ભાગ રૂપે ગ્રાંડ રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ અમદાવાદના અથ્લેટીક ગ્રાઉંટ પર સુરક્ષા રિહર્સલ હાથ ધરવામાં આવ્યું. તો શિંઝો અબે હયાત હોટલમાં રાત્રી રોકાણ કરવાના છે. જેને લઈ હયાત હોટલ લોખંડી બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. આજે હયાત હોટલમાં ગ્રાંડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સ્થળ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.