શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (12:36 IST)

શુ છે જલીકટ્ટુ ફેસ્ટિવલ ?

તમિલનાડૂમાં જલીકટ્ટુને લઈને પ્રદર્શન ઝડપી બની ગયુ છે. આજે તમિલનાડુના મુખ્યમંત્રી પનીરસેલ્વમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. એવુ કહેવાય રહ્યુ છે કે મુલાકાત દરમિયાન પીએમ મોદી પાસે પનીર સેલ્વમે અધ્યાદેશની માંગ કરી. 
 
બુધવારે રસ્તા પર બેકાબૂ ભીડે આ તહેવાર પરથી પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટના આ પ્રતિબંધને સામાન્ય લોકો પોતાની પરંપરા પર હુમલોના રૂપમા જોઈ રહ્યા છે. પોંગલના તહેવાર પર મનુષ્ય અને આખલા વચ્ચે આ રમતનુ આયોજન કરવામાં આવે છે.  
 
સ્ફૂર્તિ અને તાકતની આ સ્પર્ધાની તૈયારીમાં ગ્રામીણ પોંગલથી અનેક મહિનાઓ પહેલા જ લાગી જાય છે. જલીનો અર્થ થાય છે સિક્કો અને કટ્ટૂનો અર્થ છે બાંધેલો. આ રમત દરમિયાન આખલા(સાંઢ) ના સીંગડામાં કપડુ બાંધેલુ હોય છે. આ કપડામાં ઈનામની રકમ હોય છે. 
 
ઈનામની રકમને મેળવવા માટે લોકો આખલાને ખૂંધાથી પકડીને થોડી વાર માટે લટકી જાય છે. તેનાથી સાંઢ વશમાં થઈ જાય છે. રમતની શરૂઆતમાં એક દોડતો આખલો ભીડમાં છોડવામાં આવે છે. આ રમતમાં હરીફે આખલાના ખૂંધાને ત્યા સુધી પકડી રાખવાનુ છે જ્યા સુધી તે વશમાં ન થઈ જાય.  
 
રમતમાં ભાગ લેવા માટે આખલાને એક વર્ષથી વધુ સમય પહેલાથી તૈયાર કરવામાં આવે છે. આ રમત પછી નબળા આખલાને ઘરેલુ કાર્યો માટે કરવામાં આવે છે.  બીજી બાજુ મજબૂત સાંઢનો ઉપયોગ ગાય સાથે સારી નસ્લના પ્રજનનના કામમાં લગાવવામાં આવે છે. 
 
મજબૂત આખલાને મંદિરમાં મુકવામાં આવે છે. જલીકટ્ટૂમાં જીતનારા હરીફને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેમને ઈનામ આપીને સન્માનિત પણ કરવામાં આવે છે.