1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (11:34 IST)

Accident in Assam Karimganj - અસમમાં ઓટો રિક્ષા અને ટ્રકની જોરદાર ટક્કરથી દર્દનાક દુર્ઘટના, છઠ પૂજા કરીને પરત ફરી રહ્યા હતા, ઓછામાં ઓછા 10ના મોત

Accident in Assam Karimganj: અસમના કરીમગંજમાં એક મોટી દુર્ઘટના બની ગઈ છે. જેમા ઓછામાં ઓછા 10 લોકોના મોત થવાના સમાચાર છે અહી એક ઓટો રિક્ષા અ ને સીમેંટ લાવનારા ટ્ર્ક સાથે જોરદાર ટક્કર થઈ ગઈ હતી. મૃતકોની બોડી એકદમ ક્ષત વિક્ષત થઈ ગઈ છે. તેમાથી કોઈની પણ ઓળખ થઈ શકી નથી. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે દુર્ઘટના એ સમયે થઈ જ્યારે લોકો અડધી રાત્રે છઠ પૂજા કરીને પરત ફરી રહ્યા હતા. ઘટના પછી સ્થાનીક લોકોએ આનો વિરોધ કરવો શરૂ કર્યો છે. લોકોએ અસમ અને ત્રિપુરા રોડને બંધ કરી દીધો. એવુ અનુમાન છે કે મૃતકોમાં ચા ના બગીચામાં કામ કરનારા લોકોનો સમાવેશ છે. 
 
મળતી માહિતી મુજબ ટ્રકની ગતિ ખૂબ જ તેજ હતીૢ જેના કારણે ઓટો રિક્ષાની અંદર બેસેલા લોકોનુ મોત થઈ ગયુ. ઘટના ગુરૂવારે સવારે બૈથાખલ વિસ્તારમાં નેશનલ હાઈવે  8 (National Highway 8) પર થઈ છે. આ સ્થાન અસમ-ત્રિપુરા સીમા પર કરીમગંજ જીલ્લાના પાથરકાંડી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવે છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોછી. જીલ્લાના એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે દુર્ઘટના ટ્ર્ક અને ઓટો રિક્ષાની સીધી ટક્કર થયા પછી થઈ છે.