શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (07:45 IST)

BHUમાં લાઠીચાર્જ વિરોધ - રાજ બબ્બર સહિત અનેક કૉંગ્રેસી નેતાની ધરપકડ

બનારસ હિંદુ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતી બાદ ચાલી રહેલું ઘમાસાણ ફરિ એકવાર ગરમાયું છે. વિદ્યાર્થીનીઓને ત્યાંથી દૂર કરાયા બાદ લંકા વિસ્તારમાં હજારોની સંખ્યમાં વિદ્યાર્થીઓ ભેગા થઈને પ્રશાસનની વિરૂધ્ધમાં સુત્રોચ્ચાર કરી રહ્યા છે.
 
પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને સમજાવવા માટે ડીએમ કોશિશ કરી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ માનવા માટે તૈયાર નથી. આ વિસ્તારમાં દુકાનો બંધ છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે હવે બીએચયૂ પ્રશાસન બળજબરીથી હોસ્ટેલ ખાલી કરાવવાની કોશિશ કરી રહ્યું છે.
 
કોંગ્રેસના નેતા બીએચયુ સર્વદલીય માર્ચમાં સામેલ થવા જઈ રહ્યા હતા. તેમની ધરપકડ કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ પહેલા રાજ બબ્બરના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાં પોલીસ અને સમર્થકો વચ્ચે થોડી ધક્કામુક્કી પણ થઈ હતી.
 
 બીએચયુમાં વિદ્યાર્થીનીઓની પિટાઈના વિરુદ્ધમાં તમામ દળના નેતા બીએચયુ ગેટ પર આવવાના હતા. બીજી તરફ, બીએચયુના બિરલા નવાસના 16 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી અને તેમને બાદમાં છોડી દેવાયા હતા.