ઉપવાસ પહેલા કોંગ્રેસ નેતાઓએ લીધો હતો છોલે ભટૂરાનો સ્વાદ, ફોટો વાયરલ

upavas polictics
Last Updated: સોમવાર, 9 એપ્રિલ 2018 (16:13 IST)

દલિતો પર કથિત અત્યાચાર વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી આજે આખા દેશમાં કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજઘાટમાં ઉપવાસ પર બેસ્યા છે. આ ઉપવાસ દરમિયાન કોંગ્રેસ નેતાઓની એક ફોટો સામે આવી છે. ઉપવાસ પર બેસતા પહેલા કોંગ્રેસ નેતા અજય માકન, હારુન યુસુફ, અરવિંદર સિંહ લવલીએ છોલે-ભટૂરાનો સ્વાદ માણ્યો. ભાજપા નેતા હરીશ ખુરાનાએ પોતાના ટ્વિટર એકાઉંટ પર એક ફોટો શેયર કરી છે. જેમા કોંગ્રેસના બધા વરિષ્ઠ નેતા છોલે-ભટૂરાનો આનંદ લઈ રહ્યા છે. 
 
વહા રે આપણા કોંગ્રેસી નેતા, લોકોને રાજ ઘાટ પર અનશન માટે બોલાવ્યા છે અને ખુદ એક રેસ્ટોરેંટમાં બેસીને છોલે ભટૂરાનો આનંદ લઈ રહ્યા છે. 
 
ખુરાનાએ ફોટો ટ્વીટ કરતા સાથે લખ્યુ, કોંગ્રેસના નેતાઓએ લોકોને રાજઘાટ પર અનશન માટે બોલાવ્યા છે. ખુદ એક રેસ્ટોરેંટમાં બેસીને છોલે ભટૂરાનો આનંદ લઈ રહ્યા છે, કેટલા બેવકૂફ બનાવો છો. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ મોડા રાજઘાટ પર પહોંચતા પણ ભાજપાએ સવાલ કર્યો. ભાજપાએ કહ્યુ કે બ્રેકફાસ્ટ થઈ ગયો. લંચ પણ ખતમ અને હવે રાહુલનો ઉપવાસ શરૂ... 
 


આ પણ વાંચો :