સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (15:39 IST)

બિહારના શિક્ષણ મંત્રીએ કહ્યું, રામચરિત માનસ નફરત ફેલાવે છે, વિજય રૂપાણી બોલ્યા રાજીનામું લઈ લેવું જોઈએ

બિહારના શિક્ષણમંત્રીના વિવાદાસ્પદ ભાષણનો વીડિયો વાયરલ થયો છે. શિક્ષણમંત્રી ચંદ્રશેખરે રામચરિત માનસને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. બિહારના પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે રામચરિત માનસને સમાજમાં ભાગ પડાવનાર પુસ્તક ગણાવ્યું હતું. તેમના આ નિવેદનને લઈને રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં કહ્યું હતું કે, બિહારના શિક્ષણમંત્રી આ પ્રકારના નિવેદનો આપીને નફરત ફેલાવી રહ્યાં છે. આવા શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએ.



બિહારના પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીમાં દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે રામચરિત માનસને નફરતનું પુસ્તક ગણાવી તે સમાજમાં ભાગલા પડાવનાર પુસ્તક છે તેવું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મનુસ્મૃતિમાં 85 ટકા વસ્તી ધરાવતા સમાજના મોચા વર્ગની વિરૂદ્ધ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રામચરિત માનસના ઉત્તરકાંડમાં લખ્યું છે કે નીચી જાતિના લોકો શિક્ષણ મેળવ્યા પછી સાપની જેમ ઝેરી બની જાય છે. તેમણે એટલે સુધી કહ્યું હતું કે, આ એવા ગ્રંથો છે જે નફરતનું વાવેતર કરે છે. એક યુગમાં મનુસ્મૃતિ બીજા યુગમાં રામચરિત માનસ અને ત્રીજા યુગમાં ગુરૂ ગોવાલકરની વિચારધારા. આ બધા દેશ અને સમાજને નફરતમાં વહેંચી નાંખે છે. નફરત ક્યારેય દેશને મહાન નહીં બનાવી શકે. પ્રેમ જ દેશને મહાન બનાવશે.બિહારના શિક્ષણ મંત્રીના આ નિવેદનને લઈને રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, બિહારના શિક્ષણમંત્રી આવું બોલીને નફરત ફેલાવી રહ્યાં છે. આવા મંત્રી પાસેથી રાજીનામું લઈ લેવું જોઈએ.