મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (10:16 IST)

સિલિન્ડર વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના, એક જ પરિવારના 6 લોકો જીવતા દાઝી ગયા

Panipat News: પાણીપતમાં એક ઘરમાં એલપીજી સિલિન્ડર વિસ્ફોટને કારણે 6 લોકો જીવતા દાઝી ગયા. હરિયાણાના પાણીપતના તહેસીલ કેમ્પમાં આવેલી રાધા ફેક્ટરી પાસે ગુરુવારે સવારે મોટો અકસ્માત થયો હતો. જ્યાં એક ઘરમાં સિલિન્ડર ફાટ્યો, જેના કારણે ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી.
 
જ્યારે આ ઘટના બની ત્યારે પતિ અને પત્ની તેમના ચાર બાળકો - 2 છોકરીઓ અને 2 છોકરાઓ સાથે ઘરમાં હાજર હતા. મૃતકોની ઓળખ અબ્દુલ કરીમ (50), તેની પત્ની અફરોઝા (46), મોટી પુત્રી ઈશરત ખાતુન (17-18), રેશ્મા (16), અબ્દુલ શકૂર (10) અને અફાન (7) તરીકે થઈ છે. તે પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરનો રહેવાસી હતો.