જયા બચ્ચન પર વિવાદાસ્પદ નિવેદન, ચારેબાજુથી ઘેરાયા બીજેપી નેતા નરેશ અગ્રવાલે ખેદ પ્રગટ કર્યો.

મંગળવાર, 13 માર્ચ 2018 (11:17 IST)

Widgets Magazine

ભાજપમાં સામેલ જોડાયા પછી અભિનેત્રી પર વિવાદાસ્પદ નિવેદન આપનાર સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા નરેશ અગ્રવાલને ચારેબાજુથી નિંદાનો સામનો કરતા પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે કે સોમવારના રોજ ભાજપમાં સામેલ થયા બાદ પોતાની પહેલી જ પત્રકાર પરિષદમાં અગ્રવાલે તેમની જગ્યાએ જયાને આપતા સપા પર નિશાન સાંધ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ તેમની તુલના ફિલ્મ અભિનેત્રી સાથે કરી છે ‘જે ફિલ્મોમાં નાચતી હતી’. જો કે તેના નિવેદનથી ત્યાં બેઠેલા ભાજપ નેતા અસહજ થઇ ગયા પાર્ટીએ તરત આ નિવેદનથી પોતાને અલગ કરી લીધા હતા.
 
નિવેદન પર ખેદ 
અગ્રવાલે મંગળવારના રોજ જયા પર આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારા નિવેદનથી કોઇને કષ્ટ થયું છે તો મને તેનો ખેદ છે. મને સપાએ ટિકિટ આપવી યોગ્ય ના સમજ્યું અને જયાને ટિકિટ આપી. હું કોઇ વિવાદમાં નથી પડવા માંગતો અને ખેદ વ્યક્ત કરું છું. જો કે પત્રકારો દ્વારા વારંવાર માફી માંગવાના પ્રશ્ન પર પણ અગ્રવાલે પોતાના નિવેદન માટે માફી માંગી નહીં. તેમણે ઉલટાનું પૂછયું, ‘ખેદ શબ્દનો મતલબ સમજો છો તમે?’
 
રામ મંદિરના પ્રશ્ન પર અગ્રવાલે કહ્યું કે હું પણ હિન્દુ છું અને પૂજા કરું છું. રામ મંદિરનો કોઇપણ હિન્દુએ વિરોધ કર્યો નથી. મુસ્લિમોને પણ રામ મંદિરથી કોઇ મુશ્કેલી નથી. રામ પર તેમના અગાઉના નિવેદનો પર પૂછતા અગ્રવાલે કહ્યું કે તે જૂની વાતોમાં જવા માંગતા નથીWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નેપાળમાં બાંગ્લાદેશી વિમાનનુ ક્રૈશ લૈડિંગ, ઓછામાં ઓછા 38 લોકોના મોત

નેપાળની રાજધાની કાઠમાંડૂમાં બાંગ્લાદેશની એક ખાનગી એયરલાઈન યૂએસ-બાંગ્લાના દુર્ઘટનાગ્રસ્ત ...

news

રાજ્યસભા ચૂંટણી - ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના બે-બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, ...

news

Maharashtra Farmers - ખેડૂત કેમ કરી રહ્યા છે પ્રદર્શન ?

મહારાષ્ટ્રમાં હજારો ખેડૂત અને આદિવાસી નાસિકથી 180 કિલોમીટર પગપાળા માર્ચ કરતા મુંબઈના આઝાદ ...

news

Nepal Plane Crash - નેપાળમાં વિમાનનું ક્રેશ લેંડિગ...

નેપાળની રાજધાની કાઠમાંડૂમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ક્ષેત્રમાં એક ખાનગી વિમાનનુ ...

Widgets Magazine