Maharashtra Farmers - ખેડૂત કેમ કરી રહ્યા છે પ્રદર્શન ?

સોમવાર, 12 માર્ચ 2018 (16:37 IST)

Widgets Magazine

મહારાષ્ટ્રમાં હજારો ખેડૂત અને આદિવાસી નાસિકથી 180 કિલોમીટર પગપાળા માર્ચ કરતા મુંબઈના આઝાદ મેદાન પર પહોંચી ચુક્યા છે.  
 
આ ખેડૂત આ પ્રદર્શન દ્વારા આ માંગોને મનાવવાની કોશિશ કરી રહ્યા છે. 
 
- વન અધિકાર કાયદો - 2006 યોગ્ય ઢંગથી લાગૂ થાય. 
- સ્વામીનાથન પંચની ભલામણોને લાગૂ કરવામાં આવે. 
- સરકાર કર્જ માફીના વચનને સંપૂર્ણ રીતે લાગૂ કરો. 
- પણ પ્રશ્ન એ છે કે આ માંગનો સાચો મતલબ શુ છે 
 
વન અધિકારે કાયદો 2006 - મુંબઈ પહોંચેલ ખેડૂતોનો આ કાફલો એક મોટી સંખ્યા આદિવાસી ખેડૂતોની છે 
 
ખેડૂત સંગઠન સાથે જોડાયેલ ખેડૂત મુજબ.. ઉલ્લેખનીય છે કે આ એક આદિવાસીઓનો મોરચો છે. જે જંગલ-જમીન પર પોતાના હક માટે પ્રદર્શન કરી રહ્યા છે. 
આ ખેડૂત વર્ષ 2006માં પાસ થયેલ વન અધિકાર કાયદાને સારી રીતે લાગૂ કરવાની માંગ કરી રહ્યા છે. વન અધિકાર કાયદો અદિવાસી ખેઊતોને જંગલમાંથી પેદા થનારા ઉત્પાદોના સહારે જીવિકા કમાવવાનો અધિકાર આપે છે. 
 
જો કે દાવો એવો કરવામાં આવે છે કે મહારાષ્ટ્રના જ બીજા વિસ્તાર ગઢચિરૌલીમાં આ કાયદાને સારી રીતે લાગૂ કરવામા6 આવ્યો છે. પણ નાસિકમાં આવી સ્થિતિ નથી. 
 
પ્રદર્શનમાં જોડાયેલા ખેડૂતો મુજબ અનેકવાર વન અધિકારી તેમના ખેતર ખોદી નાખે છે.  તે જ્યારે ઈચ્છે ત્યારે આવુ કરી શકે છે. અમને અમારી જમીન પર પોતાનો હક જોઈએ. અમને હંમેશા બીજાની દયા પર જીવવુ પડે છે. 
કર્જ માફી હોય અને દરેક રીતે  હોય.. 
 
આદિવાસી ક્ષેત્રમાં કામ કરનારા સમાજસેવી મુજબ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં વન અધિકાર કાયદો સારી રીતે લાગૂ કરવામાં આવ્યો પણ નાસિકમાં આવુ ન થયુ કારણ કે ગઢચિરૌલી અને નાસિકના પરિસ્થિતિમાં અંતર છે. 
 
ગઢચિરૌલીમાં પ્રાકૃતિક વન ક્ષેત્ર નાસિકની ઉપેક્ષા વધુ છે અને ત્યાના કિસાન સામુદાયિક અધિકારના મૉડલ પર કામ કરી શકે છે.  પણ નાસિકમાં સ્થિતિ જુદી છે. નાસિકમાં પ્રાકૃતિક વન ક્ષેત્ર ખૂબ ઓછા છે. આ કારણે ખેડૂત સામુહિક અધિકારોને બદલે વ્યક્તિગત અધિકારોની માંગ કરી રહ્યા છે. 
 
માર્ચ કરી રહેલા ખેડૂતોની બીજી સૌથી મોટી માંગ છે કે મહારાષ્ટ્ર સરકાર કર્જ માફીના પોતાના વચનને પુર્ણ કરે. 
 
એક પત્રકાર મુજબ કર્જ માફીના સંબંધમાં જે આંકડા આપવામાં આવ્યા છે તે મનઘડન સ્ટોરી છે. જીલ્લા સ્તર પર બેંકની હાલત ખરાબ છે અને આ કારણે કર્જ માફીનું કામ અધુરુ છે. આ પ્રકારની સ્થિતિમાં બેંક દ્વારા જેટલા ખેડૂતોને લોન આપવી જોઈએ તેના દસ ટકા પણ કામ હજુ થઈ શક્યુ નથી. 
 
કર્જ માફીની વાત કરીએ તો પ્રદર્શન કરી રહેલ ખેડૂતોમાં એક મોટી સંખ્યા એ ખેડૂતોની છે જેમને સ્થાનીય શાહુકારો પાસેથી લોન લીધી છે.  આવામાં સરકારની કર્જમાફીનુ એલાન આવા ખેડૂતોની મદદ નથી કરી શકતુ. 
 
પાક સમર્થન મૂલ્ય પર શુ છે માંગ ?
 
આ આંદોલન સાથે જોડાયેલ શ્યામ અશ્તેકર મુજબ આ ખેડૂતોને એમએસપી મળવાથી પણ કોઈ ફાયદો નહી મળે. કારણ કે આ ખેડૂતો મોટાભાગે મજૂરી કરવા જાય છે અને ફક્ત ધાનનો એક પાક જ લઈ શકે છે.  ક્યારેક ક્યારેક તો તેમને ફક્ત એક જ પાક મળી શકે છે. 
 
પ્રદર્શન કરી રહેલ ખેડૂત અને આદિવાસી સ્વામીનાથન પંચની ભલામણો લાગૂ કરવાની માંગ પણ કરી રહ્યા છે. 
 
હવે જાણો શુ છે સ્વામીનાથન પંચની ભલામણો ?
 
પાક ઉત્પાદન મૂલ્ય કરતા પચાસ ટકા વધુ ભાવ ખેડૂતોને મળે 
- ખેડૂતોને સારી ક્વાલિટીના બીજ ઓછા ભાવમાં પુરા પાડવામા આવે 
- ગામમાં ખેડૂતોની મદદ માટે વિલેજ નૉલેજ સેંટર કે જ્ઞાન ચૌપાલ બનાવવામાં આવે. 
- મહિલા ખેડૂતો માટે ખેડૂટ ક્રેડિટ કાર્ડ રજુ કરવામાં આવે. 
- ખેડૂતો માટે કૃષિ જોખમ ફંડ બનાવવામાં આવે. જેથી પ્રાકૃતિક વિપદાઓ આવતા ખેડૂતોને મદદ મળી શકે. 
- સરપ્લસ અને ઉપયોગમાં ન આવનારી જમીનના ટુકડાનુ વિતરણ કરવામાં આવે. 
- ખેતીલાયક જમીન અને વનભૂમિક્ને બિન કૃષિ ઉદ્દેશ્યો માટે કોર્પોરેટને ન આપવામાં આવે. 
- પાક વીમની સુવિદ્યા આખા દેશમાં દરેક પાક માટે મળે. 
- ખેતી માટે કર્જની વ્યવસ્થા દરેક ગરીબ અને જરૂરિયાતવાળા સુધી પહોંચે 
- સરકારની મદદથી ખેડૂતોએન આપાવામાં આવતા કર્જ પર વ્યાજ દર ઓછો કરીને 4 ટકા કરવામાં આવે. 
- કર્જની વસૂલીમાં રાહત પ્રાકૃતિક વિપદા કે સંકટનો સામનો કરી રહેલ વિસ્તારમાં વ્યાજથી રાહત હાલત સામાન્ય બને ત્યા સુધી ચાલુ રહે. 
- સતત પ્રાકૃતિક વિપદાઓની હાલતમાં ખેડૂતને મદદ પહોંચાડવા માટે એક એગ્રિકલ્ચર રિસ્ક ફંડની રચના કરવામાં આવે.
 
સરકારની યોજનાઓ એવી હોવી જોઈએ જેનાથી આ રીતે જગતના તાતને રસ્તા પર આવવાની જરૂર ન પડે.. જો ખેડૂતો ખુશ રહેશે ત્યારે જ તો ભરપૂર અનાજ ઉભો થશે અને આપણો દેશ સમૃદ્ધ બનશે..  સરકાર જો ખેડૂતો પ્રત્યે બેદરકારી દાખવશે તો કોઈ પણ યુવાન આ ક્ષેત્રમાં જવા નહી માંગે અને ખેતીની જમીન ધીરે ધીરે કોમર્શિયલ બની જશે.. પછી એવુ ન થાય કે એક દિવસ આપણે દરેક વસ્તુ માટે બીજા દેશો તરફ મોઢુ કરવુ પડે.. જો આયાત વધશે તો દેશનુ કર્જ પણ વધશે.. તેના કરતા સારુ તો એ કહેવાશે કે ખેડૂતોના કર્જ માફ કરીને તેમને દરેક સગવડો આપવામાં આવે જેમને તેમનો અધિકાર છે.. જગતનો તાત ખુશ તો ધરતી ખુશ... અને ધરતી ખુશ તો દરેક નાગરિક ખુશ... Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Nepal Plane Crash - નેપાળમાં વિમાનનું ક્રેશ લેંડિગ...

નેપાળની રાજધાની કાઠમાંડૂમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ક્ષેત્રમાં એક ખાનગી વિમાનનુ ...

news

રાજ્યસભાની ચૂંટણીમાં નારણ રાઠવાની ઉમેદવારી અટવાઈ પડી, ડોક્યુમેન્ટ ઓછા હોવાથી ફોર્મ સ્વીકારવાનો પંચનો ઈનકાર

ગુજરાતમાં ફરી એક વાર રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની શકે છે. કોંગ્રેસે આ વખતે અમી યાજ્ઞિક ...

news

ત્રિપલ તલાક બિલ પાછું ખેંચો, વલસાડમાં મુસ્લિમ સમાજની મહિલાઓની વિશાળ રેલી

વલસાડ ખાતે મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા વિશાલ રેલી યોજવામાં આવી હતી. શરીયત કાયદામાં કોઈ ...

news

અમિ યાજ્ઞિકને રાજ્યસભાની ટિકીટ મળતાં મહિલા કોંગ્રેસમાં ભંગાણ, પ્રમુખનું રાજીનામું

કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ડૉ. અમીબેન યાજ્ઞિકની પસંદગી કરતા મહિલા કોંગ્રેસમાં ...

Widgets Magazine